ન્યૂઝ ડેસ્કઃ કોરોના વાઇરસ મહામારીથી લોકોનાં જીવનમાં ભારે પરિવર્તન આવ્યું છે. સોશ્યલ ડિસ્ટન્સિંગ થોડા જ સમયમાં સામાન્ય પ્રચલન બની ગયું છે અને ભારતમાં ધામધૂમથી થતાં લગ્નોનું સ્થાન હવે નાના પાયે, અત્યંત નિકટના સ્વજનોની હાજરીમાં થતાં લગ્નોએ લીધું છે. આમ, નાના પાયે થતાં લગ્નો હવે મહત્વનાં બની ગયાં હોય, તેમ જણાય છે!
કોરોના કાળ અગાઉ કેવાં લગ્નો થતાં હતાં, તેની ચિંતામાં પડ્યા વિના, દંપતીઓ હવે આ નવી સ્થિતિને બહેતર કેવી રીતે બનાવવી, તેની તૈયારીમાં લાગી ગયા છે. મહેમાનોનું લિસ્ટ ટૂંકું થઇ જતાં ઘણાં દંપતીઓ ડેસ્ટિનેશન વેડિંગનું તેમનું સપનું સાકાર કરવાની આ તકનો લાભ લઇ રહ્યાં છે!
મહામારીએ દંપતીઓને બજેટ વધી જવાની ચિંતામાં પડ્યા વિના અતિસુંદર સ્થળોએ લગ્નગ્રંથિથી જોડાવાનો અવસર પૂરો પાડ્યો છે.
મર્યાદિત બજેટની અંદર જ ડેસ્ટિનેશન વેડિંગ કરવાનું સપનું હવે હકીકત બની ચૂક્યું છે. Weddingz.inના નિષ્ણાતો નાનાં કદનાં અને છતાં ભપકાદાર લગ્નના આયોજન માટે બજેટ ફ્રેન્ડલી હોય તેવાં પાંચ શહેરો વિશે જણાવે છેઃ
ગોવા
અતિ-રમણીય બિચ અને દરિયાકાંઠાનાં મનોહર દ્રશ્યો ધરાવતું ગોવા મોજમજા ભરેલાં લગ્ન માટેનું એક પરફેક્ટ ડેસ્ટિનેશન છે. કપલ્સ વધુ પડતો ખર્ચ કર્યા વિના અદ્ભૂત બિચ રિસોર્ટ પર તેમના લગ્ન સમારોહનું આયોજન કરી શકે છે. ગોવામાં પ્રાઇવેટ બિચ ધરાવતા અને ખિસ્સાને પરવડે તેવાં સંખ્યાબંધ રિસોર્ટ્ઝ, થોડી જૂની શૈલીની પોર્ટુગિઝ ઇન અને બજેટની અંદરના હોમસ્ટે આવેલાં છે. ગોવા રોડ માર્ગે અને સાથે જ ટ્રેન અને પ્લેન દ્વારા સરળતાથી પહોંચી શકાતું હોવા ઉપરાંત ત્યાં સ્થાનિક અને કોન્ટિનેન્ટલ ભોજન પીરસતી અઢલક રેસ્ટોરન્ટ્સ આવેલી છે, જેથી ઓછા બજેટમાં લગ્ન કરવા માટે આ સ્થળ એકદમ આદર્શ બની રહે છે.
જયપુર
ભારતના પિંક સિટી તરીકે જાણીતું આ શહેર રાજવી ઇતિહાસ અને સંસ્કૃતિને કારણે પણ ખ્યાતિ ધરાવે છે. પ્રવાસીઓનું મનપસંદ શહેર હોવાની સાથે-સાથે લગ્ન માટે પણ તે એક પોસાય તેવું સુલભ ડેસ્ટિનેશન છે. જયપુરમાં ઘણાં ગેસ્ટહાઉસ અને હોમસ્ટેની સુવિધા છે, જે પોકેટ ફ્રેન્ડલી હોવાની સાથે-સાથે મહેમાનોની મર્યાદિત યાદી સાથે લગ્ન સમારંભ માટે એકદમ યોગ્ય છે. હોમસ્ટે અને ઇન ખાતે કપલ્સ ભોજન, ભોજનના સ્થળની વ્યવસ્થા તથા અન્ય ઘણાં પાસાંઓની ધ્યાનપૂર્વક પસંદગી કરી શકે છે. જયપુર શહેર પણ ભારતનાં તમામ મોટાં શહેરો અને નગરો સાથે રોડ, ટ્રેન અને હવાઇ માર્ગે જોડાયેલું છે અને આથી જ, નાના લગ્ન સમારોહ માટે તે પરફેક્ટ ડેસ્ટિનેશન બની રહે છે.
પૂણે
સહ્યાદ્રિ પર્વતમાળાના ખોળામાં વસેલું પૂણે પણ લગ્ન સમારંભ યોજવા માટે સુયોગ્ય પસંદગી છે. આ શહેરમાં અઢળક બજેટ ફ્રેન્ડલી હોટેલ્સ, ફાર્મ્સ, રિસોર્ટ્સ અને હોલિડે હોમ્સ આવેલાં છે. આ ઉપરાંત, મુંબઇ અને તેની આસપાસનાં તમામ મોટાં શહેરો અને નગરોની નજીક આવેલું હોવાની સાથે-સાથે પૂણે શહેર જૂની શૈલીની મહારાષ્ટ્રીયન સંસ્કૃતિ અને આધુનિક શહેરી સંસ્કૃતિનું મિશ્રણ ધરાવે છે. આ શહેરની ઠંડી અને સૂકી આબોહવા બહાર લગ્ન કરવા ઇચ્છતા કપલ્સને આકર્ષતું વધુ એક પાસું છે.
મસૂરી
ગઢવાલ હિમાલય રેન્જની તળેટીમાં વસેલું આ હિલ સ્ટેશન લગ્નગ્રંથિથી જોડાઇ રહેલા કપલ્સ માટે કોઇ સ્વર્ગથી જરયે ઓછું નથી. મસૂરીનાં નયનરમ્ય અને અદભૂત દ્રશ્યો કોઇને પણ મંત્રમુગ્ધ કરી દે છે અને કપલ્સ આ પૈકીનાં કોઇપણ સ્થળની પસંદગી કરી શકે છે. આ હિલ સ્ટેશનમાં અગણિત હોમસ્ટે, હોટેલ અને નાની ઇનની સુવિધાઓ ઉપલબ્ધ છે અને અગ્રણી શહેરોની તુલનામાં અહીંના સ્થાનિક વેન્ડર્સ લગ્ન માટેની તમામ જરૂરી તૈયારીઓ વાજબી ભાવે ઓફર કરે છે. જેના કારણે લો બજેટ અને તેમ છતાં ભવ્ય લગ્ન સમારોહનું આયોજન કરવા માટે મસૂરી પરફેક્ટ ડેસ્ટિનેશન બની રહે છે.
ચંદીગઢ
થ્રી સ્ટાર હોટેલ્સ અને ફાર્મહાઉસ ધરાવતું આ શહેર નાનાં અને બજેટ ફ્રેન્ડલી લગ્ન માટેનું અન્ય એક યોગ્ય સ્થળ છે. આઉટડોર ફાર્મ વેડિંગના આયોજનમાં ડેકોરેશન પાછળ ઘણો ઓછો ખર્ચ થાય છે. ઉપરાંત, કપલ્સ તેમની પસંદગી મુજબ DIY ડેકોરેશન કરાવી શકે છે. દેશના કોઇપણ સ્થળેથી ચંદીગઢ પહોંચવું સુગમ રહે છે. સાથે જ ચંદીગઢમાં અસલ નોર્થ ઇન્ડિયન રસોઇનો સ્વાદ ચાખવા મળે છે. વળી, તે ભારતનાં અત્યંત હરિયાળાં અને સ્વચ્છ શહેરોમાં સ્થાન ધરાવે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને કપલ્સ ચોક્કસપણે ચંદીગઢને તેમનું વેડિંગ ડેસ્ટિનેશન બનાવી શકે છે.
મહામારીએ ઘણાં કપલ્સનાં ભવ્ય લગ્નનાં આયોજનો પર પાણી ફેરવી દીધું હશે, પણ તેનું જળું પાસું એ છે કે, મહામારીએ એવાં લગ્ન સમારંભોની સંખ્યામાં વધારો કર્યો છે, જેમાં માત્ર નજીકનાં મિત્રો અને પરિવારજનો સાથે મળીને જ લગ્ન પ્રસંગનો ભરપૂર આનંદ ઊઠાવવામાં આવે છે. અને આટલું ઓછું હોય તેમ, Weddingz.in લગ્ન સંબંધિત સેવાઓ તરફ નજર દોડાવી રહેલા કપલ્સને આકર્ષક ઓફર્સ પણ આપી રહી છે.