ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીર: આંતકવાદીઓ સાથેની અથડામણમાં JCO સહિત સેનાના 5 જવાન શહીદ - સેનાના 5 જવાનો શહીદ

જમ્મુ-કાશ્મીર (Jammu And Kashmir)ના પુંછ જિલ્લા (Poonch Sector)માં સર્ચ ઑપરેશન (Search Operation) દરમિયાન આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં જુનિયર કમિશ્ડ ઓફિસર સહિત સેનાના 5 જવાનો શહીદ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. તો રાજૌરી જિલ્લામાં પણ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

આંતકવાદીઓ સાથેની અથડામણમાં JCO સહિત સેનાના 5 જવાન શહીદ

author img

By

Published : Oct 11, 2021, 2:23 PM IST

  • જમ્મુ-કાશ્મીરમાં સેનાના 5 જવાનો શહીદ
  • પુંછ જિલ્લામાં સર્ચ ઑપરેશન દરમિયાન આતંકવાદીઓનો હુમલો
  • આતંકવાદીઓને ચારેય બાજુથી ઘેરવામાં આવ્યા

શ્રીનગર: જમ્મુ-કાશ્મીર (Jammu And Kashmir)ના પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (LAC)ની નજીક સૂરનકોટ વિસ્તારમાં સર્ચ ઑપરેશન (Search Operation) દરમિયાન આતંકવાદીઓના હુમલા (Terrorist Attack)માં સેનાના 5 જવાનો શહીદ (5 Soldiers Martyred) થઈ ગયા છે. શહીદ જવાનોમાં જુનિયર કમિશ્ડ ઓફિસર(JCO) પણ સામેલ છે.

આતંકવાદીઓ સાથેની અથડામણમાં ઘાયલ થયા હતા 5 સૈનિકો

સૂત્રો પ્રમાણે સૂરનકોટ વિસ્તારમાં દારાની ગલી પાસેના ગામોમાં આતંકવાદીઓની સાથે અથડામણમાં આ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બાદમાં એક જુનિયર કમિશ્ડ ઓફિસર અને 4 જવાનોના મોત થયા.

સેનાએ 5 જવાનોના શહીદ થયાની પુષ્ટિ કરી

જમ્મુ સ્થિત સંરક્ષણ મંત્રાલયના PROએ જણાવ્યું કે, આતંકવાદીઓની સાથે ચાલી રહેલી અથડામણમાં એક JCO અને ભારતીય સેનાના 4 જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે. સેનાએ હવે 5 જવાનો શહીદ થયા હોવાની ઘટનાની પુષ્ટિ કરી છે. સેનાથી જોડાયેલા અધિકારીઓ પ્રમાણે, આ આતંકવાદીઓ LOC પાર કરીને ચમરેરના જંગલો સુધી પહોંચી ગયા હતા. તેઓ જંગલથી બહાર ન જઇ શકે તે માટે આખા વિસ્તારને ચારેય બાજુથી ઘેરી લેવામાં આવ્યો છે. અત્યારે પણ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે અને જંગલમાં 3થી 4 આતંકવાદીઓ છૂપાયા હોવાની શક્યતા છે.

અનંતનાગ અને બાંદીપોરામાં 2 આતંકવાદી ઠાર

આતંકવાદીઓ વિરુદ્ધ આજ સવારથી જ સેનાનું ઑપરેશન ચાલી રહ્યું છે. આજે સવારે સુરક્ષાદળોએ અનંતનાગ અને બાંદીપોરામાં એક-એક આતંકવાદીને ઠાર કરી દેવામાં આવ્યો છે. અનંતનાગમાં માર્યા ગયેલા આતંકવાદી વિશે હજુ સુધી કોઈ જાણકારી મળી નથી. અનંતનાગમાં થયેલી અથડામણ દરમિયાન પોલીસનો એક જવાન પણ ઘાયલ થયો છે, પરંતુ બાંદીપોરામાં જે આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો છે તેનું નામ ઇમ્તિયાજ ડાર હતું , જે લશ્કર એ તૈયબાથી જોડાયેલો હતો.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસીઓની સંખ્યા વધારવા ટૂરિઝમ અધિકારીઓ આવ્યા અમદાવાદ, ગુજરાતીઓને ફરવા આવવા કર્યું આહ્વાન

આ પણ વાંચો: જમ્મુના ઉધમપુરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ, પાયલોટનું કરાયું રેસ્ક્યૂ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.