ETV Bharat / bharat

Reliance AGM : જિઓ અને ગૂગલે બનાવેલો JioPhone Next લોન્ચ, ગણેશ ચતુર્થીથી વેચાણ શરૂ - રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 44મી એન્યુઅલ જનરલ મીટિંગ

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Reliance Industries Limited) ની 44મી એન્યુઅલ જનરલ મીટિંગ (AGM) માં મુકેશ અંબાણીએ રિલાયન્સ જિઓ અને ગૂગલની પાર્ટનરશિપમાં તૈયાર કરાયેલા જિઓફોન નેક્સ્ટ (JioPhone Next) ની જાહેરાત કરી છે. આ સ્માર્ટફોનનું વેચાણ 10 સપ્ટેમ્બરથી શરૂ કરાશે.

JioPhone Next
JioPhone Next
author img

By

Published : Jun 24, 2021, 5:25 PM IST

  • જિઓ-ગૂગલ પાર્ટનરશિપથી તૈયાર કરાયો છે JioPhone Next
  • Reliance AGM 2021માં લોન્ચ કરવામાં આવ્યો JioPhone Next
  • 10 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના દિવસથી થશે વેચાણ શરૂ

ન્યૂઝ ડેસ્ક : આજે ગુરૂવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 44મી એન્યુઅલ જનરલ મીટિંગ (Reliance AGM 2021) ચાલી રહી છે. જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ગૂગલ અને રિલાયન્સ જિઓ ની પાર્ટનરશિપથી તૈયાર કરાયેલા નવા સ્માર્ટફોન જિઓફોન નેક્સ્ટ (JioPhone Next)ની જાહેરાત કરી છે. આ સ્માર્ટફોન સામાન્ય માણસોના બજેટને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. જેનું વેચાણ 10 સપ્ટેમ્બરના રોજ શરૂ કરવામાં આવશે.

દેશને 2Gથી મુક્ત અને 5Gથી યુક્ત કરવાનો અમારો લક્ષ્યાંક - મુકેશ અંબાણી

મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, "દેશને 2Gથી મુક્ત અને 5Gથી યુક્ત કરવાનો અમારો લક્ષ્યાંક છે. આ સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમ જિઓ અને ગૂગલ દ્વારા સાથે મળીને તૈયાર કરવામાં આવી છે. એન્ડ્રોઈડ બેઝ્ડ આ સ્માર્ટફોન ખૂબ જ વ્યાજબી ભાવે સામાન્ય લોકોના બજેટને અનુલક્ષીને તૈયાર કરાયો છે. એન્ડ્રોઈડ અને ગૂગલના કારણે ઉપયોગકર્તાઓ ગૂગલ પ્લે સ્ટોરમાંથી તમામ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશે. સ્માર્ટફોનની કેમેરા ક્વોલિટી અને એન્ડ્રોઈડ વર્ઝન પણ અપડેટેડ હશે." જોકે, જિઓફોન નેક્સ્ટ (JioPhone Next)ની કિંમત અંગે તેમણે કંઈ જણાવ્યું ન હતું.

ગુજરાતને મોટી ભેટ, જામનગરમાં 5 હજાર એકરમાં બનશે રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ

Reliance AGM 2021 માં મુકેશ અંબાણીએ ગુજરાતને એક મોટી ભેટ આપી છે. તેમણે જામનગરમાં 5 હજાર એકર જમીનમાં રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ (Renewable Energy Project) શરૂ કરવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કંપની આગામી 3 વર્ષમાં રૂપિયા 60 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે. કંપનીનો લક્ષ્યાંક વર્ષ 2030 સુધીમાં 100 ગીગા-વૉટ સોલાર એનર્જી ઉત્પન્ન કરવાનો છે. જેના માટે જામનગરમાં 4 ફેક્ટરી ઉભી કરવામાં આવશે.

AGMમાં આ મહત્વની જાહેરાતો પર રહેશે નજર

- જિઓ-ગૂગલ સ્માર્ટફોન

- 5G નેટવર્ક અને 5G સ્માર્ટફોન

- જિઓબૂક લેપટોપ

જો અમારા દાદા અત્યારે હોત, તો તે ખુબ ખુશ થયા હોત - મુકેશ અંબાણી

મુકેશ અંબાણીએ પોતાની સ્પીચની શરૂઆત કોરોનામાં મૃત્યુ પામેલા કંપનીના કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપીને કરી હતી. જ્યારબાદ તેમણે કહ્યું હતું કે, "કોરોના મહામારી વચ્ચે પણ આપણો કારબોર અગાઉના વર્ષો કરતા વધ્યો છે. જોકે આ કરતા વધારે ખુશી રિલાયન્સની માનવ સેવાથી મળી છે. કોરોનાના કપરા સમયમાં રિલાયન્સ પરિવારે એકજૂટ થઈને કામ કર્યું છે. છેલ્લા એક વર્ષમાં આપણા પ્રયાસોએ રિલાયન્સના સંસ્થાપક ધીરૂભાઈ અંબાણીના પ્રયાસોને આગળ વધાર્યા છે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "જો આજે અમારા દાદા સાથે હોત, તો તેઓ ગર્વ મહેસૂસ કરતા. કારણ કે, આ એ જ રિલાયન્સ છે, જે તેઓ જોવા માંગતા હતા." મુકેશ અંબાણીએ આ સાથે રિલાયન્સ દ્વારા નવી મુંબઈમાં સ્થાપિત જિયો ઈન્સ્ટીટ્યૂટમાં આ વર્ષથી શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની જાહેરાત પણ કરી હતી.

રિલાયન્સ પરિવારના 20 લાખ લોકોને ફ્રી વેક્સિન - નીતા અંબાણી

રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરમેન નીતા અંબાણીએ કહ્યું હતું કે, કોરોના એ વૈશ્વિક મહામારી છે. તેણે વિશ્વભરમાં માનવતાની કસોટી પારખી છે. આ લડાઈમાં આપણે સાથે મળીને લડવાનું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL)નું મિશન 'વેક્સિન સુરક્ષા' દેશની સૌથી મોટી કોર્પોરેટ વેક્સિનેશન ડ્રાઈવ (biggest corporate vaccination drive of India) છે. જેના અંતર્ગત રિલાયન્સ પરિવારના રિટાયર્ડ કર્મચારીઓ, પાર્ટનર કંપનીના કર્મચારીઓ અને તમામના પરિવારજનોને મળીને કુલ 20 લાખ લોકોને ફ્રી વેક્સિન આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.