- હોલા મહોલ્લા અને હોળી નિમિત્તે એક બેઠકનું આયોજન કરાયું
- કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને હોલા મહોલ્લાનું આયોજન ન કરવાની સલાહ અપાઈ
- ગુરુદ્વારાના દરવાજાઓને તાળાબંધી કરાઈ હતી
મહારાષ્ટ્ર: નાંદેડમાં સચખંડ હઝુર સાહેબ ગુરુદ્વારા ખાતે વહીવટી તંત્ર દ્વારા હોલા મહોલ્લા અને હોળી નિમિત્તે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં, કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને માર્ગદર્શિકાઓનું પાલન કરીને હોલા મહોલ્લાનું આયોજન કરવાની સલાહ આપવામાં આવી હતી. અતિશય ભીડ જમા ન થાય તેને કારણે ગુરુદ્વારાના દરવાજાઓને તાળાબંધી કરવામાં આવી હતી. પરંતુ કેટલાક લોકોને તે મંજૂર ન હતું.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર: નાંદેડમાં સાધુ સહિત બેની હત્યા, તેલંગાણાથી ઝડપાયો આરોપી
લોકોએ ગુરુદ્વારા દરવાજાના તાળા તોડી નાખ્યાં
અત્રે ઉલ્લેખનીય છે કે,ગુરુદ્વારામાં બપોર સુધી તમામ ધાર્મિક વિધિઓ અને હોળી શાંતિપૂર્ણ રીતે ઉજવવામાં આવી હતી. પરંતુ જ્યારે પ્રતિકાત્મક રીતે હોલા મહોલ્લાને નિકાળતા સમયે ગુરુદ્વારા પરીસરમાં ભારે ભીડ એકઠી થઈ હતી. કેટલાક લોકોએ ગુરુદ્વારા દરવાજાના તાળા તોડી નાખ્યાં હતા. જેના કારણે સરઘસ રસ્તા પર આવી ગયું હતું. પોલીસને બાતમી મળતાની સાથે જ વિશાળ પોલીસ બંદોબસ્ત સ્થળ પર પહોંચી ગયો હતો.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ભયાનક માર્ગ અકસ્માત, 15ના મોત, 6 ઘાયલ
ચાર પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું
આ દરમિયાન ટોળાએ પોલીસ ઉપર પણ હુમલો કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ટોળાએ પોલીસ અધિક્ષક ઉપર તલવાર વડે હુમલો કર્યો હતો. પરંતુ સુરક્ષા કર્મીઓના કારણે તેમનો બચાવ થયો હતો. તે જ સમયે ઘણાં પોલીસકર્મીઓ ભીડમાં ફસાઇ ગયા હતા. ચાર પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન ટોળાએ પોલીસ વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. માહિતી મળતાની સાથે જ IG નિસાર તંબોલી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવામાં ભાગ્યે જ વ્યવસ્થા કરી હતી. અત્યારે ત્યાં શાંતિપૂર્ણ માહોલ છે. પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.