ETV Bharat / bharat

બે ટ્રક વચ્ચે જીવલેણ અકસ્માત, ડેકીના સળીયા ડ્રાઈવરની કેબીનમાંથી નીકળ્યા - અમરાવતી

દેશમાં એક બાજું મસમોટા હાઈવે બની રહ્યા છે. તો બીજી તરફ આ જે હાઈવે ગોઝારા પુરવાર થઈ રહ્યા છે. અઠવાડિયામાં બેથી ચાર અકસ્માતની એવી ઘટના બને છે જેમાં ચાલકોના મૃત્યું નીપજે છે. ક્યારેક ઝડપ તો ક્યારે બેદરકારી જીવલેણ સાબિત થાય છે. આવો જ એક અકસ્માત મહારાષ્ટ્રમાંથી સામે આવ્યો છે જ્યાં નાગપુર-ઔરંગાબાદ હાઇવે પર બે ટ્રક અથડાતા ચાર વ્યક્તિએ જીવ ગુમાવી દીધો છે.

બે ટ્રક વચ્ચે જીવલેણ અકસ્માત, ડેકીના સળીયા ડ્રાઈવરની કેબીનમાંથી નીકળ્યા

author img

By

Published : Aug 5, 2022, 4:39 PM IST

Updated : Aug 5, 2022, 4:47 PM IST

અમરાવતી: મહારાષ્ટ્રના નાગપુર-ઔરંગાબાદ હાઈવે (Nagpur-Aurangabad Highway) પર બે ટ્રક વચ્ચે જીવલેણ અકસ્માત (Fatal Accident between two trucks) થયો છે. બે ટ્રકની સ્થિતિ જોતા એવું કહી શકાય કે, બન્ને ટ્રકનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. આ પૈકી એક ટ્રકમાં ડુંગળી તો બીજામાં બાંધકામ માટેના સળીયા જઈ રહ્યા હતા. આ અકસ્માતમાં કુલ 4 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. અકસ્માતને પગલે હાઈવે પર (Massive Traffic Jammed on Highway) ચક્કાજામ થઈ ગયો હતો. દૂર દૂર સુધી વાહનોના થપ્પા લાગી ગયા હતા. આ અકસ્માત નજરે જોનારે કહ્યું હતું કે, ટ્રક ચાલક હાઈવે પરના ખાડાને બચાવવા જઈ રહ્યો હતો. એ સમયે આ ઘટના બની.

આ પણ વાંચો: ડ્રોન ટેક્નોલોજી વડે છંટકાવની અસરકારકતા વધારવા થશે નિર્ણાયક કૃષિ કામગીરી, ખેડૂતનો ખર્ચ ઓછો થશે

સળીયા સોંસરવા નીકળ્યા: મહારાષ્ટ્રના નંદગાંવ ખંડેશ્વર તાલુકાના શિંગણાપુર કાંટા પાસે, બે ટ્રક વચ્ચે ભયંકર અકસ્માતમાં જે ટ્રકમાં સળીયાને લઈ જવાઈ રહ્યા હતા, અકસ્માતમાં એ સળીયા ડ્રાઈવરની કેબીનની બહાર નીકળી ગયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે, ચાલકનું કેબીનમાં જ મૃત્યું થયું હતું. આ અકસ્માતને પગલે હાઈવે પર વાહનવ્યવહારને મોટી બ્રેક લાગી હતી.

20 કિલોમીટર કતાર : અકસ્માત બાદ નાગપુર-ઔરંગાબાદ હાઈવે પર લગભગ 20 કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી. વાહનોના થપ્પા હાઈવે પર જોવા મળ્યા હતા. જેને ડાઈવર્ટ કરાવવા માટે પોલીસે કલાકો સુધી જહેમત ઊઠાવી હતી. સમગ્ર અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસ ટીમ યુદ્ધના ધોરણે હાઈવે પર દોડી આવી હતી. મૃતદેહને હોસ્પિટલમાં ખસેડવા માટે પગલાં લીધા હતા. પોલીસે આ કેસમાં મૃતકોના પરિવારજનોનો સંપર્ક કરીને સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી.

આ પણ વાંચો:BSF Bhuj : કચ્છના હરામીનાળામાં પાકિસ્તાની સહિત પાંચ ફિશિગ બોટ જપ્ત, બોટમાં શું મળ્યું?

ગોઝારો હાઈવે: આ જ રૂટ પર આ પહેલા એક ખાનગી ટ્રાવેલ્સની બસ પણ અથડાઈ હતી. આ કેસમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરના પગલાં લીધા છે. જોકે, આ કેસમાં પોલીસે ખાસ કોઈ નિવેદન આપ્યું નથી. દિવસે દિવસે હાઈવે પર વધી રહેલા અકસ્માત લોંગ ડ્રાઈવ કરનારા માટે લાલ બત્તી સમાન બની રહ્યા છે.

Last Updated : Aug 5, 2022, 4:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.