ETV Bharat / bharat

ઉદેપુર અનિયંત્રિત કારે ચાર લોકોને ચપેટમાં લેતા ચારેયના મોત - ઉદેપુર અકસ્માત

ઉદેપુરમાં હાઇ સ્પીડ કારનો કહેર જોવા મળ્યો છે. અનિયંત્રિત કારે ટ્યુબેટ ખોદતા લોકોને કચડી નાખ્યા હતા. જેમાં ચાર લોકોનાં મોત થયા હતાં. અન્યને ત્યાં ઈજાઓ પહોંચી હતી.

એક્સિડન્ટ
એક્સિડન્ટ
author img

By

Published : Apr 12, 2021, 1:22 PM IST

  • ઉદેપુરમાં અનિયંત્રિત કાર દ્વારા સર્જાયો અકસ્માત
  • ટ્યુબવેલ ખોદતા ચાર લોકોને ચપેટમાં લીધા હતા
  • ચારેયનું ઘટના સ્થળે જ મોત થયું

રાજસ્થાન(ઉદેપુર) : ભીંડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અનિયંત્રિત કારે ટ્યુબવેલ ખોદતા ચાર લોકોને ચપેટમાં લીધા હતા. જેના કારણે ચારેયનું ઘટના સ્થળે જ મોત થયું હતું. તે જ સમયે અકસ્માત પછી કાર ચાલક અને અન્ય સવાર ઘટના સ્થળેથી નાસી છૂટયા હતા.

ચાર લોકો ખેતરમાં ટ્યુબવેલનું ખોદકામ કરી રહ્યા હતા

ભીંડર પોલીસ સ્ટેશન વિસ્તારના બોરતલાઈ વળાંકની પાસે આ ઘટના થઇ હતી. રવિવારે મોડી સાંજે ચાર લોકો ખેતરમાં ટ્યુબવેલનું ખોદકામ કરી રહ્યા હતા. આ દરમિયાન બેકાબૂ કાર આવીને રોડ પર પટકાઇ હતી. માહિતી મળ્યા પછી લોકો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યારે મૃતદેહને હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. અકસ્માત બાદ કાર ચાલક અને અન્ય લોકો ભાગી છૂટ્યા હતા.

આ પણ વાંચો : રાજકોટમાં કારચાલકે આધેડને હડફેટે લેતા થયું મોત, ઘટના CCTVમાં કેદ

SFLની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી

ઘટનાની માહિતી મળ્યા પછી જિલ્લા પોલીસ અધિક્ષક રાજીવ પચાર ઘટના સ્થળે પહોંચી ગયો હતો. SPએ કહ્યું કે, જે લોકો આ ઘટનાનું કારણ બન્યા છે. તે લોકોની અટકાયત કરવામાં આવી છે અને કાર પણ પકડાઇ ગઇ છે. આ સાથે જ આરોપી વિરુદ્ધ કેસ પણ નોંધવામાં આવ્યો છે. SFLની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી છે.

આ પણ વાંચો : રાજકોટમાં BMW કાર ચાલક કેફી પ્રદાર્થ પીને બાઇકને લીધો હડફેડે, બાઇકચાલકનું ઘટનાસ્થળે મોત

મેડિકલ પછી જાણવા મળ્યું કે આરોપીએ દારૂ પીધો હતો

SP રાજીવ પચારે જણાવ્યું હતું કે, પ્રથમ દ્રષ્ટિએ મેડિકલ કર્યા પછી જાણવા મળ્યું છે કે આરોપીએ દારૂ પીધો હતો. મળતી માહિતી મુજબ, બોરતલાઇના રહેવાસી મંગલ લાલના ખેતરમાં ટ્યુબવેલનું ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. આ રાત્રિ દરમિયાન બોરતાલ સાઈડની કાળી રંગની વેગ્નર કાર રસ્તા પરથી અનિયંત્રિત થઈ અને ખેતરમાં પ્રવેશ કરતી વખતે ખોદકામ કરતા લોકોને ચપેટમાં લીધા હતા. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.