ETV Bharat / bharat

રાજસ્થાનના દૌસામાં 21 દિવસમાં 341 બાળકો પોઝિટિવ, શું આ ત્રીજી લહેરના એંધાણ ?

રાજ્સ્થાનના દૌસા જિલ્લામાં છેલ્લા 21 દિવસમાં 341 બાળકો કોરોના સંક્રમિત આવ્યા હોવાનું ચિંતા ચિંતાજનક છે. પહેલેથી જ કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો પર વધુ અસર થવાની આશંકાઓ કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં ત્રીજી લહેરના દૌસામાં એંધાણ છે કે નહીં, આ સૌથી મોટો પ્રશ્ન છે.

dausa news
dausa news
author img

By

Published : May 23, 2021, 6:11 PM IST

  • દૌસામાં કોરોનાની ત્રીજી લહેરના એંધાણ ?
  • 21 દિવસમાં 341 બાળકો કોરોના સંક્રમિત
  • તંત્રના કપાળે ચિંતાની રેખાઓ દોરાઈ

દૌસા (રાજસ્થાન) : અચાનક મોટી સંખ્યામાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો જિલ્લામાં કોરોના સંક્રમિત થયા છે. મે મહિનામાં અત્યાર સુધીમાં 21 દિવસમાં 341 બાળકો કોરોના વાઈરસથી સંક્રમિત થયા છે. જેનાથી તંત્રના કપાળ પર ચિંતાની રેખાઓ દોરાઈ છે. અત્રે મહત્વપૂર્ણ છે કે, ત્રીજી લહેરમાં બાળકો પર કોરોનાની અસર વિશે નિષ્ણાંતો સતત આશંકા વ્યક્ત કરી રહ્યા છે. આવી સ્થિતિમાં જિલ્લામાં બાળકો પર સંક્રમણની અસર પહેલાથી જ જોવા મળી રહી છે. જેના માટે તંત્રએ નજર રાખવાનું શરૂ કર્યું છે. જોકે હજુ સુધી કોઈ કેસ ગંભીર રીતે બીમાર હોવાના અહેવાલ મળ્યા નથી.

આ પણ વાંચો : રાજસ્થાનના દૌસા શહેરમાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ કરી આત્મહત્યા

મેમાં 6,288 સંક્રમિત થયા

મે મહિનામાં જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6288 સંક્રમિત નોંધાયા છે. આમાંથી 341 સંક્રમિત બાળકો 18 વર્ષથી ઓછી ઉંમરના છે. જોકે આ પ્રમાણ 6 ટકાથી પણ ઓછું છે. તબીબી વિભાગના અધિકારીઓ કહે છે કે, મે મહિનામાં જિલ્લામાં મોટી સંખ્યામાં લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. આ પરિસ્થિતિમાં મોટાભાગના બાળકો તેમના પરિવારના સભ્યોના સંપર્કમાં આવીને સંક્રમિત થયા છે.

આ પણ વાંચો : NCP પ્રમુખ શરદ પવારની દૌસા ખાતે શાળાના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી

મોટાભાગના બાળકો થઈ ગયા છે સ્વસ્થ

એ સદભાગ્ય છે કે, અત્યારે બાળકોનો હજુ સુધી કોઈ ગંભીર કેસ બહાર આવ્યો નથી. બધા ઘરે આઈસોલેશનમાં છે. મોટાભાગના બાળકો સ્વસ્થ થઈ ગયા છે. અન્ય દર્દીઓ કરતા 18 વર્ષ સુધીના બાળકોમાં સંક્રમણ સ્વભાવિક છે. તબીબી અધિકારીઓ કહે છે કે, જો માતાપિતા અથવા ઘરના કોઈ બીજા સંક્રમિત થાય છે, તો બાળકો અને કિશોરો પણ તેમના સંપર્કમાં આવીને સંક્રમિત થાય છે. તેની જ અસર છે કે મે મહિનામાં 341 બાળકો સંક્રમિત થયા હતા.

18 વર્ષ સુધીના બાળકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે

જિલ્લા કલેક્ટર પિયુષ સમરિયાએ જણાવ્યું હતું કે, બાળકોમાં શરૂઆતથી કોરોના સંક્રમણ જોવા મળ્યું છે. 18 વર્ષ સુધીના બાળકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે, પરંતુ હોસ્પિટલમાં દાખલ થવાની કોઈ શક્યતા નથી. કોરોનાની ત્રીજી લહેરની શક્યતા જોઈને વિસ્તૃત તૈયારીઓ કરવામાં આવી રહી છે. જિલ્લા હોસ્પિટલને એલર્ટ કરી દેવામાં આવી છે. હાલમાં બાળકોમાં કોઈ ગંભીર દર્દી નથી.

બાળકોની સંભાળ રાખવા કરાઈ અપીલ

રાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાંતો સતત અપીલ કરી રહ્યા છે કે, બાળકોની સંભાળ લેવાની જરૂર છે. બાળકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. બાળકો માસ્ક અને સામાજિક અંતરની ગંભીરતા પણ સમજી શકતા નથી. તેઓ થોડા બેદરકાર છે. આવી સ્થિતિમાં, કુટુંબના સભ્યોની જવાબદારી છે કે, તેઓ તેમના હાથ સાફ કરે, વારંવાર હાથ ધૂએ અને સંક્રમિત પરિવારથી અંતર રાખે. આ કિસ્સામાં, બાળકોની સંપૂર્ણ કાળજી લેવી જોઈએ. બાળકો માટે રસીકરણની સિસ્ટમ પણ નથી, તેથી ત્રીજી લહેરમાં બાળકો વધુ પ્રભાવિત થઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.