ETV Bharat / bharat

નોઇડામાં નકલી ડિગ્રીને કારણે 3 શિક્ષકને કરાયા બરખાસ્ત - agra dr. bhimrav ambedkara university

ગૌતમબુદ્ધ નગર જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા બનાવટી શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 3 શિક્ષકો બનાવટી ડીગ્રીના આધારે કામ કરવા બદલ દોષી સાબિત થયા હતા અને કાર્યવાહી કરતાં તેઓને બર્ખાસ્ત કરાયા છે. આ સાથે જ તેની સામે ડાંકૌર અને જેવરમાં પણ કેસ નોંધવામાં આવ્યા છે. જેની પોલીસ પણ તપાસ કરી રહી છે.

નોઇડામાં નકલી ડિગ્રીને કારણે 3 શિક્ષકને કરાયા બરખાસ્ત

author img

By

Published : Apr 4, 2021, 4:39 PM IST

  • 3 બનાવટી શિક્ષકો પર મોટી કાર્યવાહી
  • ડો. ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીમાંથી નકલી ડિગ્રી મેળવી હતી
  • એસઆઈટી તમામ શિક્ષકોના દસ્તાવેજોની તપાસ કરી રહ્યા છે

ઉત્તર પ્રદેશઃ જિલ્લામાં નકલી દસ્તાવેજોના આધારે કામ કરતી ત્રણ મહિલા શિક્ષકોને શિક્ષણ વિભાગ દ્વારા બર્ખાસ્ત કરાઈ છે. આ ત્રણેય શિક્ષિકા સામે ડાંકૌર અને જેવર કોટવાલીમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. ત્રણેય પાસે ભીમરાવ આંબેડકર યુનિવર્સિટી, આગ્રાની નકલી ડિગ્રી હતી. મોટાભાગના કેસોમાં આરોપી પાસેથી ચૂકવવામાં આવતા પગારની ચુકવણી પણ કરવામાં આવી રહી છે. ડાંકૌર બ્લોક વિસ્તારમાં નિયુક્ત બે પ્રાથમિક શિક્ષકોનું શૈક્ષણિક પ્રમાણપત્ર નકલી હોવાનું જણાયું હતું. બનાવટી દસ્તાવેજોના આધારે નોકરી મેળવવાના આરોપો પર તાત્કાલિક અસરથી બર્ખાસ્ત કરવામાં આવ્યા છે.

નોઇડામાં નકલી ડિગ્રીને કારણે 3 શિક્ષકને કરાયા બરખાસ્ત
નોઇડામાં નકલી ડિગ્રીને કારણે 3 શિક્ષકને કરાયા બરખાસ્ત

આ પણ વાંચોઃ તેલંગાણામાં નકલી દસ્તાવેજના આધારે પાસપોર્ટ બનાવતા 6 આરોપી ઝડપાયા

કોર્ટના આદેશો પર કાર્યવાહી કરાશે

શાળામાં નિમણૂક કરાયેલી આશા કુમારી અને ચાચુલા ગામની સુષમા રાણી છે. બનાવટી સર્ટિફિકેટના આધારે બંને શિક્ષિકાઓ ઘણા વર્ષોથી કામ કરી રહી હતી. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા નિમણૂક થયેલા એસઆઈટી તમામ શિક્ષકોના દસ્તાવેજોની તપાસ કરી રહ્યા છે. એસઆઈટીની તપાસમાં બન્ને કાગળો નકલી હોવાનું જાણવા મળ્યું છે. બન્ને શિક્ષકોએ આગ્રાની ડો.ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીની બનાવટી ડિગ્રી લીધી હતી. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રાજ્ય કક્ષાએ શિક્ષકોના શૈક્ષણિક પ્રમાણપત્રોની તપાસ કરવામાં આવી રહી છે. જેમાં ગૌતમબુદ્ધ નગર જિલ્લાના ચાર શિક્ષકોના શૈક્ષણિક પ્રમાણપત્રો નકલી હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચોઃ આણંદઃ નકલી પાસપોર્ટ અને માર્કશીટ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.