ETV Bharat / bharat

કેન્દ્રીય કર્મચારીઓને સરકારે આપી દિવાળીની ભેટ, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો - મોંઘવારી ભથ્થામાં વધારો

ગુરુવારે મળેલી મોદી કેબિનેટ (Modi Cabinet)ની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓ (Central Employees)ના મોંઘવારી ભથ્થા (Dearness Allowance)માં 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વધેલા નવા દર 1 જુલાઈથી લાગુ થશે.

કેન્દ્રીય કર્મચારીઓને સરકારે આપી દિવાળીની ભેટ

author img

By

Published : Oct 21, 2021, 4:54 PM IST

Updated : Oct 21, 2021, 5:31 PM IST

  • કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો
  • વધેલા નવા દર 1 જુલાઈથી લાગુ થશે
  • કર્મચારીઓનું ભથ્થું વધીને 31 ટકા થઈ જશે

નવી દિલ્હી: ગુરુવારે મળેલી મોદી કેબિનેટની બેઠક (Modi Cabinet Meeting)માં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (Central Employees Dearness Allowance)માં 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વધેલા નવા દર 1 જુલાઈથી લાગુ થશે. આ સાથે કર્મચારીઓનું ભથ્થું વધીને 31 ટકા થઈ જશે.

પેન્શનરોને પણ મળશે સરકારની જાહેરાતનો લાભ

આ સંદર્ભે મીડિયાને સંબોધતા કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે (Anurag Thakur) કહ્યું કે, કેન્દ્ર સરકાર કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું 28 ટકાથી વધારીને 31 ટકા કરશે. તે 1 જુલાઈ, 2021થી લાગુ થશે. સરકારની આ જાહેરાતનો લાભ પેન્શનરોને પણ મળશે. તેમણે કહ્યું કે, આ વધારાથી એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને સીધો ફાયદો થશે. આ માટે સરકાર દર વર્ષે 9,488 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.

100 કરોડ રસીકરણને ઉપલબ્ધિ ભારતે પૂર્ણ કરી

કેન્દ્રીય પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં PM ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનના અમલીકરણને મંજૂરી આપવામાં આવી છે, PM ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાનનું મોનિટરિંગ થ્રી ટિયર સિસ્ટમમાં કરવામાં આવશે, જેની અધ્યક્ષતા કેબિનેટ સચિવ કરશે. તેમની અધ્યક્ષતામાં સચિવોનું એક એમ્પાવર ગ્રુપ ઑફ સેક્રેટરીઝ બનશે. તેમણે કહ્યું કે, ભારતે 100 કરોડ રસીકરણની ઉપલબ્ધિ પૂર્ણ કરી છે. આ માટે હું તમામ દેશવાસીઓને, ખાસ કરીને ફ્રન્ટ લાઇન વર્કર્સને અભિનંદન આપું છું. ભય અને મૂંઝવણની સ્થિતિ પણ પેદા કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં લોકો આગળ આવ્યા અને રસીકરણ કરાવ્યું.

PM મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય પ્રધાન પરિષદની બેઠક હોજાઈ હતી

ઉલ્લેખનીય છે કે ગયા મહિને 28 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય પ્રધાન પરિષદની બેઠક યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય પ્રધાનો ગજેન્દ્રસિંહ શેખાવત અને પિયુષ ગોયલે વિવિધ પ્રોજેક્ટ, નીતિઓ અને સરકારી ઘોષણાઓના અમલીકરણ અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું.

આ પણ વાંચો: ક્રુઝ ડ્રગ્સ કેસમાં NCBની ટીમ શાહરૂખ ખાનના ઘરે પહોંચી, તપાસ કરી થઈ રવાના

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીએ RML હોસ્પિટલમાં કરી દિવ્યાંગ બાળકી સાથે વાતચીત, તેણે PM ને એક ગીત પણ સંભળાવ્યું

Last Updated : Oct 21, 2021, 5:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.