- બદમાશોએ પોલીસ દ્વારા નાંખવામાં આવેલા CCTV કેમેરા તોડ્યા
- BJPએ આ ઘટના પાછળ TMCના ગુંડાઓનો હાથ હોવાનું જણાવ્યું
- એક બાળક સહિત ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા
કોલકાતા: પશ્ચિમ બંગાળમાં મોડી રાત્રે ભાજપના સાંસદ અર્જુન સિંહના ઘર સહિત કુલ 15 સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ થયા છે. આ ઘટનામાં એક બાળક સહિત ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. બોમ્બ મૂકતી વખતે બદમાશોએ પોલીસ દ્વારા નાંખવામાં આવેલા CCTV કેમેરા પણ તોડી નાંખવામાં આવ્યા છે. બીજી તરફ, ભારતીય જનતા પાર્ટીએ આ હુમલા પાછળ TMCના ગુંડાઓનો હાથ હોવાનું જણાવ્યું છે. જ્યારે, ભાજપના સાંસદ મુકુલ રાયે કહ્યું કે, તેઓ આ ઘટના અંગે ચૂંટણી પંચને પણ ફરિયાદ કરશે.
હુમલાખોરો ટુકડીઓમાં આવ્યા હતા
બોમ્બ વિસ્ફોટ થયેલા 15 સ્થળોમાં ભાટપરા વિસ્તારમાં આવેલા ભાજપના સાંસદ અર્જુનસિંહના ઘરનો પણ સમાવેશ થાય છે. કેટલાક બદમાશોએ પોલીસ દ્વારા લગાવેલા CCTV કેમેરા પણ તોડી નાંખ્યા હતા. ભાજપના સાંસદ અર્જુન સિંહના જણાવ્યા અનુસાર, આ હુમલામાં 3 લોકો તેમજ તેમના ઘણા સાથીઓ શામેલ હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આ હુમલામાં બાળકો સહિત 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ભાજપના નેતા કૈલાસ વિજયવર્ગીયનું કહેવું છે કે, આ હુમલા પાછળ TMCના લોકો શામેલ છે.