ETV Bharat / bharat

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 3.68 લાખ કેસ નોંધાયા, કોરોના સંક્રમિતોની સંખ્યા 2 કરોડની નજીક પહોંચી - કોરોનાના ટેસ્ટિંગની સંખ્યા

દેશભરમાં કોરોના વાઈરસની બીજી લહેર ચાલી રહી છે ત્યારે દેશભરમાં તમામ જગ્યાએ કોરોનાના ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવી રહી છે. બીજી તરફ હોસ્પિટલ્સમાં ઓક્સિજન અને બેડની સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 3.68 લાખ કોરોનાના નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 2 કરોડની નજીક પહોંચી ગઈ છે.

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 3.68 લાખ કેસ નોંધાયા, કોરોના સંક્રમિતોની સંખ્યા 2 કરોડની નજીક પહોંચી

author img

By

Published : May 3, 2021, 11:31 AM IST

  • દેશભરમાં રેલવે મંત્રાલય 4,000 આઈસોલેશન કોચ તૈયાર કરશે
  • આ આઈસોલેશન કોચમાં 64,000 બેડની સુવિધા કરવામાં આવી
  • દેશમાં અત્યાર સુધી 15 કરોડથી વધુ લોકોનું વેક્સિનેશન કરાયું

નવી દિલ્હીઃ કોરોનાના દર્દીઓની સેવા કરવા માટે હવે રેલવે મંત્રાલય આગળ આવ્યું છે. રેલવે મંત્રાલયે કહ્યું હતું કે, દેશભરમાં 4,000 આઈસોલેશન કોચ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં 64,000 બેડ ઉપલબ્ધ છે. એક તરફ દેશભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તો બીજી તરફ કોરોના વેક્સિનેશનમાં પણ વધારો થઈ રહ્યો છે. દેશમાં અત્યાર સુધી 15,71,98,207 લોકોનું કોરોના વેક્સિનેશન થઈ ચૂક્યું છે.

આ પણ વાંચોઃ સોમવારે ઉતર પ્રદેશમાં 6,850 નવા કોરોના દર્દીઓનો વધારો જોવા મળ્યો

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3,68,147 કેસ નોંધાયા હતા. જ્યારે 3,00,732 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 3,417 લોકોનું મૃત્યુ થયું છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1,99,25,604 થઈ ચૂકી છે. દેશમાં અત્યાર સુધી 1,62,93,003 લોકો કોરોનામાંથી સાજા થયા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાના કારણે 2,18,959 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ અત્યારે દેશમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ 34,13,642 છે.

આ પણ વાંચોઃ ગીર સોમનાથ અપડેટ: રવિવારે 102 કોરોના પોઝિટિવ કેસ

ઓડિશામાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 71,835 થઈ

તેલંગાણામાં રવિવારે કોરોનાના નવા 5,695 કેસ નોંધાયા છે. જ્યારે 6,206 લોકો ડિસ્ચાર્જ થયા છે. તો ઓડિશામાં કોરોનાના નવા 8,914 કેસ નોંધાયા હતા. જ્યારે 6,527 લોકો ડિસ્ચાર્જ અને 5 લોકોના મોત થયા હતા. આ સાથે જ ઓડિશામાં કોરોનાના કુલ સક્રિય કેસ 71,835 છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.