ETV Bharat / bharat

Babri Masjid: બાબરી મસ્જિદના વિધ્વંસના 29 વર્ષ બાદ, આ રીતે દેશનું ચૂંટણી રાજકારણ બદલાયું - 29 YEARS OF THE DEMOLITION OF BABRI MASJID

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 6 ડિસેમ્બર 1992ના રોજ રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ (Ramjanmabhoomi Babri Masjid) સંકુલમાં વિવાદિત માળખું તોડી પાડવામાં આવ્યું હતું. આ ઘટનાના 10 દિવસ પછી ભારત સરકારે તપાસ માટે લિબરહાન કમિશનની (Liberhan Commission) રચના કરી હતી. આ ઘટનાને ભારતીય રાજનીતિના ઈતિહાસમાં (history of Indian politics) 'ટર્નિંગ પોઈન્ટ' (Turning point) તરીકે ગણવામાં આવે છે.

Babri Masjid: બાબરી મસ્જિદના વિધ્વંસના 29 વર્ષ બાદ, આ રીતે દેશનું ચૂંટણી રાજકારણ બદલાયું

author img

By

Published : Dec 6, 2021, 8:39 AM IST

  • 6 ડિસેમ્બર 1992ના રોજ બાબરી મસ્જિદનું માળખું કાર સેવકોના ઉગ્ર ટોળાએ તોડી નાખ્યુ હતું
  • બાબરી મસ્જિદના વિધ્વંસની 29મી વર્ષગાંઠ નિમિત્તે અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા કરાઈ
  • દર વર્ષે 6 ડિસેમ્બરે હિંદુ સમુદાય શૌર્ય દિવસ અને મુસ્લિમ સમુદાય યોમ ગમ ઉજવે છે

હૈદરાબાદઃ અયોધ્યામાં 5 ઓગસ્ટના રોજ રામ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટના (Supreme Court verdict) નિર્ણય બાદ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ શરૂ થઈ ગયું છે, પરંતુ તેની પાછળનો ઈતિહાસ એવો બની ગયો છે કે, ભારતીય રાજકારણની સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. 6 ડિસેમ્બર 1992નો દિવસ માત્ર ઉત્તર પ્રદેશ માટે જ નહીં પરંતુ દેશ અને દુનિયા માટે પણ મહત્વપૂર્ણ બની ગયો કારણ કે, આ દિવસે કંઈક એવું બન્યું જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. 6 ડિસેમ્બર 1992ના રોજ વિવાદિત બાબરી મસ્જિદનું માળખું કાર સેવકોના ઉગ્ર ટોળા દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. તે પછી જે થયું તે ઇતિહાસના પાનાઓમાં નોંધાયેલું છે અને લોકો તેનું પોતાની રીતે અર્થઘટન કરે છે.

બાબરી મસ્જિદના વિધ્વંસની તપાસ માટે લિબરહાન કમિશનની રચના કરી હતી.

ભારત સરકારે 1992માં બાબરી મસ્જિદના વિધ્વંસની તપાસ માટે લિબરહાન કમિશનની (Liberhan Commission) રચના કરી હતી. જેમનો કાર્યકાળ લગભગ 17 વર્ષ સુધી ચાલ્યો હતો. તેના અધ્યક્ષ ભારતની સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ (President retired Judge of the Supreme Court of India) મનમોહન સિંહ લિબરહાનને બનાવ્યા હતા. કેન્દ્ર સરકારને આ કમિશનને પોતાનો રિપોર્ટ રજૂ કરવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. પરંતુ તેનો કાર્યકાળ 48 વખત લંબાવવામાં આવ્યો હતો. જેની સાથે તે સૌથી લાંબો સમય ચાલનાર તપાસ પંચ બની ગયું હતુ. માર્ચ 2009માં તપાસ પંચને ત્રણ મહિનાનો વધારાનો સમય આપવામાં આવ્યો હતો. પરંતુ આજે પણ ટ્રાયલ ચાલુ છે

દર વર્ષે 6 ડિસેમ્બરે હિંદુ સમુદાય શૌર્ય દિવસ અને મુસ્લિમ સમુદાય યોમ ગમ ઉજવે છે

તેમજ દર વર્ષે 6 ડિસેમ્બરે હિંદુ સમુદાય શૌર્ય દિવસ અને મુસ્લિમ સમુદાય યોમ ગમ ઉજવે છે. ત્યારે રામ મંદિર પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય રામ લલ્લાના પક્ષમાં આવ્યો છે અને હવે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ પણ શરૂ થઈ ગયું છે. આમ છતાં 6 ડિસેમ્બરે સુરક્ષા વ્યવસ્થા યોગ્ય રીતે જાળવવામાં આવે છે.

આ પણ વાંચો: રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ, વાંચો 500 વર્ષમાં શું શું થયું?

ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા

ધાર્મિક નગરી અયોધ્યામાં વિવાદિત માળખાના વિધ્વંસની 29મી વર્ષગાંઠ નિમિત્તે અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે. જો કે છેલ્લા બે વર્ષથી ભૂતકાળમાં યોજાતા પરંપરાગત કાર્યક્રમો શાંતિ અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને યોજવામાં આવતા નથી. આમ છતાં આ દિવસની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે.

આ પણ વાંચો: બાબરી વિધ્વંસ કેસ: ઐતિહાસિક ચુકાદાનો દિવસ

SSP શૈલેષ પાંડેના નેતૃત્વમાં અયોધ્યામાં એક ચેકિંગ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું

વિવાદિત માળખાને તોડી પાડવાની વર્ષગાંઠની પૂર્વસંધ્યાએ SSP શૈલેષ પાંડેના નેતૃત્વમાં અયોધ્યામાં એક ચેકિંગ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું. પ્રવેશના તમામ માર્ગો પર વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. 6 ડિસેમ્બરના રોજ અયોધ્યામાં પ્રવેશતા તમામ બહારના લોકોના આધાર કાર્ડ અને ઓળખ કાર્ડની તપાસ કરવામાં આવશે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બંને સમુદાયોને આ દિવસે શાંતિ અને વ્યવસ્થા જાળવવામાં જિલ્લા વહીવટીતંત્રને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

અયોધ્યામાં શ્રદ્ધાળુઓનું આગમન વધી ગયું છે

અયોધ્યાની સુરક્ષાને લઈને SSP શૈલેષ પાંડેએ કહ્યું કે, અયોધ્યામાં શ્રદ્ધાળુઓનું આગમન વધી ગયું છે. આવી સ્થિતિમાં અયોધ્યાની સુરક્ષા પહેલાથી જ મોટા પાયે કરવામાં આવી છે. પોલીસ પ્રશાસનની વ્યવસ્થા બે બાબતો પર આધારિત છે. એક તો સુરક્ષામાં કોઈ બાંધછોડ નથી, બીજું સુરક્ષા માટે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. જેમાં સિવિલ પોલીસ પીએસી અને અન્ય સુરક્ષા એજન્સીઓ તૈનાત કરવામાં આવી છે. સુરક્ષામાં પણ બાતમીદારો તૈનાત કરવામાં આવ્યા છે જેથી જો આવી કોઈ ઘટના બને તો માહિતી મેળવી શકાય.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.