ETV Bharat / bharat

Operation Ganga: યુક્રેનમાંથી અત્યાર સુધીમાં 2,000 ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા, સરકારનો દાવો

ભારત સરકારે ઓપરેશન ગંગા હેઠળ (Ukraine Russia war) અત્યાર સુધીમાં 2,000 ભારતીયોને યુક્રેનમાંથી બહાર કાઢ્યા (Russian invasion of ukraine) છે. આમાં, લગભગ 1,000 ભારતીય નાગરિકો રોમાનિયા (Indians evacuvated from ukraine) અને હંગેરી થઈને બહાર આવ્યા છે અને અન્ય 1,000 લોકોને યુક્રેનથી રોડ માર્ગે બહાર કાઢવામાં (Operation Ganga) આવ્યા છે.

Operation Ganga: યુક્રેનમાંથી અત્યાર સુધીમાં 2,000 ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા

author img

By

Published : Feb 28, 2022, 7:20 AM IST

નવી દિલ્હી: વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ રવિવારે જણાવ્યું હતું કે, ભારતે અત્યાર (Ukraine Russia war) સુધીમાં તેના લગભગ 2,000 નાગરિકોને યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી બહાર કાઢ્યા છે અને પડોશી દેશોની સરહદો પર સ્થિત વિવિધ ટ્રાન્ઝિટ પોઈન્ટ દ્વારા ત્યાં ફસાયેલા અન્ય નાગરિકોને બહાર કાઢવાના પ્રયાસો (Indians evacuated from ukraine) ચાલુ છે. પત્રકારો સાથે વાત કરતા શ્રીંગલાએ કહ્યું કે, તેમણે યુક્રેન અને રશિયાના રાજદૂતો સાથે અલગ-અલગ બેઠકો કરી છે અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે યુક્રેનમાં રહેતા ભારતીય નાગરિકોનું લોકેશન શેર કર્યું છે.

આ પણ વાંચો: Russia-Ukraine war : PM મોદીની ઉચ્ચ સ્તરીય બેઠક, ભારતીયોની સુરક્ષા સર્વોપરી

ભારતીય નાગરિકોને તબક્કાવાર બોર્ડર પોઈન્ટ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે

વિદેશ સચિવે જણાવ્યું હતું કે, હંગેરી અને રોમાનિયામાં (Russian invasion of ukraine) સરહદ પાર કરવી સરળ છે, પરંતુ પોલેન્ડ સાથેની સરહદ પરના તમામ ટ્રાન્ઝિટ પોઈન્ટ્સ વિદેશી નાગરિકો અને યુદ્ધને કારણે યુક્રેન છોડીને જતા દેશોના પ્રવાહને કારણે અવરોધિત છે. 'આ સમસ્યાનું કારણ છે,' શ્રિંગલાએ કહ્યું કે, હંગેરી, રોમાનિયા અને સ્લોવાકિયાની સરહદો નજીક રહેતા ભારતીય નાગરિકોને તબક્કાવાર બોર્ડર પોઈન્ટ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.

Operation Ganga
Operation Ganga

1,000 ભારતીય નાગરિકો રોમાનિયા અને હંગેરી થઈને બહાર આવ્યા

'યુક્રેનના પૂર્વ અને દક્ષિણ-પૂર્વીય શહેરોમાં (indians stranded in ukraine) કેટલા ભારતીય નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓ હાજર છે, તેમની માહિતી ત્યાં છે. કમનસીબે આ વિસ્તારોમાં સંઘર્ષ ચાલી રહ્યો છે અને તેઓ મુક્ત હિલચાલ માટે સલામત માનવામાં આવતા નથી, અમે તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો માર્ગ શોધીશું. લગભગ 1,000 ભારતીય નાગરિકો રોમાનિયા અને હંગેરી થઈને બહાર આવ્યા છે અને અન્ય 1,000 લોકોને યુક્રેનમાંથી રોડ માર્ગે બહાર કાઢવામાં આવ્યા છે. કિવમાં લગભગ 2,000 ભારતીયો હતા અને તેમાંથી ઘણા દેશના પશ્ચિમી ભાગ તરફ જતા રહ્યા છે.

જીનીવામાં અમારા પ્રતિનિધિએ ICRCના પ્રમુખ સાથે મુલાકાત કરી

યુક્રેનમાં ઇન્ડિયન એમ્બેસી સલાહ (Indian Embassy in Ukraine) આપી છે કે, કિવ સહિત દેશના પૂર્વ ભાગમાં રહેતા લોકો સંઘર્ષની ઝપેટમાં ન આવે તે માટે પશ્ચિમી ક્ષેત્રમાં જાય અને નજીકના સરહદી બિંદુ સુધી પહોંચવાનો પ્રયાસ કરે. “અમે જીનીવામાં ઇન્ટરનેશનલ કમિટી ઓફ રેડ ક્રોસ (ICRC)નો પણ સંપર્ક કર્યો છે. જીનીવામાં અમારા કાયમી પ્રતિનિધિએ ICRCના પ્રમુખ સાથે મુલાકાત કરી છે.

આ પણ વાંચો: Ukraine crisis : ઓપરેશન ગંગામાં પાકિસ્તાન તરફથી પણ મળી મદદ, સાંભળો એર ઈન્ડિયાના ક્રૂ મેમ્બર્સના અનુભવ

વિદેશ મંત્રાલયે ટ્વિટર પર OpGanga હેલ્પલાઇન નામનું એકાઉન્ટ બનાવ્યું

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને મદદ (Operation Ganga) કરવા માટે, વિદેશ મંત્રાલયે ટ્વિટર પર OpGanga હેલ્પલાઇન (OpGanga helpline on Twitter) નામનું એક એકાઉન્ટ બનાવ્યું છે, જેના દ્વારા લોકો મદદ મેળવી શકે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વિટ કર્યું કે, યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવામાં મદદ કરવા માટે એક સમર્પિત ટ્વિટર હેન્ડલ બનાવવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.