- ભારતીય જળસીમાંથી અઠવાડિયામાં અનેક માછીમારોના અપહરણ થતા માછીમારોમાં રોષ ભભૂકયો
- પાકિસ્તાનની હરકતો સામે ભારત સરકાર ક્યારે પગલાં ભરશે
- પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં 1125થી વધુ બોટ ઝડપાઇ
- બોટ અને માછીમારોના આંકડામાં વધારો થઇ શકે તેવી શકયતાઓ જોવા મળી રહી છે
પોરબંદર: એક તરફ આતંકવાદીઓથી બચવા માટે ભારત સરકાર દ્વારા સુરક્ષાના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે અને દરિયાઇ કિનારાથી પાકિસ્તાનીઓ પણ કોઈ હરકત ન કરે તે માટે દરિયાઈ સીમા સુરક્ષા વધારી દેવામાં આવી છે, પરંતુ છેલ્લા અઠવાડિયામાં પાકિસ્તાન મરીન દ્વારા બોટ અને 115 જેટલા માછીમારોના અપહરણ કરવામાં આવ્યા હતા. જેથી ભારતીય માછીમારોની સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થતા જોવા મળ્યા છે.
આ પણ વાંચોઃ પાકની નાપાક હરકતઃ ઓખાની 2 બોટ અને 20 માછીમારોનું પાકિસ્તાન સિક્યુરીટી એજન્સીએ કર્યું અપહરણ
પાકિસ્તાન દ્વારા પકડવામાં આવલી ભારતીય બોટ અને માછીમારોની સંખ્યામાં થઈ શકે છે વધારો
છેલ્લા અઠવાડિયામાં પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્વારા ભારતીય માછીમારોને બંધક બનાવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. પ્રથમ રાઉન્ડમાં 4 બોટ અને 24 માછીમારો તથા બીજા રાઉન્ડમાં 2 બોટ તથા 11 માછીમારો અને ત્રીજા રાઉન્ડમાં 7 બોટ અને 40 માછીમારો તથા ચોથા રાઉન્ડમાં 7 તથા 40 માછીમારો મળી કુલ 20 બોટ અને 115 જેટલા માછીમારોના અપહરણ માત્ર એક અઠવાડિયામાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યા છે. નેશનલ ફોરમના મનીષ લોઢારીના જણાવ્યા અનુસાર આ ઝડપાયેલી બોટ અને માછીમારોના આંકડામાં વધારો પણ થઇ શકે તેવી શકયતાઓ જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃ પાક.ની નાપાક હરકત, દેવલાભ નામની બોટ પર કર્યું ફાયરિંગ: ખલાસી ઈજાગ્રસ્ત
માછીમારોનાં અપહરણ અંગે સરકાર દ્વારા કડક પગલાં ભરવામાં આવે તેવી માગ
પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં 1125 થી પણ વધુ બોટ ઝડપાઇ છે અને હાલ પાકિસ્તાનની જેલમાં 500થી વધુ માછીમારો સબળી રહ્યા છે, ત્યારે મનીષ લોઢારીએ જણાવ્યુ હતુ કે પાકિસ્સતાન દ્વારા કરવામાં આવેલા અપહરણ બાદ સરકારને અપીલ કરાઇ છે કે આ ઘટના અંગે કડક પગલા ભરવામાં આવે અને પાકિસ્તાનની આ હરકતને રોકવામાં આવે તેવી ઉગ્ર માગ કરવામાં આવી છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા અપહરણમાં કેટલાક એવા માછીમારો છે જેમના પરિવારના મુખ્ય વ્યક્તિ જ પાકિસ્તાનમાં ઝડપાઇ ગયા છે અને તે માછીમારોનાં અનેક પરિવાર નોધારા બની ગયા છે.