- બિહટા IIT કેમ્પસમાં 15 વિદ્યાર્થીઓને કોરોનાથી સંક્રમિત
- 41 વિદ્યાર્થીઓનું કોરોના પરીક્ષણ કરવામાં આવ્યું હતું
- શૈક્ષણિક સત્ર સહિતની તમામ પ્રવૃત્તિઓ બંધ કરી દેવામાં આવી
પટના (બિહટા) : બિહારમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. આ દરમિયાન IIT બિહટા(IIT પટના બિહાર)માં કોરોનાનો 'બોમ્બ' ફૂટ્યો છે. અહીં એક સાથે 15 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી અનુસાર, હોળીની રજા બાદ વિદ્યાર્થીઓ ઘરેથી કેમ્પસમાં પરત ફર્યા હતા. પટના જિલ્લાઅધિકારી ચંદ્રશેખર પ્રસાદે આ વાતની પુષ્ટિ કરી છે.
આ પણ વાંચો : જોધપુર IITમાં કોરોનાના 14 નવા કેસ સામે આવ્યા
15 પોઝિટિવ વિદ્યાર્થીઓમાંથી 13માં કોઈ લક્ષણો જોવા મળ્યા નથી
IIT કેમ્પસમાં પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ તેઓના સંપર્કમાં આવેલા 41 વિદ્યાર્થીઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં 12 વધુ વિદ્યાર્થીઓને ચેપ લાગ્યો છે. આમાંના 13 વિદ્યાર્થીઓમાં કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. બધાને કેમ્પસમાં અલગ કરી દેવામાં આવ્યા છે. શૈક્ષણિક સત્ર સહિતની તમામ પ્રવૃત્તિઓ બંધ કરી દેવામાં આવી છે. છોકરાઓની હોસ્ટેલમાંંથી આ ઘટના બાદ ફરિયાદ મળી હતી. તેને એક કન્ટેટમેંટ ઝોન બનાવીને સમગ્ર વિસ્તારને સેનેટાઇઝ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : IIT ગાંધીનગરના 25 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો