ETV Bharat / bharat

World Radio Day 2022 : જાણો રેડિયોનો ઈતિહાસ અને તેનાથી સંબંધિત વિશેષ બાબતો - ગુગલીએલ્મો માર્કોનીવનો રેડિયો

વિશ્વ રેડિયો દિવસ (World Radio Day 2022) પર ETV ભારત તમને રેડિયોનો ઈતિહાસ અને આ દિવસની ઉજવણી સાથે સંબંધિત અનેક વિશેષ બાબતો જણાવશે. રેડિયોએ કઈ રીતે ભારતમાં તેમજ વૈશ્વિક સ્તરે તેની ખ્યાતિ મેળવી છે. ચાલો જાણીએ...

World Radio Day 2022
World Radio Day 2022
author img

By

Published : Feb 13, 2022, 8:43 AM IST

ન્યૂઝ ડેસ્ક: કોઈનું બાળપણ રેડિયોની (World Radio Day 2022) મદદથી પસાર થાય છે તો કોઈની વૃદ્ધાવસ્થા. આ દેશે જે રીતે આઝાદીની ઘોષણા સાંભળી તેનું માધ્યમ પણ રેડિયો જ હતું. દેશમાં જ્યારે ઈમરજન્સી આવી ત્યારે એ જાહેરાત પણ તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ કરી હતી, જેમણે આખા દેશને હચમચાવી નાખ્યો હતો.

રેડિયો પ્રત્યે લોકોનો ક્રેઝ

આજે વિશ્વ રેડિયો દિવસ છે. વર્તમાન સમયમાં સ્માર્ટફોનનો ટ્રેન્ડ હોવા છતાં રેડિયો પ્રત્યે લોકોનો ક્રેઝ (People's craze for radio) આજે પણ ઓછો થયો નથી. ETV ભારત આજે તમને રેડિયો સાથે જોડાયેલી ખાસ વાતો વિશે માહિતગાર કરશે. આજે પણ લોકો પાસે જૂના સમયના રેડિયો જોવો મળે છે, પરંતુ આધુનિક સમયમાં લોકોમાં ક્યાંક ને ક્યાંક રેડિયોનું મહત્વ જતું રહ્યું છે. જે રીતે લોકો સવારે ઉઠીને દિવસના સમાચાર સાંભળવા રેડિયો પાસે બેસી જતા હતા. એન્ડ્રોઈડ ફોન હોવાને કારણે આજે દરેક વ્યક્તિ એ સમય ભૂલી રહ્યો છે.

આ પણ વાંચો: રેડિયોના શોખીન નિવૃત શિક્ષકે 125 જેટલા જૂના રેડિયોનો સંગ્રહ કર્યો

સોલન રેડિયો સર્વિસ નામની દુકાન

1957થી સોલન રેડિયો સર્વિસના (Solan Radio Service) નામથી સોલનમાં દુકાન ચલાવતા સુનીલ રાજુએ જણાવ્યું હતું કે, રેડિયોના જમાનામાં લોકો રેડિયો પાસે બેસીને દિવસભર સમાચાર અને ગીતો સાંભળતા હતા. તે સમય અલગ હતો, પરંતુ આધુનિક સમયમાં લોકોમાં તેનો ઉત્સાહ ઓસરી રહ્યો છે. તેમ છતાં, લોકો આજે પણ રેડિયો પર ગીતો અને સમાચાર સાંભળીને ખુશ જણાય છે.

વિશ્વ રેડિયો દિવસનો ઇતિહાસ

યુનેસ્કોના એક્ઝિક્યુટિવ બોર્ડે જનરલ કોન્ફરન્સને વિશ્વ રેડિયો દિવસ (History Of Radio Day) જાહેર કરવાની ભલામણ કરી હતી. 2011 માં યુનેસ્કોએ એક વ્યાપક પરામર્શ પ્રક્રિયા હાથ ધરી હતી અને આ પણ સ્પેન દ્વારા પ્રસ્તાવિત છે. 1946 માં યુનાઇટેડ નેશન્સ રેડિયોએ આખરે પ્રથમ કોલસાઇન પ્રસારિત કર્યું હતું. યુનેસ્કોના 36માં સત્રમાં 13 ફેબ્રુઆરીને વિશ્વ રેડિયો દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 14 જાન્યુઆરી 2013ના રોજ યુનેસ્કોની વિશ્વ રેડિયો દિવસની ઘોષણાને ઔપચારિક રીતે સમર્થન આપ્યું હતું. યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના 67માં સત્રમાં 13 ફેબ્રુઆરીને વિશ્વ રેડિયો દિવસ તરીકે જાહેર કરવાનો ઠરાવ સ્વીકારવામાં આવ્યો હતો અને આ રીતે દર વર્ષે 13 ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: અભિવ્યક્તિની સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવા રેડિયો દિવસની ઉજવણી !

શું છે આ દિવસનું મહત્વ

વિશ્વ રેડિયો દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય રેડિયોનું મહત્વ વધારવા માટે જનતા અને મીડિયામાં જાગૃતિ ફેલાવવાનો છે. તે નિર્ણય લેનારાઓને રેડિયો દ્વારા માહિતી સ્થાપિત કરવા અને પ્રદાન કરવા, નેટવર્કિંગ વધારવા અને બ્રોડકાસ્ટર્સ વચ્ચે એક પ્રકારનું આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રદાન કરવા માટે પણ પ્રોત્સાહિત કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.