ETV Bharat / bharat

AMBEDKAR JYANTI 2023 : ડૉ.બાબાસાહેબ આંબેડકરની આજે 132મી જન્મજયંતિ - બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મ જયંતી

આજે સમગ્ર દેશ બંધારણના ઘડવૈયા એવા ડૉ. બાબાસાહેબ આંબેડકરની 132મી જન્મ જયંતીની ઉજવણી કરી રહ્યું છે. આંબેડકરનો બંધારણ ઘડવામાં અમુલ્ય ફાળો રહેલો છે. આજે આપણે તેમની જન્મ જયંતીના પાવન અવસર પર તેમના અમુક રોચક તથ્યો વિશે જાણીશું. આ એવા તથ્યો છે જેના વિશે લગભગ મોટા ભાગના લોકો જાણતા પણ નહિ હોય. તો ચાલો આજે તેના પર એક નજર નાખીએ...

Etv BharatAMBEDKAR JYANTI 2023
Etv BharatAMBEDKAR JYANTI 2023
author img

By

Published : Apr 14, 2023, 5:40 AM IST

અમદાવાદ: ડૉ. ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ 14મી એપ્રિલ 1891માં મહુ, મધ્ય પ્રદેશ મુકામે એક સામાન્ય અછૂત ગણાતા મહાર કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ રામજી માલોજી સક્પાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. ભીમરાવ આંબેડકર એ રામજી સક્પાલના ચૌદ સંતાનોમાંનું છેલ્લું સંતાન હતા. ભીમરાવના પિતા મિલિટરીમાં સુબેદારના હોદા પર હતા. લશ્કરની શાળામાં તેઓ હેડ માસ્ટર હતા. નાનપણથી જ બાળક ભીમરાવમાં માતાપિતાના સંસ્કારો ઉતર્યા, જયારે ભીમરાવ 6 વર્ષની ઉમરના થયા ત્યારે તેમની માતા ભીમાબાઈનું અવસાન થયું હતું.

ભીમરાવના કુટુંબમાં કોણ કોણ હતું: ભીમરાવના પિતાની અટક સક્પાલ હતી. તેઓ મૂળ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના અંબાવાડે ગામના વતની હતા. તેથી નિશાળમાં ભીમરાવની અટક આંબાવડેકર રાખવામાં આવેલી. પરંતુ નિશાળના એક શિક્ષક કે જે ભીમરાવને ખુબ ચાહતા હતા, તેમની અટક આંબેડકર હતી તેથી તેમણે ભીમરાવની અટક નિશાળના રજીસ્ટરમાં સુધારીને આંબાવડેકરને બદલે આંબેડકર રાખી. શરૂઆતની પ્રાથમિક કેળવણી ભીમરાવે મુશ્કેલીઓ વચ્ચે પૂરી કરી. અસ્પૃશ્યતાના કારણે તેઓએ ઘણું જ સહન કરવું પડ્યું હતું.

પ્રાથમિક શિક્ષણ: ભીમરાવના પિતાને મુંબઈમાં રહેવાનું થયું એટલે ભીમરાવે હાઇસ્કૂલનું શિક્ષણ મુંબઈની એલીફન્સ્ટન હાઇસ્કૂલમાં લીધું અને સને ૧૯૦૭માં મેટ્રીકની પરીક્ષા પસાર કરી.મેટ્રિક પાસ થયા પછી ભીમરાવના લગ્ન "રામી" નામની બાળા સાથે થયા. જેનું નામ ભીમરાવે પાછળથી "રમાબાઈ" રાખ્યું. ભીમરાવના કોલેજ શિક્ષણ માટે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્કોલરશીપની વ્યવસ્થા કરી, અને ભીમરાવ મુંબઈની પ્રખ્યાત એલીફન્સ્ટન કોલેજમાં દાખલ થયા. ભીમરાવે ઈ.સ. ૧૯૧૨માં અંગ્રેજી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સીટીની બી.એ.ની પરીક્ષા પસાર કરી. સ્નાતક થયા પછી ભીમરાવ વધુ અભ્યાસ કરી શકે એવા એમના કુટુંબના સંજોગો રહ્યા ન હતા.

આ પણ વાંચો: Mesh Sankranti 2023: મેષ સંક્રાંતિ ક્યારે છે? ગંગા સ્નાન અને દાનનું વિશેષ મહત્વ, આ રીતે કરો પૂજા

લશ્કરી અધિકારી તરીકે નિમણુંક: વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભીમરાવની નિમણુક રાજ્યના લશ્કરમાં એક લશ્કરી અધિકારી તરીકે કરી. વડોદરામાં યુવાન ભીમરાવે આભડછેટનાં લીધે ખુબ જ હેરાન થવું પડ્યું . આ સમયે ૨ ફેબ્રુઆરી ૧૯૧૩ના રોજ ભીમરાવના પિતા રામજી સક્પાલનું અવસાન થયું. ભીમરાવને નોકરીને તિલાંજલિ આપવી પડી. પિતાના મૃત્યુના કારણે મહત્વાકાંક્ષી ભિમરાવને ખુબજ દુ:ખ થયુ.આ સમયે વડોદરાના મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ કેટલાક તેજસ્વી અછૂત વિદ્યાર્થીઓને પોતાના ખર્ચે, ઉચ્ચ અભ્યાસ માટે, અમેરિકા મોકલવા માંગતા હતા. ભીમરાવની એ માટે પસંદગી થઈ. ૧૯૧૩ના જુલાઈનાં ત્રીજા અઠવાડિયામાં તેઓ ન્યુયોર્ક જવા રવાના થયા. અમેરિકાની પ્રખ્યાત કોલમ્બિયા યુનિવર્સિટીમાં ભીમરાવે ખંતપૂર્વક અભ્યાસ શરુ કર્યો. અભ્યાસના પરિપાક રૂપે ભીમરાવે 'પ્રાચીન ભારતીય વ્યાપાર' વિષય ઉપર મહાનિબંધ લખી ૧૯૧૫માં કોલમ્બિયા યુનિવર્સીટીની એમ.એ.ની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી. ત્યાર બાદ સતત અભ્યાસ ચાલુ રાખી ૧૯૧૬ માં એમણે પીએચ.ડી. માટે 'બ્રિટીશ ભારતમાં મુલ્કી અર્થવ્યવસ્થાનો વિકાસ' વિષય ઉપરનો મહાનિબંધ કોલમ્બિયા યુનિવર્સીટીને રજુ કરી પીએચ.ડી.ની પદવી મેળવી હતી.

સ્વતંત્ર ભારતમાં ડોક્ટર ભીમરાવ આંબેડકર: ભારતનું બંધારણ લખવા માટે નિયુક્ત કરવામાં આવેલી બંધારણ સભાએ વિવિધ મુદ્દાઓ પર વિચાર કરવા માટે 22 સમિતિ અને 7 પેટા સમિતિની રચના કરી હતી. જેમાં સૌથી મહત્વપૂર્ણ 29 ઓગસ્ટ 1947ના રોજ રચવામાં આવેલી ડ્રાફ્ટ કમિટી હતી. જેમાં અધ્યક્ષ અને 6 સભ્યો હતાં. ડોક્ટર ભીમરાવ આંબેડકર પણ તેમાંના એક હતા. સ્વતંત્ર ભારતમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરે દેશ પર તેમની અમીટ છાપ છોડી છે. તેઓ ઉચ્ચ શિક્ષિત, રાજનેતા, ન્યાયશાસ્ત્રના નિષ્ણાંત અને મહાન અર્થશાસ્ત્રી હતા.

આ પણ વાંચો: Ambedkar Jyanti 2023 : એક મહાનાયક જેણે હંમેશા કામદાર વર્ગ અને મહિલાઓના અધિકારોનું સમર્થન કર્યું અને બંધારણનું સન્માન આપ્યું

ડો. આંબેડકરના વિચાર ખુબ જ સ્પષ્ટ હતા: ભારતનું બંધારણ લખવા માટે નિયુક્ત કરવામાં આવેલી બંધારણ સભાએ વિવિધ મુદ્દાઓ પર વિચાર કરવા માટે 22 સમિતિ અને 7 પેટા સમિતિની રચના કરી હતી. જેમાં સૌથી મહત્વપૂર્ણ 29 ઓગસ્ટ 1947ના રોજ રચવામાં આવેલી ડ્રાફ્ટ કમિટી હતી. જેમાં અધ્યક્ષ અને 6 સદસ્યો હતાં. ગાંધીજીએ પણ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે, ડો. આંબેડકરના વિચાર ખુબ જ સ્પષ્ટ હતા. ગાંધીજીના મતાનુસાર આંબેડકર એ વાત જાણતા હતા કે, ભારત જેવા દેશમાં જ્યાં ભૌગોલિક સ્થિતિ, ધર્મ અને જાતિ ભિન્ન ભિન્ન છે એવા દેશ માટે યોગ્ય દિશા કઈ હોઈ શકે છે.

ડો. આંબેડકરે ખુદ 60થી વધુ દેશના બંધારણનો અભ્યાસ કર્યો હતો: બંધારણ સભામાં કોંગ્રેસની બહુમતી હોવા છતાં તમામ સભ્યોએ સર્વાનુમતે ડો. આંબેડકરના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. એ સમયે તેઓ કાયદા પ્રધાન હતા. બંધારણ સભા 11 વખત મળી. ડ્રાફ્ટ કમિટિના બધા સદસ્યો દ્વારા લેખિત અને મૌખિક રુપે આપવામાં આવેલા સૂચન રેકોર્ડ કરવામાં આવ્યા હતા. દરેક પ્રસ્તાવને લાંબી ચર્ચા, સમન્વય અને આંતરિક સહમતિ બાદ મંજૂર કરાઈ હતી. આ પ્રક્રિયાથી ડ્રાફ્ટ કમિટિના કામમાં ઘણો વધારો થયો હતો. દરેક ડ્રાફ્ટ તૈયાર કરવા માટે ડો. આંબેડકરે ખુદ 60થી વધુ દેશના બંધારણનો અભ્યાસ કર્યો હતો. 2 વર્ષ 11 મહિના અને 18 દિવસની લાંબી પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ કમિટિએ હિન્દી અને અંગ્રેજીમાં બે કોપી તૈયાર કરી હતી. જેમાં ડોક્ટર આંબેડકરનો અથાક પરિશ્રમ હતો. 115 દિવસની ચર્ચા અને 2473 સંશોધન બાદ 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ અપનાવવામાં આવ્યું હતું.

આંબેડકરે કહ્યું કે, બંધારણની દ્રષ્ટિએ સૌ સમાન છે: ભારતમાંથી પાકિસ્તાનના વિભાજનના કરવાના કડવા અનુભવ સિવાય આંબેકરે વધુ રાજ્યોના વિભાજનની ઇચ્છા કરી નહતી. દેશમાં સાર્વભૌમત્વ લાવવાનો તેમનો પ્રયાસ સરાહનીય હતો. ન્યાયતંત્રની સ્થાપના, બધા માટે એક નાગરિકત્વ અને કોઈપણ વિશેષ સવલત વિના બધા માટે સમાન ન્યાયના તેઓ પક્ષધર હતા. આંબેડકરે કહ્યું કે, બંધારણની દ્રષ્ટિએ સૌ સમાન છે. ઉપરાંત તેમણે 'એક વ્યક્તિ એક મત'ની નીતિ પર ભાર મૂક્યો હતો. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉત્થાન માટે, તેમજ તેમને સમાન તક મળી રહે તે માટે તેમણે વિધાનસભાઓમાં અનામત મત વિસ્તારોની વાત કરી અને તેમાં સફળ પણ રહ્યાં હતા.

બંધારણ લખવા માટે રાત દિવસની સતત મહેનત: ડો. આંબેડકરે રોજગાર અને શિક્ષણ ક્ષેત્રમાં એસસી, એસટી અને ઓબીસીના અનામતનો 10 વર્ષ માટે પ્રસ્તાવ મુક્યો હતો. સરકારને આગ્રહ કર્યો હતો કે, એ વાતનું વિશેષ ધ્યાન રાખવામાં આવે કે, પછાત વર્ગના લોકોનું જીવન ધોરણ દેશના સવર્ણ લોકોના જીવન ધોરણને બરાબરી સુધી પહોંચે. બંધારણ લખવા માટે રાત દિવસની સતત મહેનતને કારણે તેમની તબિયત ખરાબ થઈ. સતત વાચનને કારણે તેમની આંખ પણ નબળી પડી. આ જ રીતે સતત બેસવાથી પીઠ અને ગોઠણના દુખાવાની પણ તકલિફ થવા લાગી. અનિયમિત જીવનશૈલી અને ઓછી ઉંઘને કારણે ડાયાબિટીઝ પણ થયું. અનેક બિમારીઓનો સામનો કરતા આખરે 6 ડિસેમ્બર 1956ના દિવસે તેમનું અવસાન થયું હતુ.

મહાન અર્થશાસ્ત્રી હતા: સ્વતંત્ર ભારતમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરે દેશ પર તેમની અમીટ છાપ છોડી છે. તેઓ ઉચ્ચ શિક્ષિત, રાજનેતા, ન્યાયશાસ્ત્રના નિષ્ણાંત અને મહાન અર્થશાસ્ત્રી હતા. તેમણે લાખો દલિતો અને સમાજના પછાત વર્ગના સશક્તિકરણ માટે લડાઈ લડી હતી. તેઓ હમેશા દેશની સંપ્રભુતા અખંડતા અને દરેક માટે સમાન અવસરના નિમાર્ણ માટે સંઘર્ષ કરતા રહ્યાં. તેમના નેતૃત્વમાં તૈયાર કરવામાં આવેલું દેશનું બંધારણ સાત દાયકાઓથી આપણું નેતૃત્વ કરે છે. અસ્પૃશ્યતા સામેની લડાઈ લડનારા મહાન નેતા આજે પણ દેશની જનતાના પ્રેરણા સ્તોત્ર છે.

બંધારણની રચના કરી: ભારતનું બંધારણ લખવા માટે નિયુક્ત કરવામાં આવેલી બંધારણ સભાએ વિવિધ મુદ્દાઓ પર વિચાર કરવા માટે 22 સમિતિ અને 7 પેટા સમિતિની રચના કરી હતી. જેમાં સૌથી મહત્વપૂર્ણ 29 ઓગસ્ટ 1947ના રોજ રચવામાં આવેલી ડ્રાફ્ટ કમિટી હતી. જેમાં અધ્યક્ષ અને 6 સદસ્યો હતાં. ગાંધીજીએ પણ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે, ડો. આંબેડકરના વિચાર ખુબ જ સ્પષ્ટ હતા. ગાંધીજીના મતાનુસાર આંબેડકર એ વાત જાણતા હતા કે, ભારત જેવા દેશમાં જ્યાં ભૌગોલિક સ્થિતિ, ધર્મ અને જાતિ ભિન્ન ભિન્ન છે એવા દેશ માટે યોગ્ય દિશા કઈ હોઈ શકે છે.

1949માં બંધારણ અપનાવવામાં આવ્યું: બંધારણ સભામાં કોંગ્રેસની બહુમતી હોવા છતાં તમામ સભ્યોએ સર્વાનુમતે ડો. આંબેડકરના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. એ સમયે તેઓ કાયદા પ્રધાન હતા. બંધારણ સભા 11 વખત મળી. ડ્રાફ્ટ કમિટિના બધા સદસ્યો દ્વારા લેખિત અને મૌખિક રુપે આપવામાં આવેલા સૂચન રેકોર્ડ કરવામાં આવ્યા હતા. દરેક પ્રસ્તાવને લાંબી ચર્ચા, સમન્વય અને આંતરિક સહમતિ બાદ મંજૂર કરાઈ હતી. આ પ્રક્રિયાથી ડ્રાફ્ટ કમિટિના કામમાં ઘણો વધારો થયો હતો. દરેક ડ્રાફ્ટ તૈયાર કરવા માટે ડો. આંબેડકરે ખુદ 60થી વધુ દેશના બંધારણનો અભ્યાસ કર્યો હતો. 2 વર્ષ 11 મહિના અને 18 દિવસની લાંબી પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ કમિટિએ હિન્દી અને અંગ્રેજીમાં બે કોપી તૈયાર કરી હતી. જેમાં ડોક્ટર આંબેડકરનો અથાક પરિશ્રમ હતો. 115 દિવસની ચર્ચા અને 2473 સંશોધન બાદ 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ અપનાવવામાં આવ્યું હતું.

1956માં અવસાન થયું: બંધારણના ઘડવૈયા ડૉ. આંબેડકરનું 6 ડિસેમ્બર 1956ના દિવસે અવસાન થયું હતુ, ત્યારે આ દિવસને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સ્વતંત્ર ભારતમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરે દેશ પર તેમની અમીટ છાપ છોડી છે. તેઓ ઉચ્ચ શિક્ષિત, રાજનેતા, ન્યાયશાસ્ત્રના નિષ્ણાંત અને મહાન અર્થશાસ્ત્રી હતા. આ ઉપરાંત મહિલાઓ, દલિતો અને સમાજના પછાત વર્ગના સશક્તિકરણ માટે લડાઈ લડી હતી. તેઓ હમેશા દેશની સંપ્રભુતા, અખંડતા અને દરેક માટે સમાન અવસરના નિમાર્ણ માટે સંઘર્ષ કરતા રહ્યાં હતા. તેમના નેતૃત્વમાં તૈયાર કરવામાં આવેલું દેશનું બંધારણ સાત દાયકાઓથી આપણું નેતૃત્વ કરે છે. અસ્પૃશ્યતા સામેની લડાઈ લડનારા મહાન નેતા આજે પણ દેશની જનતાના પ્રેરણા સ્તોત્ર છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.