ETV Bharat / bharat

દિલ્હીમાં અપ્રાકૃતિક સેક્સથી 12 વર્ષના કિશોરનું થયું મોત - અપ્રાકૃતિક સેક્સથી 12 વર્ષની કિશોરીનું મોત

નોર્થ ઈસ્ટ દિલ્હીના સીલમપુર વિસ્તારમાં અપ્રાકૃતિક સેક્સ કેસનો (Unnatural Sex Case In Seelampur Delhi) શિકાર બનેલ 12 વર્ષના કિશોરનું એલએનજેપી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. શનિવારે સવારે તેનું અવસાન થયું હતું.

દિલ્હીમાં અપ્રાકૃતિક સેક્સથી 12 વર્ષના કિશોરનું થયું મોત

author img

By

Published : Oct 1, 2022, 1:26 PM IST

નવી દિલ્હી : ઉત્તર પૂર્વ દિલ્હીના સીલમપુર વિસ્તારમાં અપ્રકૃતિક સેક્સના (Unnatural Sex Case In Seelampur Delhi) કિસ્સામાં 12 વર્ષના કિશોરનું (Boy Dies In Unnatural Sex Case In Seelampur Delhi) એલએનજેપી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. ડૉક્ટરોએ તેમને વેન્ટિલેટર પર મૂક્યા હતા, પરંતુ તેમની સ્થિતિમાં કોઈ સુધારો થયો ન હતો અને શનિવારે સવારે તેમનું મૃત્યુ થયું હતું. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે પણ આ અંગે ટ્વિટ કર્યું છે.

  • ये 12 साल का बच्चा अब हमारे बीच नहीं रहा। बच्चे ने बहुत दर्द सहा और आख़री दम तक लड़ता रहा। उसके क़ातिलों को सख़्त सज़ा होनी ही चाहिए!

    जब हमको इतना ग़ुस्सा आ रहा है और दर्द महसूस हो रहा है, सोचें उसके माँ बाप पे क्या बीत रही होगी। भगवान उनको इस मुश्किल समय में शक्ति दे। 🙏🏽 https://t.co/vql6LwqBoU

    — Swati Maliwal (@SwatiJaiHind) October 1, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અપ્રકૃતિક યૌન શોષણ અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો : એવું કહેવામાં આવ્યું હતું કે, પોલીસે ઘટના પછી પીડિત પરિવારનો સંપર્ક કર્યો હતો, જેના પર પરિવારે નિવેદન આપવાનો ઇનકાર કર્યો હતો. જોકે, બાદમાં પરિવારની સામાજિક સંસ્થા દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ પીડિતાના પરિવારે 24 સપ્ટેમ્બરે નિવેદન આપ્યું હતું. નિવેદનમાં એવું બહાર આવ્યું છે કે, આ દુષ્કર્મ કરનારા તમામ આરોપીઓની ઉંમર 10 થી 12 વર્ષની છે. આ ઉપરાંત આ આરોપીઓમાંથી એક પીડિતાનો પિતરાઈ ભાઈ છે. આરોપીઓ સામે અપ્રકૃતિક યૌન શોષણ અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધીને અત્યાર સુધીમાં 2ની અટકાયત કરવામાં આવી છે.

4 છોકરાઓએ ક્રૂરતાની તમામ હદ વટાવી : 25 સપ્ટેમ્બરે સીલમપુર વિસ્તારમાં 12 વર્ષના કિશોર સાથે 4 લોકો દ્વારા અપ્રકૃતિ સેક્સ કરવાનો મામલો સામે આવ્યો હતો. આ ઘટનામાં 4 છોકરાઓએ 12 વર્ષના કિશોર સાથે અપ્રકૃતિક સેક્સ (Unnatural Sex Case) કર્યું હતું. આટલું જ નહીં, તેણે ક્રૂરતાની તમામ હદ વટાવી દીધી હતી. કિશોરના પ્રાઈવેટ પાર્ટમાં સળિયો નાખ્યો હતો જેના પછી પરિવારના સભ્યોએ તેને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. આ સાથે પીડિતાના પરિવાર દ્વારા સીલમપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.

કિશોરે વિરોધ કર્યો તો તેને લાકડી અને ઈંટ વડે માર્યો માર : 22 સપ્ટેમ્બરે કિશોરે તેના પરિવારના સભ્યોને ઘટનાની વાત કહી હતી. કિશોરે જણાવ્યું હતું કે, વિસ્તારના 4 લોકો તેને અજાણ્યા સ્થળે લઈ ગયા હતા અને બધાએ તેની સાથે અપ્રકૃતિક સેક્સ (Unnatural Sex Case) કર્યું હતું. જ્યારે કિશોરે વિરોધ કર્યો તો તેને લાકડી અને ઈંટ વડે માર મારવામાં આવ્યો હતો અને તેના પ્રાઈવેટ પાર્ટમાં સળિયો નાખવામાં આવ્યો હતો. ફરિયાદ બાદ પોલીસે ગુનો નોંધ્યો હતો. દિલ્હી મહિલા આયોગે આ ઘટનાને લઈને દિલ્હી પોલીસને નોટિસ પાઠવી હતી, જેમાં દિલ્હીની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.