ETV Bharat / bharat

તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, વડાપ્રધાન મોદીએ દુખ વ્યક્ત કર્યું

author img

By

Published : Feb 12, 2021, 4:43 PM IST

Updated : Feb 12, 2021, 5:57 PM IST

તમિલનાડુના વિરુધાનગરમાં શુક્રવારે બપોરે એક ફટાકડાની ફેક્ટરીમાં ભિષણ આગ લાગી હતી. આ આગને કારણે અત્યાર સુધીમાં 11 લોકોનાં મોત નીપજ્યાં છે.

ફટાકડાની ફેક્ટરીમાં ભિષણ આગ
ફટાકડાની ફેક્ટરીમાં ભિષણ આગ
  • ફટાકડાની ફેક્ટરીમાં ભિષણ આગ
  • આગમાં 11 લોકોનાં મોત
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કર્યું

તમિલનાડુઃ તમિલનાડુના વિરુધાનગરમાં શુક્રવારે બપોરે એક ફટાકડાની ફેક્ટરીમાં ભિષણ આગ લાગી હતી. આ આગને કારણે અત્યાર સુધીમાં 11 લોકોનાં મોત નીપજ્યાં છે.

મોતની સંખ્યામાં હજું પણ વધારો થવાની શક્યતા

સાથુર નજીકના અંચનકુલમ ગામની ક્રેકર ફેક્ટરીમાં કર્મચારીઓ ત્યા કામ કરી રહ્યા હતા, ત્યારે આ આગ લાગી હતી. મોતની સંખ્યામાં હજું પણ વધારો થવાની શક્યતા છે, કારણ કે લગભગ એક ડઝનથી વધુ લોકોને ઇજાઓ પહોંચી છે, જેથી તેમની સારવાર કરવામાં આવી રહી છે.

વડાપ્રધાન મૃતકોને 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી

આ ઘટનાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાને કહ્યું કે, ફટાકડાની ફેક્ટરીમાં બનેલી આગની ઘટના દુખદ છે. આ દુખની ઘડીમાં પીડિત પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. વડાપ્રધાને કહ્યું કે ઉમ્મિદ કરૂ છું કે જે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે, તે જલ્દી જ સ્વસ્થ થઈ જાય. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાહત કોષમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 લાખ રૂપિયા આપવામાં આવશે.

તમિલનાડુના મુખ્યપ્રધાને મૃતકોને 3 લાખ આપવાની જાહેરાત કરી

આ ઘટનાને લઈને તમિલનાડુના મુખ્યપ્રધાન ઈકે પલાનીસ્વામીએ મૃતકોના પરિવારજનોને 3-3 લાખ રૂપિયાની મદદની ઘોષણા કરી છે. આ ઉપરાંત ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થયેલાને 1-1 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

10 લોકો ઈજાગ્રસ્ત

પોલીસે કહ્યું કે, આ બનાવ ત્યારે બન્યો જ્યારે ફટાકડા બનાવવા માટે કેટલાક કેમિકલ મિશ્રિત કરવામાં આવ્યાં હતાં. અચ્છનકુલમ ગામ સ્થિત કારખાનામાં લાગેલી આગને કાબૂમાં લેવા દસ ફાયર ટેન્ડરની ગાડીઓ કામે લાગી છે. આ આગની ઘટનામાં 10 લોકો ઈઝાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી છે.

Last Updated : Feb 12, 2021, 5:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.