- આ વર્ષે કોરોનાથી જીવ ગુમાવનારા લોકોના આંકડા 2020ની તુલનાએ ઝડપીથી વધારો
- કોરોનાને હરાવવા તમારી પાસે લડવાની શક્તિ અને આત્મવિશ્વાસ હોવો જરૂરી
- કોરોનાને સાવચેતી અને વિશ્વાસ જાળવીને કોરોનાને પરાજિત કરી શકાય
પટના: કોરોનાથી બિહાર સહિત સમગ્ર દેશ ત્રાહિમામ છે. ડોકટરો અને સંશોધનકારો પણ એવું માને છે કે, આ વર્ષે કોરોનાથી જીવ ગુમાવનારા લોકોના આંકડા 2020ની તુલનાએ ખૂબ ઝડપીથી વધી રહ્યા છે. આ લહેર પહેલા કરતા વધારે જોખમી છે. પરંતુ, એવું કહેવામાં આવી રહ્યું છે કે, કોરોના ભલે ગમે તેટલો મોટો અને મુશ્કેલ હોય કે કોઈ બિમારી હોય. જો તમારી પાસે લડવાની શક્તિ અને આત્મવિશ્વાસ છે, તો તેનાથી તમે બચી શકો છો. પાટનગર પટનાની મેજિસ્ટ્રેટ કોલોનીમાં રહેતી 105 વર્ષીય દેવંતી દેવી અને કોરોના વચ્ચેની લડાઇ, આવી જ એક જીતની કથા છે.
આ પણ વાંચો: ભાવનગરમાં 102 વર્ષના વૃદ્ધાએ કોરોનાને આપી મ્હાત
11 એપ્રિલે કોરોનાનાં લક્ષણો જોવા મળ્યાં
કોરોનાની નવી લહેર પહેલા કરતાં વધુ જોખમી છે. આ લહેર એક સાથે આખા કુટુંબને સંક્રમિત કરી રહી છે. રાજધાની પટનાની મેજિસ્ટ્રેટ કોલોનીમાં રહેતા ડો. ડી. એન. અકેલાના પરિવાર સાથે પણ કંઈક આવું જ બન્યું છે. ડોક્ટરના પરિવારના બધા લોકો કારોનાથી સંક્રમિત હતા. ડોક્ટર ડી.એન. પોતે 68 વર્ષ અને તેના પત્ની 61 વર્ષના છે. પરંતુ, આ પરિવાર ઘરમાં સૌથી મોટા સભ્ય 105 વર્ષની દેવંતિ દેવીની ચિંતામાં હતો. તે પણ કોરોના સંક્રમિત થયા હતા. આ દરમિયાન, ડોક્ટર ડી.એન. અકેલા જણાવે છે કે, 11મી એપ્રિલે તેના આખા કુટુંબને જાણ થઈ કે બધા કોરોનાથી સંક્રમિત છે.
આ પણ વાંચો: સુરતમાં નવી સિવિલ ખાતે સગર્ભા મહિલાએ 17 દિવસના અંતે કોરોનાને આપી મ્હાત
કોરોના પોઝિટિવ થવાથી પોઝિટિવિટી
આ 105 વર્ષીય દેવંતી દેવીનો આત્મવિશ્વાસ હતો, જેમણે કોરોના સામેની લડાઇમાં તેના અને તેના પરિવારને મદદ કરી. 105 વર્ષની દેવંતિ દેવી આજે કરોના સામેની જંગ જીતવામાં એક ઉદાહરણ તરીકે ઉભરી આવ્યા છે. તે લોકો માટે એક ઉદાહરણ છે. જે લોકો કોરોના મહામારી દરમિયાન થોડી તકલીફ થતા જ તુરંત હોસ્પિટલ અને ઓક્સિજન તેમજ નકારાત્મક વિચારને ધ્યાનમાં લાવે છે. દેવંતી દેવીએ કોરોનાને પરાજિત કરતા કહ્યું છે કે, જો રિપોર્ટ કોરોના પોઝિટિવ છે, તો પણ પોઝિટિવિટીને ધ્યાનમાં રાખો. સાવચેતી અને વિશ્વાસ જાળવીને કોરોનાને પરાજિત કરી શકાય છે.