સુરત પાંડેસરા વિસ્તારમાં કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને મોટી જનસભા સંબોધી હતી. જોકે આ પાંડેસરા વિસ્તારમાં ખૂબ જ મોટી સંખ્યામાં પરપ્રાંતી ભાઈઓ રહે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈને તેઓએ જન સંબોધન કર્યું હતું. ગુજરાતમાં કેટલાક લોકો ઝુઠું બોલીને માહોલ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ભારતીય જનતા પાર્ટી ધર્મેન્દ્ર પ્રધાને સંબોધન કરતા વધુ જણાવ્યું કે ઓરિસ્સામાં, આંધ્રપ્રદેશ, બેંગોળી, રાજસ્થાન હોય કે પછી ઉત્તર પ્રદેશના તમામ પર પ્રાંત ભાઈઓ ભારતીય જનતા પાર્ટીના (Bharatiya Janata Party) સાથે હોય છે. આ વખતે પણ અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર વિશ્વાસ મૂકીને આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં પણ ચમત્કારી બહુમત મળશે. ગુજરાતમાં કેટલાક લોકો ઝુઠું બોલીને માહોલ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે લોકો ગુજરાતના વિકાસ, નર્મદાનું પાણી ગુજરાતમા ના આવે તે માટે કેટલાક લોકો દ્વારા ષડયંત્ર કરવામાં આવ્યું હતું. જે લોકોએ ગુજરાતના છબી અને દુનિયામાં ખરાબ કરવાની કોશિશ કરી હતી. એ લોકો ફરી અન્ય નામોની પાર્ટીના નામ સાથે આવી ગયા છે. આ તમામ લોકોને ગુજરાતી જનતા આ વખતે ફરી જવાબ આપશે.
ઓડિશામાં શાસનમાં કેન્દ્રીય પ્રધાનએ વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ લાંબા સમય સુધી ઓડિશામાં શાસનમાં રહ્યું પણ છે. ઓડીસાથી કોંગ્રેસના નેતા અહીં પ્રચાર માટે આવે છે તેને લઈને કહ્યું કે, સુરતમાં ઓડિશાના ભાઈ બહેનો વચ્ચે છેલ્લા 30 વર્ષથી હું અહીં આવું છું. કોંગ્રેસ લાંબા સમય સુધી ઓડિશામાં શાસનમાં રહ્યું પણ છે. ઓડિશામાં જો તેઓ રોજગારની વ્યવસ્થા કરતે તો ઓરિસ્સાના ભાઈ બહેનોને સુરત આવવાની જરૂર પડતી ખરી? આ લોકો પોતે જ ગુનેગાર છે. ઓડીસા લોકોને પાછળ કરીને અહીં આવીને ખોટા આંસુઓ બતાવી રહ્યા છે. તેમના કેટલાક રાજ્યોમાં સરકાર પણ રહી છે. ત્યાંની પણ શું સ્થિતિ છે તે પણ જોવા લાયક છે. સુરતમાં રોજગારી માટે સારી વ્યવસ્થાઓ છે. જેથી દેશના લોકો અહીં આવે છે.