ETV Bharat / assembly-elections

વાઘોડિયાના MLA મધુ શ્રીવાસ્તવે ભાજપને કર્યા રામ રામ, અપક્ષ લડવાની તૈયારી - અપક્ષ લડવાની તૈયારી

વિધાનસભા ચૂંટણીમાં (Gujarat assembly election 2022) ઉમેદવારોના ફોર્મ ભરવાના ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ભાજપ દ્વારા વડોદરાના દબંગ ધારાસભ્યની દબંગાઈને શરણે ન થઈ અન્ય ઉમેદવારને ટિકિટ આપી છે. ત્યારે દબંગ નેતા દ્વારા ભાજપમાંથી રાજીનામું આપવામાં આવ્યું છે. મધુ શ્રીવાસ્તવે (Waghodia MLA Madhu Srivastav) ભાજપ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે.

વાઘોડિયાના MLA મધુ શ્રીવાસ્તવે ભાજપને કર્યા રામ રામ
waghodia-mla-madhu-srivastava-made-ram-ram-to-bjp-preparing-to-fight-as-an-independent
author img

By

Published : Nov 13, 2022, 1:52 PM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

વડોદરા: વિધાનસભા ચૂંટણીમાં (Gujarat assembly election 2022) ઉમેદવારોના ફોર્મ ભરવાના ગણતરીના કલાકો બાકી રહ્યા છે. કોંગ્રેસ (INDIAN NATIONAL CONGRESS) દ્વારા ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપમાં (bhartiya janta party) આંતરિક વિવાદ ખુબ વધી ગયો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે (Waghodia MLA Madhu Srivastav) ટિકિટ ન મળતાં વિરોધમાં આખરે ભાજપને રામ રામ કરી દીધા છે. સાથે જ મીડિયા સમક્ષ શ્રીવાસ્તવે સી.આર પાટીલને (BJP president CR PATIL) મોકલેલા રાજીનામુંને વાંચી સંભળાવ્યું હતું.

waghodia-mla-madhu-srivastava-made-ram-ram-to-bjp-preparing-to-fight-as-an-independent

ગૃહ રાજ્યમંત્રીને ધક્કો પડ્યો: ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લાની બેઠકો પર ઉમેદવારોની પસંદગીને લઈને ભાજપે આ વખતે ઘણા ફેરફાર કર્યા છે. તેના જ પરિણામે અનેક નેતાઓની ટિકિટ કપાઈ હતી. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની પણ ટિકિટ કપાઈ હતી. તેઓએ ભાજપ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. ટિકિટ કપાયા બાદ મધુ શ્રીવાસ્તવ પાર્ટીથી નારાજ હતા. આ સાથે જ તેમણે અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ગઈ કાલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી બળવાખોરોને મનાવવા માટે વડોદરા પહોંચ્યા હતા. જો કે મધુ શ્રીવાસ્તવે બહાનું કાઢીને હર્ષ સંઘવી સાથેની મુલાકાત ટાળી હતી.

અપક્ષ ચૂંટણી લડશે મધુ શ્રીવાસ્તવ: વડોદરામાં દબંગ ધારાસભ્યની છાપ ધરાવતા વાઘોડિયા મધુ શ્રીવાસ્તવ જેઓ અવાર નવાર તેઓની વિવાદિત નિવેદનોને લઈને ચર્ચામાં આવતા હોય છે. જેઓને ટિકિટ ન આપી ભાજપ દ્વારા જિલ્લા પ્રમુખ અશ્વિન પટેલને ટિકિટ આપતા મામલો ગરમાયો છે. ગુરુવારે સાંજના સુમારે મહાદેવ તળાવ નજીક આવેલ મધુ શ્રીવાસ્તવની ઓફીસે બેઠક મળી હતી. જે બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે મધુ શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવારી નોંધાવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે 'વર્ષોથી પાર્ટીએ કામ કર્યું પણ પાર્ટી એ મારી કદર ના કરી. આ નિર્ણય કાર્યકર્તાઓ સાથેની મીટીંગ બાદ લીધો છે.'

છેલ્લા 6 ટર્મથી વાઘોડિયા બેઠક પર દબદબો: વાઘોડિયા વિધાનસભા બેઠક વડોદરા જિલ્લામાં આવેલી છે અને વડોદરા લોકસભા બેઠક હેઠળ આવે છે. આ બેઠક પર 1962થી 1985 કોંગ્રેસનો કબજો હતો. જે બાદ 1995થી 2017 સુધી એટલે કે 6 ટર્મથી બાહુબલી નેતાની ઓળખ ધરાવતા મધુ શ્રીવાસ્તવ જીતતા આવ્યા છે. આપને જણાવી દઈએ કે, ગત 2017ની ચૂંટણીમાં આ બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ ઉભા રહ્યા હતા. તેઓને 52734 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર મધુ શ્રીવાસ્તવને 63,049 મત મળ્યા હતા. એટલે કે ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ તેમનો વિજય થયો હતો.

મતદારોની સંખ્યા: 2011ની વસ્તી ગણતરીના અંદાજ મુજબ, આ વિસ્તારમાં કુલ 3,57,883 વસ્તી છે. જેમાંથી 55.27 ટકા વસ્તી ગ્રામીણ છે અને 44.73 ટકા શહેરમાં વસવાટ કરે છે.

Last Updated : Nov 16, 2022, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.