ETV Bharat / assembly-elections

બુથ પર જવા અસમર્થ સિનિયર સિટિઝન આવી રીતે કરી શકે મતદાન

author img

By

Published : Nov 3, 2022, 7:49 PM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે કેન્દ્રીય ચૂંટણીપંચ (Election Commision Of India) દ્વારા દિવ્યાંગ અને કોવિડ સંક્રમિત મતદારોને અલગથી સુવિધા આપવામાં આવી છે. જે લોકો મતદાન મથકે આવવા માટે સમર્થ નથી તેના માટે આયોગે અલગ વ્યવસ્થા કરી છે. હવે ઘરે બેઠા પણ આ લોકો મતદાન કરી શકે છે. જાણો કેવી રીતે કરી શકાશે ઘરેથી મતદાન અને કોના માટે છે આ સુવિધા

બુથ પર જવા અસમર્થ સિનિયર સિટિઝન આવી રીતે કરી શકે મતદાન
બુથ પર જવા અસમર્થ સિનિયર સિટિઝન આવી રીતે કરી શકે મતદાન

નવી દિલ્હી: કેન્દ્રીય ચૂંટણીપંચે (Election Commision Of India) પત્રકાર પરિષદ યોજી 1 અને 5 ડિસેમ્બરે તારીખ જાહેર કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે(Gujarat Assembly Election 2022). જો કે ચૂંટણીપંચ દ્વારા દિવ્યાંગ અને કોવિડ સંક્રમિત (Covid 19) સહિત આ મતદાતાને વિશેષ સુવિધા અપાય છે. આ સિવાય 80 વર્ષની વયથી ઉપરના મતદાતા ઘરેથી વોટિંગ કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે.

ઘરે બેઠા સુવિધા: મુખ્ય કમિશનર રાજીવ કુમારે પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, 80 વર્ષથી વધુ ઉંમરના, દિવ્યાંગ અથવા કોવિડ સંક્રમિત લોકો જે મતદાન કરવા માગે છે, પરંતુ મતદાન બૂથ પર પણ ન આવી શકે એમ નથી, પંચ આવા મતદારોના ઘરે જઈને મતદાન કરવાની સુવિધા આપશે. મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે વૃદ્ધો અને દિવ્યાંગ મતદારોને પોસ્ટલ બેલેટની સુવિધા પૂરી પાડવામાં આવશે.

વીડિયોગ્રાફી થશે: જો કે નિષ્પક્ષતાની ખાતરી કરવા માટે સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવશે. આ મતદાતા પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે. આ માટે ચૂંટણી પંચની ટીમ આવા મતદારોને ફોન દ્વારા જાણ કરશે અને ત્યારબાદ ઘરે ઘરે પહોંચી બેલેટ પેપરનું કામ કરાવશે. આ માટે મતદાતાએ ફોર્મ 12D ફરીને આપવું પડશે. મહત્વનું છે કે ગુજરાતમાં કુલ 4.4 લાખ જેટલા મતદારો દિવ્યાંગ છે જ્યારે 80 વર્ષની વધુના ઉંમરના લોકોની વાત કરીયે તો તેનો આંકડો પણ 9 લાખ 87 હજાર જેટલો છે.

182 મતકેન્દ્રો તૈયાર થશે: જો કે દિવ્યાંગો માટે અલગથી વ્યવસ્થા કરીને 182 જેટલા મતદાન બુથ તૈયાર કરવામાં આવ્યા છે છતાં મતદાનમાં કોઈ સમસ્યા આવે તો તેઓ ઘરેથી મતદાન કરી શકશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આગામી 1 અને 5 ડિસેમ્બરે યોજાનાર છે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. આ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરી 8 ડિસેમ્બરે થશે. ગુજરાતમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન થશે. હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતનું પણ પરિણામ 8 મી ડિસેમ્બરે જાહેર થશે.

Last Updated : Nov 16, 2022, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.