અમદાવાદ અમદાવાદ ગ્રામ્યની વિરમગામ વિધાનસભા બેઠક જેમાં કૉંગ્રેસ માટે ફાયદાકારક રહી છે. કેમ છેલ્લા 10 વર્ષથી પોતાની સત્તા સાચવી રાખવામાં સફળ રહી છે. જયારે ભાજપ અહીંયા દરેક રીતે પ્રયત્ન કરવા તેમ છતાં ( VIP Seats Big Fight ) સફળ નથી. ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 વખતે ( Gujarat Assembly Election 2022 ) ભાજપ જૂના નેતાઓને સાઈડ લાઈન કરીને નવા અને તાજેતરમાં ભાજપ જોડાયેલ યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલ ( BJP Candidate Hardik Patel ) ટિકિટ આપવામાં આવી છે. જયારે કૉંગ્રેસે લાખા ભરવાડ ( Congress Candidate Lakha Bharvad ) અને આમ આદમી પાર્ટીએ કુંવરજી ઠાકોર ( Kuvarji Thakor) ને ટિકિટ આપી છે. જેથી આ બેઠક પર આ વખતે બિગ ફાઈટ જોવા મળશે.
વિરમગામ વિધાનસભા બેઠક પર કૉંગ્રેસ ઉમેદવાર લાખા ભરવાડ વિરમગામ વિધાનસભા બેઠક એ છેલ્લા 10 વર્ષથી કૉંગ્રેસનો ગઢ રહ્યો છે. ભાજપને સત્તા દૂર રાખવા માટે પણ અહીં કૉંગ્રેસ સફળ રહી છે. કૉંગ્રેસના દિગ્ગજ નેતા રિપીટ કરીને લાખા ભરવાડને ટિકિટ આપવામાં આવી છે. જે કૉંગ્રેસમાં ઘણા સમયથી સાથે સંકળાયેલા છેઅને ભરવાડ સમાજ પર મોટું વર્ચસ્વ ધરાવતા વ્યક્તિ છે. જેને લઈ ભરવાડ સમાજનો મોટાભાગનો વર્ગ લાખા ભરવાડ ( Congress Candidate Lakha Bharvad ) તરફ જોવા મળી આવે છે.
વિરમગામ વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર હાર્દિક પટેલ વિરમગામ વિધાનસભા બેઠક પર પાટીદાર યુવા નેતા અને કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને આવેલ હાર્દિક પટેલને ઉમેદવાર ( BJP Candidate Hardik Patel )તરીકે જાહેર કરવામાં આવ્યા છે. હાર્દિક પટેલ પાટીદાર આંદોલન વખતનો મુખ્ય ચહેરો હતો. EWS વર્ગ ધરાવતા લોકોને 10ટકા અનામત આપવા માટે અનામત આંદોલન હાથ ધરવામાં આવ્યું હતું. તેમાં મહત્વનો ભાગ ભજ્યો હતો. પાટીદાર આંદોલન પૂર્ણ થયા બાદ કોંગ્રેસ પક્ષમાં કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ આજ વર્ષે કૉગ્રેસ પાર્ટીને અલવિદા કહીને ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા અને પોતાના વિસ્તાર વિરમગામ વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને ઉમેદવાર તરીકે જાહેર ( Gujarat Assembly Election 2022 )કરવામાં આવ્યા છે.
આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુંવરજી ઠાકોર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિરમગામના ગ્રામ્ય વિસ્તારમાં ઠાકોર સમાજની અને ઓબીસી સમાજની વસ્તી વધારે પ્રમાણમાં છે. જેને કારણે આમ આદમી પાર્ટીએ ઠાકોર સમાજના અગ્રણી કુંવરજી ઠાકોર ( Kuvarji Thakor) ને ટિકિટ આપી છે. જે ઠાકોર સમાજના સક્રિય કાર્યકર્તા અને સામાજિક કાર્યકર્તા પણ છે.
વિરમગામના બેઠકનું મહત્વ આ બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા 2007માં કમાભાઈ રાઠોડ ઉમેદવારીમાં જીત મેળવી હતી. ત્યારબાદ ભાજપ અહીં વિજય મેળવવામાં સદંતર નિષ્ફળ રહી છે. 2012માં કોંગ્રેસના ધારાસભ્ય તેજશ્રીબેન પટેલે વિજય મેળવ્યો હતો. 2017માં કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને આવેલા તેજશ્રીબેનને ટિકિટ આપવામાં આવી હતી અને કોંગ્રેસ દ્વારા લાખા ભરવાડને ટિકિટ ( Congress Candidate Lakha Bharvad ) આપવામાં આવી હતી. જેમાં લાખા ભરવાડનો વિજય થયો હતો. આ વિધાનસભા બેઠકમાં રામપુરા, દેત્રોજ અને માંડલ ત્રણ તાલુકાઓનો સમાવેશ કરવામાં આવે છે. 2012 પહેલા સાણંદ -વિરમગામ વિધાનસભા બેઠક એક હતી. જેને 2012માં સાણંદ વિધાનસભા બેઠકને અલગ કરીને વિરમગામ વિધાનસભા બેઠક જ ( Gujarat Assembly Election 2022 ) રાખવામાં આવી છે.
વિરમગામના બેઠકના મતદારોની સંખ્યા વિરમગામ વિધાનસભા બેઠકના મતદારોની વાત કરવામાં આવે તો કુલ 3,02,547 મતદારો છે. પુરુષ મતદારની સંખ્યા 1,55,923 સ્ત્રી મતદારોની સંખ્યા 1,46,620 અને અન્ય 4 મતદારો છે.
ગુજરાત વિધાનસભાી ચૂંટણી 2017 પરિણામ 2017 વિધાનસભાની ચૂંટણીના પરિણામની વાત કરવામાં આવે તો ભાજપમાંથી તેજશ્રીબેન પટેલને ટિકિટ આપવામાં આવી હતી. જેમાં તેમને કુલ 69,630 અમે કૉંગ્રેસ ઉમેદવાર લાખા ભરવાડને 76,178 મત મળ્યા હતાં. જેમાં કૉંગ્રેસ ઉમેદવાર લાખા ભરવાડ ( Congress Candidate Lakha Bharvad ) નો 6548 મતથી વિજય થયો હતો.