અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) જેમ જેમ નજીક આવતી જાય છે. તેમ તેમ ગુજરાતના રાજકારણમાં ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ તો જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ આમ આદમી પાર્ટીના લીગલ સેલ દ્વારા કેન્દ્રીય ચૂંટણી પંચને (Central Election Commission) પત્ર લખવામાં આવ્યો છે. જેમાં ગુજરાતમાં આચાર સંહિતાનો ભંગ થયાની ફરિયાદ કરવામાં આવી છે.
આચાર સંહિતાનું ઉલ્લંઘન આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) લીગલ સેલે ગુજરાતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના કાર્યાલયોમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાના પ્રદર્શન હેતુ ભારતના મુખ્ય ચૂંટણી આયોગ અને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની સાથે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ ફરિયાદ દાખલ કરી છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના સરકારી કાર્યાલયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા મુખ્ય રીતે લગાવવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદીને ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક જાહેર કરવામાં આવ્યા છે. અને આ રીતે સ્ટાર પ્રચારકનો ફોટો લગાવીને તેઓ ભાજપની સંભાવનાઓનો પ્રચાર કરી રહ્યા છે. ફોટાઓને પોસ્ટ ઓફિસોમાં અને અહીં સુધી કે કાર્યાલયોમાં પણ લગાવી રાખ્યા છે. જ્યાં લોકો વારંવાર જતા હોય છે.
વડાપ્રધાન ફોટા ઢાંકવાની માંગણી વડાપ્રધાન ફોટા ઢાંકવામાં આવની માંગણી તેમને પત્રમાં જણાવ્યું હતું કે, સરકારી કાર્યાલયોમાં કોઇ પણ રાજકીય પાર્ટીના સ્ટાર પ્રચારકોના ફોટાઓનો પ્રભાવ ચૂંટણી પર અસર કરી શકે છે. રાજ્યમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી યોજવા માટે આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ઉપરોક્ત નિર્દેશો તાત્કાલિક પસાર કરવામાં આવી શકે છે. સાથે આમ આદમી પાર્ટી દ્વારા એ માંગણી કરવામાં આવી હતી કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સરકારી કાર્યાલયોને વડાપ્રધાનના ફોટાઓને હટાવવા કે રાજ્યમાં ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી એમને વ્યવસ્થિત રીતે ઢાંકવામાં આવે. જેથી ચૂંટણીમાં આચાર સંહિતા ઉલ્લંઘન થતું અટકાવી શકાય.