ETV Bharat / assembly-elections

આઝાદી બાદ દેશી રજવાડાઓ સક્રિય રાજકારણથી થયા દૂર; જાણો કયા રજવાડા છે હાલ પણ સક્રિય - લીમડાના રજવાડાના રાજવી શક્તિસિંહ ગોહિલ

આઝાદી બાદ દેશમાં લોકતંત્રની સ્થાપના થઇ. જો કે ત્યારબાદ પણ દેશી રજવાડાના રાજવીઓનું રાજનીતિમાં પ્રભુત્વ (The dominance of princely royalty in politics) રહ્યું હતું. જેમ જેમ સમય વીતી રહ્યો છે તેમ રાજવી પરિવારો રાજનીતિમાં નિષ્ક્રિય થતા હોય તેમ જણાઈ રહ્યું છે. ગોહિલ-જાડેજા રજવાડું (gohel and jadeja kingdom) આજે પણ સક્રિય રાજકારણમાં જોવા મળે છે. જયારે બીજી તરફ વડોદરાના રાજવી પરિવારના (The royal family of Vadodara also dominated politics after independence) સભ્ય પણ 7 વખત સાંસદ રહી ચુક્યા છે.

આઝાદી બાદ દેશી રજવાડાઓ સક્રિય રાજકારણથી થયા દૂર
the-dominance-of-princely-royalty-in-politics-after-independence-the-princely-states-withdrew-from-active-politics
author img

By

Published : Nov 29, 2022, 5:23 PM IST

અમદાવાદ: રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓનું (gujarat assembly election 2022)વાતાવરણ હવે ગરમાતું જોવા મળે છે ત્યારે સૌરાષ્ટ્રની રાજનીતિ (politics of saurastra) સાથે સંકળાયેલા કેટલાક રજવાડાઓ આજે પણ સક્રિય રાજનીતિમાં જોવા મળે છે.કેટલાક રજવાડાઓ હજુ પણ રાષ્ટ્રીય પક્ષોમાં મહત્વની જવાબદારીનું વહન કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે 222 જેટલા રજવાડાનો ઇતિહાસ (History of about 222 kingdoms mainly in Saurashtra)જોવા મળે છે. આ રજવાડાઓ પૈકી કેટલાક રજવાડાઓ તેમના સમયમાં સક્રિય રાજકારણમાં જોવા મળતા હતા.સમય રહેતા રજવાડાઓ આજે તેમનું રાજકીય અસ્તિત્વ ધરાવતા નથી પરંતુ કેટલાક રજવાળા સાથે જોડાયેલા રાજવી પરિવારો આજે પણ સક્રિય રાજકારણમાં પોતાનું અસ્તિત્વ ધરાવતા જોવા મળે છે.વડોદરાના રાજવી પરિવારનું પણ આઝાદી બાદ રાજનીતિમાં પ્રભુત્વ (The royal family of Vadodara also dominated politics after independence) રહ્યું છે. વડોદરાના રાજવી પરિવારના સભ્ય 7 વખત લોકસભામાંથી પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે.

આઝાદી બાદ દેશી રજવાડાઓ સક્રિય રાજકારણથી થયા દૂર: આઝાદી બાદ ભારતના રજવાડાઓ ધીમે-ધીમે સક્રિય રાજકારણમાંથી દૂર થતા ગયા તેમ તેમ તેની સક્રિય રાજકારણમાંથી ભાગીદારી પણ ઓછી થવા લાગી છે. આજે વર્ષો પછી પણ આઝાદી પૂર્વેના રજવાડાઓના રાજવી પરિવારના સભ્યો રાજકારણમાં જોવા મળે છે. રાજકોટના મનોહરસિંહ જાડેજા અને તેમના પુત્ર માંધાતા સિંહ હનુભા, લીમડાના રાજવી શક્તિસિંહ ગોહિલ આજે પણ સક્રિય રાજકારણમાં જોવા મળે છે. વાંકાનેર,ઢસા,પોરબંદર,ધાંગધ્રાના રજવાડાઓ આઝાદી પૂર્વે સક્રિય રાજકારણમાં જોવા મળતા હતા. આ રજવાડાઓની કદ અને કાઠી અંગ્રેજ સલ્તનતના અધિકારીઓ સામે ખૂબ ખુમારીથી ઊભેલી જોવા મળતી હતી. રાજા રજવાડાનો ઇતિહાસ અંગ્રેજો પણ ખૂબ સારી રીતે જાણતા હતા.જેને લઈને આઝાદી પૂર્વે પણ સૌરાષ્ટ્રના 222 જેટલા દેશી રજવાડાઓની બોલબાલા જોવા મળતી હતી.

વાંકાનેર અને ધાંગધ્રાના રાજવીઓ પણ હતાં સક્રિય રાજકારણમાં
ગોહિલ-જાડેજા રજવાડું પણ સક્રિય;વાંકાનેર અને ધાંગધ્રાના રાજવીઓ પણ હતાં સક્રિય રાજકારણમાં

ગોહિલ-જાડેજા રજવાડું પણ સક્રિય: રાજકોટના રાજવી મનોહરસિંહજી જાડેજા 'દાદા'ના હુલામણા નામ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા તરીકે આજે પણ સમગ્ર દેશના રાજકીય અગ્રણી તરીકે ઓળખાઈ રહ્યા છે. તેઓએ રાજ્ય સરકારમાં આરોગ્ય અને નાણાપ્રધાન જેવી ખૂબ મહત્વની જવાબદારીઓ નિભાવી હતી. મનોહરસિંહ જાડેજાને વિધાનસભાના કાયદાના ખૂબ તજજ્ઞ માનવામાં આવતા હતા. તેઓ તેમના સમયમાં વિધાનસભાને લગતા કાયદાઓને એક આખી કાર્યશાળા પણ ચલાવતા હતા. તેમના પુત્ર માંધાતાસિંહજી આજે સક્રિય રાજકારણમાં નથી પરંતુ તેઓ આજે પણ ભાજપના કાર્યકર તરીકે કામ કરી રહ્યા છે.

વડોદરાનો રાજવી પરિવારનું રાજનીતિમાં પ્રભુત્વ

સાત ટર્મ સુધી રાજવી પરિવારના સભ્ય પહોંચ્યા લોકસભામાં: વડોદરાથી મહેસાણા અને અમરેલી સુધીના વિસ્તારનો વિકાસ કરનાર સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા)નું શહેર એટલે સંસ્કારી નગરી વડોદરા.સયાજીરાવની દીર્ઘ દ્રષ્ટિથી વડોદરાનો સર્વાંગી વિકાસ થયો હતો. પ્રાથમિક સુવિધા હોય, શિક્ષણ ક્ષેત્રે કે કલા ક્ષેત્ર અને ત્યાર પછી ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી વડોદરાએ આગવી ઓળખ પ્રાપ્ત કરીને દેશમાં જ નહીં વિશ્વ સ્તરે નામના મેળવી છે. સંસ્કારી નગરીની સાથે સાંસ્કૃતિક નગરી, શૈક્ષણિક નગરી, ઔદ્યોગિક નગરીની ઓળખ પ્રાપ્ત થઇ છે. વડોદરા બેઠક પર રાજવી પરિવારનો દબદબો રહ્યો હતો. વર્ષ 1952 થી વર્ષ 2014 સુધી યોજાયેલી લોક સભાની ચૂંટણીમાં સાત ટર્મ સુધી રાજવી પરિવારના સભ્ય જ ચૂંટાઇને સાંસદમાં પહોંચ્યા હતાં.

1952 થી આજ દિન સુધી વડોદરાના રાજવી પરિવારની ભૂમિકા: વડોદરાના રાજવી પરિવારની વાત કરવામાં આવે તો સૌથી પહેલા રાજકારણમાં આજદિન સુધી 16 લોકસભાની ચૂંટણી યોજાઈ છે જેમાં 1952થી આજ દિન સુધી 7 વાર ગાયકવાડ પરિવારના સભ્યોએ જીત મેળવી છે. ગાયકવાડ પરિવારમાં ફતેહસિંહ ગાયકવાડ કોંગ્રેસમાંથી વર્ષ 1957, 1962, 1971, 1977માં લોકસભાની ઉમેદવારી કરી સાંસદ તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી. ફતેહસિંહ ગાયકવાડ વિધાનસભા ચૂંટણીમાં વર્ષ 1967માં પણ સયાજીગંજ બેઠક પરથી જીત મેળવી હતી. ત્યારબાદ તેઓના નાના ભાઈ રણજીતસિંહ ગાયકવાડ રાજનીતિમાં આવ્યા હતા. રણજીતસિંહ ગાયકવાડની વાત કરવામાં આવે તો તેઓ ફતેહસિંહ ગાયકવાડના નાના ભાઈ છે અને ફતેહસિંહના રાજનૈતિક કાર્યકાળ પૂર્ણ થયા બાદ તેઓ પણ રાજ્કીય ક્ષેત્રે મહત્વની ભૂમિકા ભજવી હતી. વર્ષ 1980માં કોંગ્રેસના શહેર વિધાનસભાના ધારાસભ્ય અને વર્ષ 1980 અને 1984 માં લોકસભામાં કોંગ્રેસ પાર્ટીના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડએ રણજીતસિંહ ગાયકવાડના પત્ની છે. તેઓ પણ રણજીતસિંહ બાદ રાજકીય ક્ષેત્રે સક્રિય થયા હતા. તેઓને વડોદરા નહીં પરંતુ ખેડા બેઠક પરથી લોકસભામાં પ્રતિનિધિત્વ કર્યું હતું. વર્ષ 1996માં વડોદરા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી પરંતુ તેઓ જીતી શક્યા નહતા. ત્યારબાદ વર્ષ 2004માં ખેડાની નડિયાદ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર તરીકે મુખ્ય ભૂમિકા ભજવી હતી પરંતુ તેમાં પણ તેઓને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ રાજવી પરિવારમાંથી રાજકારણમાં નિષ્ક્રિયતા જોવા મળી રહી છે.

લીમડાના રજવાડાના રાજવી શક્તિસિંહ ગોહિલ
લીમડાના રજવાડાના રાજવી શક્તિસિંહ ગોહિલ

લીમડાના રજવાડાના રાજવી શક્તિસિંહ ગોહિલ: તો બીજી તરફ ભાવનગર નજીકના હનુભાના લીમડાના રજવાડાના રાજવી શક્તિસિંહ ગોહિલ (shakrisih gohil royal of limda kingdom ) રાજ્ય સભાના સભ્ય તરીકે કામ કરી રહ્યા છે. તેઓ અગાઉ ભાવનગર કચ્છમાંથી ધારાસભામાં જીતીને ધારાસભ્ય તરીકે વિધાનસભામાં પહોંચ્યાં હતા. ત્યારબાદ રાજ્ય સરકારમાં પ્રધાન તરીકે સેવાઓ પણ આપેલ છે.શક્તિસિંહ ગોહિલ કાયદાના ખૂબ જાણકાર છે.જેનો વર્તમાન સમયમાં કોંગ્રેસ પાર્ટીને ખૂબ સહકાર મળી રહ્યો છે.

પોરબંદર-ઢસાના રાજવીઓ પણ હતાં સક્રિય રાજકારણમાં

પોરબંદર,ઢસા,વાંકાનેર અને ધાંગધ્રાના રાજવીઓ પણ હતાં સક્રિય રાજકારણમાં: આ સિવાય વાંકાનેર દિગ્વિજય સિંહ સક્રિય રાજકારણમાં જોવા મળતા હતાં.તેઓ સંસદ સભ્ય સુધીની સેવા તેમના કાર્યકાળ દરમિયાન નિભાવી છે. વધુમાં ધ્રાંગધ્રાના રાજવી મયુરધ્વજ સિંહ પણ સક્રિય રાજકારણમાં જોવા મળતા હતા. તેઓ રાજ્યપાલના પદ સુધી પણ પહોંચ્યા છે.ઢસાના ગોપાલદાસ દરબાર જૂનાગઢની આરઝી હકૂમતની લડાઈ વખતે ઢેબરભાઈ સાથે સક્રિય રીતે રાજકીય ચળવળમાં જોડાયેલા જોવા મળતા હતા.પોરબંદરના ઉદયભાણસિંહજી પણ સક્રિય રાજકારણમાં પોતાની હાજરી સતત નોંધાવતા હતા.તેમના સમયમાં તેઓ પોરબંદરના સ્થાનિક રાજકારણ જિલ્લા પંચાયત સહકારી સંસ્થામાં તેમનો દબદબો જોવા મળતો હતો.સફેદ કપડાં વાળા વાંકાનેરના રાજવી કેસરીસિંહ ખુરશી પર બેઠેલા અને માથા પર ગુલાબી સાફો છે.તે રાજકોટના રાજવી માંધાતાસિંહજી ગુલાબી પાઘડીમાં સફેદ કલગી વાળા ધ્રોલના રાજવી ચંદ્રસિંહજી

આઝાદી બાદ દેશી રજવાડાઓ સક્રિય રાજકારણથી થયા દૂર

રાજકીય વિશ્લેષક શુ કહે છે: આ અંગે પ્રતિક્રિયા આપતા રાજકીય વિશ્લેષક વિશ્વજીત પરીખે જણાવ્યું હતું કે વડોદરાનો રાજવી પરિવાર નું રાજકારણમાં પહેલેથીજ ભૂમિકા રહી છે. ફતેહસિંહ રાવ ગાયકવાડ વડોદરા ગ્રામ્યમાંથી ચૂંટણી લડી ચુક્યા છે તેઓ એક વાર હારી ચુક્યા છે અને સાંસદ તરીકે 4 વાર જીત મેળવી છે. તેમના દેહાંત પછી રણજીતસિંહ ગાયકવાડ રાજવી બન્યા ત્યારે તેઓ વિધાનસભા અને લોકસભા ચુનાવ લડ્યા હતા. અને વિધાનસભા અને લોકસભામાં 2 વાર જીત થઈ હતી. ત્યાર બાદ હાલના રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડ બે વાર લોકસભાની ચૂંટણીમાં જંપલાવી ચુક્યા છે. અને તેઓ એક વાર અપક્ષ અને એક વાર ભાજપ માંથી પ્રતિનિધિત્વ કર્યું હતું. હાલના રાજવી સમરજીતસિંહ ગાયકવાડ રાજનીતીમાં સક્રિય નથી જેટલા રાજવી પરિવારમાં આગાઉના પારિવારિક સભ્ય હતા. પ્રતાપસિંહ રાવ ગાયકવાડ બાદ મહારાજ ફતેહસિંહ રાવ ગાયકવાડનું અગાઉ ખૂબ મોટી ભૂમિકા તરીકે રહી છે. અગાઉ ફતેહસિંહ ગાયકવાડનું જેટલું સન્માન હતું તેટલુંજ આજે પણ છે પરંતુ તેઓ રાજનીતિમાં જનતા જનાર્દન દ્વારા પણ રાજકીય ક્ષેત્રે ખૂબ ઓછા પ્રમાણમાં સ્વીકારવામાં આવ્યા છે. તો તેવું કહી શકાય કે રાજકીય ક્ષેત્રે જે ભૂમિકા હોવી જોઈએ તે આજે નથી. પણ રાજવી પરિવાર તરીકે નો જે પ્રભાવ હોવો જોઈએ તે આજે પણ છે કારણ કે એક વાર લોકસભાની ચૂંટણી જીતેલ અને હાલમાં વાઘોડિયા બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર થયેલ સત્યજીતસિંહ ગાયકવાડ એક સરનેમ ના કારણે લોકો સન્માન કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.