ETV Bharat / assembly-elections

પુર્વ સુુરત આપના ઉમેદવાર કંચન જરીવાલાએ ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું, પાર્ટીના આરોપોને ઠેરવ્યા ખોટા - AAP Gujarat President Gopal Italia

આમ આદમી પાર્ટીના સુરત પૂર્વ વિધાનસભા બેઠકના ઉમેદવાર (Surat East AAP Candidate) કંચન જરીવાલાએ ઉમેદવારી ફોર્મ પાછું ખેંચતા રાજકરણમાં ભારે ગરમાગરમીનો માહોલ જોવા મળ્યો હતો. આપના નેતાઓએ ભાજપા પર આકરા પ્રહારો કર્યા પણ હતાં. જરીવાલાએ જણાવ્યું કે આપ પાર્ટી ભાજપ પર ખોટા આક્ષેપો કરી રહી છે. તેમનું કે તેમના પરિવારમાંથી કોઇનું પણ અપહરણ થયું જ નથી. (Kanchan Jariwala Nomination form withdrawn)

સુરત પૂર્વ વિધાનસભા બેઠકના આપ ઉમેદવાર કંચન જરીવાલાએ ફોર્મ પાછું ખેંચી લીધું, ઇટાલિયાએ ભાજપ પર તડી બોલાવી

author img

By

Published : Nov 16, 2022, 2:45 PM IST

Updated : Nov 16, 2022, 10:41 PM IST

સુરત : આમ આદમી પાર્ટીના સુરત પૂર્વ વિધાનસભા બેઠક (Surat East AAP Candidate) ઉમેદવારે કંચન જરીવાલાએ પોલીસ બંદોબસ્ત સાથે બહુમાળી ભવન પહોંચ્યા હતા અને તેમણે ઉમેદવારી ફોર્મ પાછું ખેંચતા (Kanchan Jariwala Nomination form withdrawn) આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા બહુમાળી ભવન પહોંચ્યા હતાં. જોકે આમ આદમી પાર્ટી પૂર્વ વિધાનસભાના ઉમેદવાર કંચન જરીવાલા ગઈકાલ રાત્રીના 8 વાગ્યાથી સંપર્ક વિહોણા થઇ હતાં. આજે સવારે જ કંચન જરીવાલાએ પોતાનું ઉમેદવારી પણ પરત ખેંચી લીધું હતું. જેને લઇને તણાવભર્યો માહોલ જોવા મળ્યો હતો. કંચન જરીવાલાએ જણાવ્યું કે, તેઓ પોતાના અંગત કારણોસર બહાર ગયા હતાં. તેમનું કે તેમના પરિવારના કોઇ પણ સભ્યનું અપહરણ કરવામાં આવ્યું નથી. આપના તમામ નેતાઓને તેમણે ખોટા ઠેરવ્યાં છે.

પાર્ટીના આરોપોને ઠેરવ્યા ખોટા

શું છે સમગ્ર ઘટના ક્રમ સુરત પૂર્વ વિધાનસભા બેઠક પર આપના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીએ કંચન જરીવાલાને મેદાને ઉતાર્યા હતાં. કંચન જરીવાલાએ તમામ પ્રકારની સુરક્ષા વચ્ચે ઉમેદવારીપત્ર ભર્યું હતું. ત્યારબાદથી તેઓ અને તેમનો પરિવાર અચાનક જ ગાયબ થઇ ગયો હતો. આપના નેતાઓ આરોપ લગાવતાં હતાં કે ભાજપના કાર્યકરોએ તેમનું અપહરણ કર્યું છે. ત્યારબાદ આજે સવારમાં તેમણે કોઇ કારણોસર પોતાનું ઉમેદવારીપત્ર પાછું ખેંચી લીધું હતું.

કંચન જરીવાલાનું બયાન કંચન જરીવાલાએ આમ આદમી પાર્ટી પર આરોપ લગાવતા કહ્યું કે, તેમની ટિકિટ જાહેર થયા બાદ પાર્ટી દ્વારા સપોર્ટ આપવામાં આવ્યો નથી. કોઈ કાર્યકર્તાઓ સાથે ન હોવાથી તેઓ એકલા પડી ગયા હતાં. જેથી તેઓએ ફોર્મ પરત ખેંચી લીધું હતું. આપના નેતાઓ દ્વારા ભાજપ પર ખોટા આરોપો લગાડવવામાં આવી રહ્યા છે. તેમનું કે તેમના પરિવારમાંથી કોઇનું પણ અપહરણ કરવામાં આવ્યું જ નથી.

અરવિંદ કેજરીવાલનું બયાન આ બાબતને લઇને કેજરીવાલે જણાવ્યું હતું કે, સુરત (પૂર્વ)ના અમારા ઉમેદવાર કંચન જરીવાલા અને તેમનો પરિવાર ગઈકાલથી ગુમ છે. સૌપ્રથમ ભાજપે તેમનું નામાંકન નામંજૂર કરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનું નામાંકન સ્વીકારવામાં આવ્યું હતું. બાદમાં તેમના પર ઉમેદવારી પાછી ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું, શું તેનું અપહરણ કરવામાં આવ્યું છે?

રાધવ ચઢ્ઢાનું નિવેદન : AAPના રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્યસભાના સભ્ય રાઘવ ચઢ્ઢાએ કહ્યું- ભાજપે ગુજરાતમાં જંગલરાજ કર્યું છે. તેઓએ સુરત પૂર્વ બેઠક પરથી અમારા ઉમેદવાર કંચન જરીવાલાનું અપહરણ (Kanchan Jariwala Kidnapping) કર્યું હતું. બીજેપી કંચનને કમિશનની ઓફિસમાં લઈ ગઈ અને ત્યાં તેમનું નામાંકન પાછું ખેંચવા દબાણ કર્યું. કંચનને કહ્યું કે, તારા કાગળોમાં કંઈક ખૂટે છે. ચઢ્ઢાએ પ્રેસ બ્રીફિંગમાં કહ્યું કે, બીજેપીના લોકો કંચન જરીવાલાને અન્ય કોઈ જાહેર સ્થળોએ લઈ ગયા. ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજીથી એટલા ડરી ગયા કે અમારા ઉમેદવારનું અપહરણ કરી લીધું. આ જંગલ રાજ નથી તો શું છે.

રાધવ ચઢ્ઢાનું નિવેદન

મનીષ સિસોદિયા દિલ્હી ચૂંટણી પંચની બહાર ધરણા પર બેઠા: દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા દિલ્હી ચૂંટણી પંચની બહાર ધરણા પર બેસી ગયાં હતાં. નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાના નેતૃત્વમાં ચૂંટણી પંચની બહાર પ્રદર્શન કરતી વખતે AAP કાર્યકરોએ ભાજપ અને ચૂંટણી પંચ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ દરમિયાન સિસોદિયાએ કહ્યું કે લોકશાહીમાં આનાથી મોટી ઘટના ન હોઈ શકે જ્યારે માત્ર એક ઉમેદવારનું અપહરણ થયું હોય. તેમણે કહ્યું કે અમે અહીં મળવા આવ્યા છીએ અને કમિશન પાસે મળવાનો પણ સમય નથી. હવે સિસોદિયાએ કહ્યું છે કે તેમને 4.30નો સમય આપવામાં આવ્યો છે. છેલ્લા 2 કલાકથી અહીં બેઠો છું.

ઈશુદાન ગઢવીના આક્ષેપ આ મામલે આમ આદમી પાર્ટીના સીએમ ફેસ ઉમેદવાર ઈશુદાન ગઢવીએ ટ્વિટ (Isudan Gadhvi Tweet ) કરીને કહ્યું કે, ભાજપ આમ આદમી પાર્ટીથી એટલી ગભરાઈ ગઈ છે કે ગુંડાગર્દી ઉપર ઉતરી આવી છે. સુરત પૂર્વ વિધાનસભા ( Surat East AAP Candidate)વિસ્તારમાંથી કંચન જરીવાલા ચૂંટણી લડી રહ્યા છે. તેમના પાછળ ઘણા દિવસથી ભાજપના કાર્યકર્તાઓ છે અને આજે તો અચાનક ગાયબ થઈ ગયા છે. માનવામાં આવી રહ્યું છે કે ભાજપના ગુંડાઓ તેમને સાથે લઈ ગયા છે અને તેમનું પરિવાર પણ ગાયબ થયો હતો.

ગોપાલ ઇટાલિયાએ કર્યા પ્રહારો આ બાબતને લઈને આપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ (AAP Gujarat President Gopal Italia) જણાવ્યું કે, ગતરોજ જે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું હતું. તે જ રીતે અમારા પૂર્વ વિધાનસભાના ઉમેદવાર (Surat East AAP Candidate)કંચન જરીવાલાએ પોતાની ઉમેદવારી ફોર્મ નોંધાવ્યું હતું. ગઈકાલે ભાજપ દ્વારા તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા હતા કે અમારા ઉમેદવાર કંચન જરીવાલનું ફોર્મ રદ થઈ જાય પરંતુ કોઈ પણ રીતે અમારા ઉમેદવારનું ફોર્મ રદ કરવામાં આવ્યું ન હતું. ત્યારથી જ અમારા ઉમેદવાર કંચન જરીવાલાને ભાજપના કેટલા ગુંડોઓએ પકડી લિધો હતો અને કોઈ અજાણ્યા સ્થળે લઈ જવામાં આવ્યા હતા. અમે આખી રાત અમારા ઉમેદવારની શોધખોળ કરી હતી. તેમના ઘરે, ઑફિસે, સંબંધીઓને ત્યાં ગયા હતા પણ તેઓ મળી આવ્યા ન હતા. પરંતુ અમને તેમના સોસાયટીના લોકોએ જણાવ્યું કે, ભાજપના લોકો તેમને ઉંચકીને લઈ ગયા છે.

કોણ છે કંચન જરીવાલા : કંચન જરીવાલા જરીના કામ સાથે જોડાયેલા છે. ગત કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી તેઓ વોર્ડ નંબર 13માં કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી. અંદાજે 14,000 જેટલા મતો મેળવ્યા હતા અને આખી પેનલ જે કોંગ્રેસની હતી તે હારી ગઈ હતી. આ અગાઉ પણ તેઓ વર્ષો પહેલા જનતા દળમાંથી કોર્પોરેશનમાં લડ્યા હતા અને અપક્ષમાંથી પણ પોતાની ઉમેદવારી નોંધાવી ચૂક્યા હતા. કુલ અત્યાર સુધીમાં તેઓ 3 ઇલેક્શન લડી ચૂક્યા છે. આ વખતે પ્રથમ વાર તેઓ વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવાર જાહેર થયા હતા.

બેઠકનું સમીકરણ સુરત બેઠક ભાજપનો ગઢ છે. સુરતની અન્ય 6 બેઠકોની જેમ આ બેઠક ભાજપના દિગ્ગજ ગણાતા નેતા કાશીરામ રાણાની હોમપીચ કહી શકાય છે. સુરતની તમામ બેઠક પર તમામ પક્ષોની નજર રહેતી હોય છે. આ બેઠક પર સતત 15 વર્ષથી ભાજપ જીતી રહ્યું છે. વર્ષ 1990થી આ બેઠક પર ભાજપ જીતતુ્ં આવ્યું છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ ભાઈ રાણાએ કોંગ્રેસના નીતિનભાઈ ભરૂચાને 13,347 મતોથી હરાવીને જીત મેળવી હતી. તેમણે ફરીથી ભાજપે ટિકિટ આપી છે. અહિ મુસ્લિમ અને રાણા સમાજના લોકો જે મત આપે તે નિર્ણાયક હોય છે. કોંગ્રેસે અહિથી મુસ્લિમ ઉમેદવાર અસ્લમ સાયકલ વાળાને ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે AIMIMથી વસીમ ઉમેદવાર છે. આ બેઠક પર 25 જેટલા ઉમેદવારોએ દાવેદારી નોધાવી હતી.

મતદારોની સંખ્યા 159 સુરત પૂર્વ વિધાનસભા સીટ પર કુલ મતદારો 1,99,058 છે. જેમાં સ્ત્રી મતદારો 97,816 અને પુરુષ મતદારો 1,01,232 છે. જ્ઞાતિવાર મતદારોની સંખ્યા જોવામાં આવે તો, મુસ્લિમ 69,689, ખત્રી સમાજ 20,331, વહોરા સમાજ 8,558, અનુસૂચિત જાતિ 5,068, પટેલ 6,396, મોઢ વણિક 11,894, રાણા સમાજ 22,132, મરાઠી સમાજ 2,607, અનુસૂચિત જનજનજાતિ 7,752, અને ખારવા સમાજ 3,380 છે.

ભાજપના લોકો પોલીસકર્મીઓ કંચન જરીવાલાને ઘેરીને લઇ આવ્યાં ઇટાલિયાએ વધુમાં કહ્યું કે, કંચન જરીવાલાને ઘેરાબંધી કરીને અહીં લાવવામાં આવ્યા હતા. સવારે અમે કલેક્ટર ઓફિસ પર પહોંચ્યા હતા, ત્યારે ખબર પડી કે અહીં ભાજપના 100 જેટલા ગુંડાઓ, 100થી વધુ પોલીસવાળાઓએ અમારા ઉમેદવારને જબરદસ્તી ફોર્મ રદ કરવા માટે લઇ આવ્યાં હતાં. અમારો ઉમેદવાર (Kanchan Jariwala) રડી રહ્યો હતો તેમની સાથે જબરદસ્તી આ કાર્ય ( Kanchan Jariwala Nomination form withdrawn) કરવામાં આવ્યું છે.

Last Updated : Nov 16, 2022, 10:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.