ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીનો (Gujarat assembly election 2022) માહોલ જામતો જાય છે ત્યારે મધ્ય ગુજરાતના ગાંધીનગર જિલ્લાની (Gandhinagar district of central zone) વાત કરવામાં આવે તો 5 બેઠકનો સમાવેશ થાય છે. જેમાં 3 બેઠક પર અમિત શાહના (Home minister amit shah) મતવિસ્તારની છે. ગાંધીનગર લોકસભામાં ગાંધીનગર દક્ષિણ, ગાંધીનગર ઉત્તર, કલોલ બેઠક સમાવેશ થાય છે. જ્યારે ગાંધીનગર જિલ્લાની 5 બેઠક પણ etv ભારત નો વિશેષ એહવાલ.
માણસા બેઠક અમિત શાહનું વતન: ગાંધીનગરની માણસા બેઠકની વાત કરીએ તો આ બેઠક પર ભાજપને જીત હાંસલ કરવી ખૂબ મુશ્કેલ ભરી છે. આ બેઠક પર જાતીય સમીકરણ ખૂબ મહત્વનું ફેક્ટર છે. ઉપરાંત માણસા વિધાનસભાએ ભાજપના નેતા અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું વતન છે. તેમ છતાંય ભાજપ આ બેઠક પર માત્ર ચાર ટર્મ જ જીત હાંસલ કરી શક્યું છે. જ્યારે કોંગ્રેસ સૌથી વધુ આ બેઠક પર જીત હાંસલ કરી છે. આ બેઠક પર ભાજપ છેલ્લે 2007 માં જીત હાંસલ કરી હતી. માણસા બેઠક પર પાટીદાર અને ચૌધરી સમાજનું વધુ પડતું પ્રભુત્વ જોવા મળ્યું છે.
જાતિગત સમીકરણો: વર્ષ 2017 માં આ બેઠક પર કોંગ્રેસના સુરેશ પટેલ જીત હાંસલ કરી હતી. તે પહેલાં આ બેઠક પર વર્ષ 2012 માં કોંગ્રેસના યુવા ધારાસભ્ય અમિત ચૌધરીએ જીત હાંસલ કરી હતી. જો કે એ પહેલાં એટલે કે વર્ષ 2007 પ્રો.મગળદાસ પટેલ ભાજપ પક્ષને જીત હાંસલ કરી હતી. પરતું હવે આ બેઠક પર કોંગ્રેસનો દબદબો જોવા મળી રહ્યો છે. વસ્તીના આધારે ઠાકોર સમાજના કુલ 65 હજાર વસ્તી છે. પાટીદાર 60 હજાર, ચૌધરી સમાજના 25 હજાર અને ક્ષત્રિય સમાજના 15 હજાર અન્ય જાતિ 16 હજાર ઉપરાંત એસસી જાતિના 13 હજાર જેટલા મતદારો છે. વર્ષ 1965થી અસ્તિત્વમાં આવેલી આ બેઠકમાં પાટીદાર અને ચૌધરી સમાજના લોકો ચૂંટણી લડતા આવ્યા છે અને જીત હાંસલ કરી છે.
માણસાની સમસ્યાઓ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે માણસા વિધાનસભાનો ઘણો વિકાસ કર્યો છે પરંતુ તેમ છતાંય પ્રજા મત કોંગ્રેસને આપી રહ્યું છે. જો કે માણસાના મતદારોનું કહેવું છે કે માણસા સીટીમાં પ્રાર્કિગ સહિત ટ્રાફિકની સમસ્યાઓ ખૂબ છે. આ ઉપરાંત તાજેતરમાં અમિત શાહે લાયબ્રેરીનું લોકાર્પણ કર્યું પરતું તે સ્કૂલ અને કોલજથી ઘણી દૂર છે. જેથી વિધાર્થીઓને અભ્યાસ માટે તકલીફ પડી રહી છે. આ ઉપરાંત રસ્તે રખડતા પશુઓની સમસ્યાઓ પણ ખૂબ જટિલ છે. આ વખતની ચૂંટણીમાં માણસા બેઠક પર કોનો વિજય થાય છે તે જોવાનું ખૂબ મહત્વનું રહેશે.
કલોલ બેઠક: ગાંધીનગરના કલોલ વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો આ બેઠક ભાજપ અને કોંગ્રેસ માટે ખૂબ મહત્વની છે. કારણ કે આ બેઠક ઉત્તર ગુજરાતનો પ્રવેશ માર્ગ માનવામાં આવે છે. જો કે આ બેઠક પર કોગ્રેસ પક્ષનો દબદબો જોવા મળી રહ્યો છે પરંતુ આ વખતે બેઠક પર ત્રીકોણીયો જંગ જોવા મળો રહ્યો છે. કલોલ બેઠક પર વર્ષ 1990થી ભાજપ પક્ષે 3 વખત અને કોંગ્રેસ પક્ષે ચાર વખત જીત હાંસલ કરી છે. જો કે ગત વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે બળદેવજી ઠાકોરને ટિકિટ આપી હતી. જ્યારે ભાજપ પક્ષે ડૉ.અતુલ પટેલને મેદાને ઉતાર્યા હતા પરંતુ જાતિગત સમીકરણના આધારે આ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરનો વિજય થયો હતો. કલોલ વિધાનસભાના જાતિ સમીકરણ પર નજર કરીએ તો આ બેઠક પર ઠાકોર સમાજનું ખૂબ પ્રભુત્વ જોવા મળ્યું છે. આ બેઠક પર અંદાજિત 17થી 20 ટકા ઠાકોર સમાજનું વર્ચસ્વ છે. ત્યારબાદ પાટીદાર સમાજ, બ્રાહ્મણ સમાજ અને મુસ્લિમ સમાજનું પણ અસ્તિત્વ છે. આ ઉપરાંત અન્ય જાતીઓ પણ કલોલ વિધાનસભામાં પોતાનું સ્થાન ધરાવે છે.
કલોલ જીતવા અમિત શાહ એક્ટિવ: બીજી તરફ ભાજપના નેતા અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ કલોલ બેઠક ભાજપના ફાળે આવે તે માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ છે અને તેવો છેલ્લા કેટલાક વર્ષોથી કલોલના વિકાસમાં સતત વધારો કરીને પ્રજાના મન જીતવાના પ્રયાસ કરી રહ્યા છે. આ ઉપરાંત કલોલ બેઠક ભાજપના ફાળવે આવે તે માટે પેજ પ્રમુખ સહિત સ્થાનિક સંગઠન કાર્યક્તાઓને રાત દિવસ પ્રજાલક્ષી કામો કરીને પ્રજાના દિલમાં વસવાની સૂચના આપી છે. બીજી તરફ કલોલ વિધાનસભા બેઠકમાં કલોલ શહેર સહિત 70 જેટલા નાના મોટા ગામોનો સમાવેશ થાય છે. કલોલનો અડધો ભાગ અમદાવાદ શહેરમાં આવે છે.
ગાંધીનગર દક્ષિણ: ગાંધીનગર દક્ષિણની બેઠકની ચર્ચા કરવા જોઈએ તો આ બેઠક 1967 થી ભાજપ પક્ષે પાંચ વખત જીતનો સ્વાદ ચાખ્યો છે.જ્યારે કોંગ્રેસ માત્ર ચાર વખત જીતનો સ્વાદ ચાખ્યો છે. આ બેઠક પર ભૂતકળમાં રાજકીય પક્ષોએ એક- એક વખત સાશન કર્યું છે. આ બેઠક પહેલેથી ભાજપનો ગઢ માનવામાં આવી રહ્યો છે પરંતુ આ વખતે ગઢમાં વાદ-વિવાદના વાદળો જોવા મળી રહ્યા છે. છેલ્લી ત્રણ ટર્મથી ભાજપનો ભગવો લહેરાયો છે. એટલે કે વર્ષ 2007થી વર્ષ 2017 સુધી આ બેઠક પર શંભુજી ઠાકોર જીત મેળવી કરતા આવ્યા છે. જ્યારે વર્ષ 2002 માં આ બેઠક પર કોંગ્રેસના સિનિયર નેતા એવા સી.જે ચાવડાએ જીત હાંસલ કરી હતી અને તે પહેલાં એટલે કે 1990 અને 1998 માં આ બેઠક પર ભાજપના ઉમેદવાર વાડિભાઈ પટેલ જીત હાંસલ કરી હતી. આ સિવાય 1980 થી 1985 ની બે ટર્મમાં કોંગ્રેસ જીત હાંસલ કરી હતી મહત્વનું છે. અત્યાર સુધી આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસની લડાઈ જોવા મળતી હતી પરંતુ હવે આમ આદમી પાર્ટી બને પક્ષોના વોટ પર સીધી અસર પાડીને પરિણામમાં ફેરબદલી કરી શકે તેમ છે. બેઠક પર જાતિ સમીકરણ વધુ જોવા મળ્યું છે. છેલ્લી ત્રણ ટર્મથી આ બેઠક પર ઠાકોર સમાજના આગેવાનને કમાન સોંપવામાં આવી છે અને તે જીત હાંસલ કરી છે. આ વખતે આ બેઠક માટે ભાજપમાં ભડકાના એધાણ જોવા મળી રહ્યા છે. ભાજપ પક્ષ આ બેઠક પર આયાતી ઉમેદવાર અલ્પેશ ઠાકોરને ચૂંટણી લડાવવાના તજવીજ હાથ ધરી છે.
ગાંધીનગર ઉત્તર બેઠક: ગુજરાત વિધાનસભાની મોટાભાગની સીટો પર પોતાનો દબદબો ધરાવતા ભાજપ પક્ષ માટે ગાંધીનગરની ઉત્તર બેઠક ખૂબ કપરી છે. વર્ષ 2017માં ભાજપ પક્ષ પાસેથી આ બેઠક કોંગ્રેસ આચકી લીધી હતી. કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ડૉ. સી.જે ચાવડા 5 હજાર જેટલા મતોના માર્જિનથી જીત હાંસલ કરી હતી. આ વખતે ગાંધીનગર ઉત્તર બેઠક માટે ખૂબ રસાકસી ભર્યો જંગ બનશે કારણ કે આ વખતે આ બેઠક પર ત્રીપાખિયો જંગ જોવા મળશે.વર્ષ 2008 ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક હતી નહિ પરંતુ વિધાનસભાની ચૂંટણી બાદ નવુ સીમાંકન થતા ગાંધીનગર ઉત્તર બેઠકનું અસ્તિત્વ આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 2012માં આ બેઠક પર ચૂંટણી થઈ હતી. તે વખતે ભાજપ પક્ષે આ બેઠક પર અશોક પટેલને ટિકિટ આપી હતી અને અશોક પટેલ આ બેઠક ભાજપનો પ્રથમ વખત ભગવો લેહરાવ્યો હતો. ત્યારબાદ વર્ષ 2017માં પુનઃ વિધાનસભા ચૂંટણી વખતે કોંગ્રેસના સિનિયર નેતા ડો.સી.જે ચાવડા આ બેઠક પર મેદાને ઉતર્યા હતા અને ભાજપ પૂર્વ ધારાસભ્ય અશોક પટેલને આ બેઠક પર 4477 મતોથી હરાવીને જીત હાંસલ કરી હતી. ગાંધીનગર ઉત્તર બેઠકમાં પુરુષ મતદાર કુલ 1.35 લાખ છે જ્યારે મહિલા મતદારો 1.25 લાખ છે.
દહેગામ બેઠક: રાજ્યના પાટનગર એવા ગાંધીનગર જિલ્લાની દહેગામ બેઠક પર નજર કરીએ તો આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ પક્ષ માટે હંમેશા ઉતાર ચડાવ જોવા મળ્યો છે. દહેગામ વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો 1962થી 2017 સુધીમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષે 6 વખત જીત હાંસલ કરી છે.આ વખતે દહેગામના મતદારો જીતનો તાજ ભાજપના માથે કે કોંગ્રેસના માથે ચડાવશે તે આગામી દિવસોમાં ખ્યાલ પડશે. જો કે દહેગામમાં વર્ષ 1967માં સ્વતંત્ર પાર્ટીના ઉમેદવારની જીત થઈ હતી. જ્યારે 1972માં જનસંઘના ઉમેદવારની જીત થઈ હતી. ત્યારબાદ અને પહેલા 6 વખત કોંગ્રેસ જીત હાંસલ કરી હતી અને 6 વખત ભાજપ પક્ષે જીત હાંસલ કરી હતી. જો કે દહેગામ બેઠકની વાત કરવામાં આવે તો આ બેઠકમાં કુલ 286 મતદાન મથકો અને 54 ગ્રામ પચાયત છે.અંદાજિત દહેગામમાં 2 લાખ 26 હજાર મતદારો છે અને જો સરેરાશ 70 ટકા મતદાન થાય તો 1.53 હજાર મતદાન થયું કહેવાય અને જીતનાર ઉમેદવારને ઓછામાં ઓછા 70 થી 80 હજાર મતો હાંસલ કરવા પડે. નવાઈની વાત એ છે કે દહેગામ વિધાનસભામાં ક્ષત્રિય, ઠાકોર અને અમીન સમાજનો ખૂબ દબદબો જોવા મળી રહ્યો છે. આ બેઠકમાં જે ક્ષત્રિય સમાજનો પ્રતિનિધિ ઉભો રહે છે તે જીત હાંસલ કરી શકે તેમ છે.કોંગ્રેસ પક્ષ પણ આ બેઠક માટે ક્ષત્રિય સમાજના ચેહરાને ટિકિટ આપવા માટે પ્રયાસ કરી રહ્યું છે.