ETV Bharat / assembly-elections

પાર્ટી તરફથી રેશ્મા પટેલનું આપમાં હાર્દિક સ્વાગત કરું છું: રાઘવ ચઢ્ઢા - Aap candidate reshma patel

NCPના પ્રદેશ મહિલા વિંગના પ્રમુખ રેશ્મા પટેલ આજે આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાના હસ્તે આમ આદમી પાર્ટીનો ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા હતા. જોકે, ગઈ કાલે અરવિંદ કેજરીવાલ સાથે ખાનગી મુલાકાત પણ કરી હતી. રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે, રેશ્મા પટેલ જેવા મજબૂત નેતા આમ આદમી પાર્ટીમાં જોડવાથી (Reshma Patel Join Aam Admi Party) પાર્ટી વધુ મજબૂત બની છે.

Gujarat Assembly Election 2022
Reshma Patel Join Aam Admi Party
author img

By

Published : Nov 16, 2022, 4:03 PM IST

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તે સમયે હજુ પણ ઘણા નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) પ્રથમ વખત આમ આદમી પાર્ટી ગુજરાતની તમામ વિધાનસભા બેઠક પર ચૂંટણી લડી રહી છે, જેના કારણે અન્ય પક્ષના મજબૂત નેતાઓને પણ પોતાના પક્ષમાં લાવવા માટે જોર લગાવવામાં આવી રહ્યું છે, ત્યારે એનસીપીના મહિલા વિંગના પ્રમુખ રેશ્મા પટેલ આજે આમ આદમી પાર્ટીનો કેસ ધારણ કરી (Reshma Patel Join Aam Admi Party) વિધીવત રીતે જોડાયા હતા.

રેશ્મા પટેલનું આપમાં હાર્દિક સ્વાગત

સામાજિક કાર્યો અને રાજનીતિક કાર્યોનો બહોળો અનુભવ: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને ગુજરાતના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે, આજે એક ઘણી મોટી પ્રતિભા આમ આદમી પાર્ટી સાથે જોડાવા જઈ રહી છે. રેશ્મા પટેલ NCP માં પ્રદેશ મહિલા વિંગના પ્રમુખ રહી ચૂક્યા છે. રેશ્મા પટેલ, ગુજરાતમાં જે પાટીદાર આંદોલન થયું, તે સમિતિનો એક અગ્રણી ચહેરો હતા. રેશ્મા પટેલે (Aap candidate reshma patel) ગુજરાતમાં ખૂબ લાંબા સમયથી સામાજિક કાર્યો કર્યા છે. લોકો સાથે જોડાઈને જમીની સ્તરનાં સામાજિક કાર્યો કર્યા છે. લોકો સાથે જોડાયેલા નેતા રેશ્મા પટેલ આજે આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. અરવિંદ કેજરીવાલજીના પરિવાર સાથે જોડાવા જઈ રહ્યા છે. મને એ જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે, ગુજરાતમાં જે રીતે મહિલા સશક્તિકરણ થઈ રહ્યું છે અને તે તમામ મહિલાઓ જે તેમના દાયકાઓના સામાજિક કાર્યો અને રાજનીતિક કાર્યો કરવાના અનુભવ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.

સામાજિક કાર્યો અને રાજનીતિક કાર્યોનો બહોળો અનુભવ

આમ આદમી પાર્ટી વધુ મજબૂત બની: ગુજરાતના વિકાસ માટે અને ગુજરાતને પાયાની સુવિધાઓ આપીને એક સુખી ગુજરાત બનાવવા માટે રેશ્મા પટેલ આમ આદમી પાર્ટી સાથે જોડાવા જઈ રહ્યા છીએ. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ તરફથી અને સમગ્ર પાર્ટી તરફથી રેશ્મા પટેલનું આમ આદમી પાર્ટીમાં હાર્દિક સ્વાગત કરું છું. આમ આદમી પાર્ટીના પરિવારનો ભાગ બનવા બદલ હું રેશ્મા પટેલને ખૂબ અભિનંદન આપું છું. મને વિશ્વાસ છે કે, પટેલ જેવા વ્યક્તિત્વથી આમ આદમી પાર્ટીને ઘણો ફાયદો થશે. ખાસ કરીને આમ આદમી પાર્ટીનું ગુજરાત યુનિટ ખૂબ જ મજબૂત થશે. આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીની પોલિટિકલ અફેર્સ કમિટી નક્કી કરે છે કે કયો ઉમેદવાર ક્યાંથી ચૂંટણી લડશે અને રેશ્મા પટેલ એ એક મજબૂત નેતાનું નામ છે જેમના આવવાથી માત્ર એક સીટ પર નહીં, માત્ર એક જિલ્લામાં નહીં, પરંતુ આખા જિલ્લામાં આમ આદમી પાર્ટીને તાકાત વધી છે.

આમ આદમી પાર્ટી વધુ મજબૂત બની

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.