પાટણ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો (Gujarat assembly election 2022) માહોલ જામી ચુક્યો છે. દરેક ઉમેદવારો પોત-પોતાના વિસ્તારમાં જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે પાટણ વિધાનસભા બેઠક (patan assembly seat) પર ભાજપના ઉમેદવાર રાજુલ દેસાઈ (dr. rajul desai bjp candiate) પાટણ વિધાનસભા જીતવા(to win election) માટે કમર કસી છે.પાટણ વિધાનસભા બેઠકના મહિલા ઉમેદવાર ડો.રાજુલ દેસાઈ સાથે ETV ભારતની ખાસ વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ આપી છે ત્યારે મારા એક ચોક્કસ વિઝન સાથે આ વિસ્તારના મતદારોની સેવા (come to politics to serve people) કરવા માટે હું આવી છું.
વિઝન સાથે લોકોની કરીશ સેવા: પાટણ વિધાનસભા બેઠકના મહિલા ઉમેદવાર ડો.રાજુલ દેસાઈ સાથે ઈટીવી ભારતની ખાસ વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ આપી છે ત્યારે મારા એક ચોક્કસ વિઝન સાથે આ વિસ્તારના મતદારોની સેવા કરવા માટે હું આવી છું. પેરાશુટ ઉમેદવારની વાતોને નકારી કાઢી રાજુલ દેસાઈએ જણાવ્યું હતું કે પોતે પાટણ જિલ્લાની દીકરી છે.પાટણ શહેરમાં ટ્રાફિકનો પેચીદો પ્રશ્ન છે ત્યારે આ સમસ્યાને હલ કરવા માટે રીંગરોડ સહિતની કામગીરી કરાશે. શિક્ષણ જગતમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ ગૌરવ સમાન છે પણ હાલના તબક્કામાં યુનિવર્સિટીની જે છાપ હાલના તબક્કે ઊભી થઈ છે જેથી તે સિસ્ટમમાં ક્યાંક સુધારો કરાશે.પાટણના યુવાનો અને મહિલાઓને રોજગારી મળી રહે તે માટેના આયામો ઉભા કરવા માટેની વ્યવસ્થાઓને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.
જીતની કરી આશા વ્યક્ત: તેમને વધુમાં જણાવ્યું હતું કે વર્ષો જૂનું પાટણનું કાંસા ભીલડી રેલ્વે લાઈનનું સપનું સાકાર થયું છે ત્યારે હવે પાટણ અને આસપાસની જનતાને લાંબા અંતરની ટ્રેનો મળી રહે તે માટે પણ રેલ મંત્રાલય સાથે ચર્ચાઓ કરી યોગ્ય કરવામાં આવશે. વધુમાં વધુ લાંબા અંતરની ટ્રેનો પાટણની જનતાને મળે તે માટેના પ્રયાસો કરવામાં આવશે. હાલમાં પાટણ વિધાનસભા મતવિસ્તારમાં ડોક્ટર રાજુબેન દેસાઈને સારો એવો પ્રતિસાદ અને આવકાર મળી રહ્યો છે. ડબલ એન્જિનની સરકારે વિકાસના કામો કર્યા છે ત્યારે આ ચૂંટણીમાં 20 થી 25000 મતોની સરસાઈથી પોતે વિજય બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.