પોરબંદર: 16 જાન્યુઆરી 1972ના રોજ પોરબંદરમાં જન્મેલા કાંધલ જાડેજા જિલ્લાની કુતિયાણાના (Porbandar Assembly Seat Kutiyana ) ધારાસભ્ય છે. તેઓ રોબિનહુડ ગણાતા સરમણભાઈ મુંજા જાડેજા અને ગોડમધર સંતોક બેન જાડેજાના મોટા પુત્ર છે. તેંમના પરિવારમાં ત્રણ ભાઈઓ કરણભાઈ જાડેજા, કાનાભાઈ જાડેજા અને ભોજાભાઈ જાડેજા છે. કાંધલભાઈએ (Kandhal Jadeja Netani Notebook) ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. તેમનો વ્યવસાય: ખેતી અને ટ્રાન્સપોર્ટેશનનો છે.
કાંધલ જાડેજાની રાજકીય સફર: કાંધલ જાડેજા (Kandhal Jadeja Political Profile) કુતિયાણામાં 2012થી NCPમાં જોડાયા અને 1992માં કુતીયાણા માર્કેટીંગ યાર્ડના ચેરમેન પદે રહ્યા છે, વિશ્વ પ્રસિદ્ધ શનિદેવ મંદિર હાથલાના ટ્રસ્ટી છે.
સેવાકિય પ્રવુતિ: કુતિયાણા સહિતના વિસ્તારમાં ગૌસેવા, અનેક ભૂખ્યાને ભોજન, વૃધ્ધઆશ્રમ, અનેક આરોગ્ય કેમ્પના આયોજન કર્યા છે. શિક્ષણક્ષેત્રમાં એસ.એમ.જાડેજા કોલેજની સ્થાપના કરી છે. આ ઉપરાંત છાત્રાલયની પણ સ્થાપના કરી છે. જેમાં અનેક વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે.
ખેડૂતેને વ્હારે કાંધલભાઈ: ભાદર નદી પરના ભાદર 2 ડેમ બાટવા ખારા ડેમ પર તથા ક્લીન્દ્રી સિંચાઈ યોજનામાંથી સ્વખર્ચે ખેડૂતોને પિયત માટે હજારો ક્યુસેક પાણી છોડાવ્યુ હતું.
કોરોના કાળમાં વિશેષ સેવા: કુતિયાણા વિસ્તારમાં ગામોમા હજારો લોકોને રાશનકિટ વિતરણ અને સતત 2 મહિના સુધી કુતિયાણા, રાણાવાવ, રાણા કંડોરણા અને માધવપુર ખાતે ભૂખ્યાને બંને ટાઇમનું ભોજન વિતરણ કરી લોકોની મદદ કરી હતી. આમ લોકોના દિલમાં બાહુબલી નેતાની છાપ ધરાવે છે.
હાલ કાંધલભાઇ જાડેજા કુતિયાણા બેઠક પર બેટર્મથી જીતતા આવ્યા છે. આ બેઠક પરથી વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીમાંથી (Gujarat Assembly Election 2022) શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. જેની સામે કોંગ્રેસમાંથી નાથા ઓડેદરા તથા આપમાંથી ભીમા મકવાણા ઉભા રહ્યા છે.