ETV Bharat / assembly-elections

ગુજરાત ચૂંટણીમાં મોદીની ખેંચતાણ ભાજપની જીત માટે છે કે 150 બેઠકો જીતી નવો ઇતિહાસ બનાવવા માટે છે? - 150 બેઠકો જીતી નવો ઇતિહાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ( PM Modi Campaign For BJP ) ગુજરાત ભાજપના કાર્યકરોને 182માંથી 150 બેઠકો જીતવાની ( 150 Seat Target ) પ્રતિજ્ઞા લેવા જણાવ્યું છે. પાર્ટી કોઈપણ ભોગે આ લક્ષ્ય હાંસલ કરવા માંગે છે. 1985ની ચૂંટણીમાં કોંગ્રેસે 149 બેઠકો જીતી હતી. જો કે, મેદાન પર કામ કરતા ભાજપ નેતાઓ પણ સહમત છે કે આ આંકડો ( Gujarat Assembly Election 2022 )મેળવવો સરળ (Anti incumbency factors ) નથી. ખાસ કરીને જ્યારે પાર્ટી 1995થી સત્તામાં છે. વરિષ્ઠ પત્રકાર શેખર ઐયર ( Shekhar Iyer ) નું એક વિશ્લેષણ.

ગુજરાત ચૂંટણીમાં મોદીની ખેંચતાણ ભાજપની જીત માટે છે કે 150 બેઠકો જીતી નવો ઇતિહાસ બનાવવા માટે છે?

author img

By

Published : Nov 22, 2022, 5:46 PM IST

Updated : Nov 22, 2022, 6:23 PM IST

નવી દિલ્હી ભારતના અગ્રણી પત્રકાર શેખર ઐયર ( Shekhar Iyer ) જેઓ હિન્દુસ્તાન ટાઇમ્સના વરિષ્ઠ પત્રકાર અને પૂર્વ વરિષ્ઠ એસોસિયેટ એડિટર રહ્યાં છે તેમના દ્વારા ગુજરાત ચૂંટણી ( Gujrat polls) ને લઇને કેટલીક મહત્ત્વના મુદ્દાઓ ઈટીવી ભારત સાથે શેર કરવામાં આવ્યાં છે. અહીં તેમણે ગુજરાત ચૂંટણીમાં પીએમ મોદીના સંકેતાર્થો અને ગુજરાતના રાજકારણના પ્રવાહો સહિત વિપક્ષની પણ ઊંડી વિવેચના કરી છે. તો આવો જાણીએ શેખર ઐયરનું વિશ્વેષણ.

ભાજપના ચૂંટણી પ્રચારમાં પીએમ મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેજા હેઠળ ભાજપની આક્રમક પ્રચાર ઝૂંબેશ ( PM Modi Campaign For BJP ) નિહાળીને તમને લાગી શકે છે કે ગુજરાતમાં સતત સાતમી વખત ( Gujarat Assembly Election 2022 ) જીત મેળવવા માટે ભારતીય જનતા પક્ષ આતુર છે. ભાજપ સરકારના પ્રધાનો અને ધારાસભ્યો સામે કામ કરતા સત્તાવિરોધી પરિબળો અને કેટલીક બેઠકો પર સામે પડેલા બળવાખોર ઉમેદવારોનો ઉદય સત્તાવાર ઉમેદવારોની વિરુદ્ધમાં ( Anti incumbency factors ) જોવા મળતાં હોવાને કારણે ભાજપને ભારે નુકસાનની ભીતિ છે.

વધુ બેઠકો જીતી નવો રેકોર્ડ બનાવવાની ઇચ્છા પરંતુ ભાજપના પ્રતિસ્પર્ધીઓ દ્વારા પણ થયેલું વાસ્તિવક મૂલ્યાંકન એવું છે કે મોદીને પક્ષના સત્તા પર પાછા ફરવાની સંભાવના વિશે ચિંતા નથી. મોદી એવું ઇચ્છે છે કે ભાજપ માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસે 1985માં બનાવ્યો હતો તેથી વધુ બેઠકો જીતવાનો નવો રેકોર્ડ ( 150 Seat Target ) સ્થાપે. આપને યાદ કરાવીએ કે આ ચૂંટણીમાં ( Gujarat Assembly Election 2022 ) કોંગ્રેસે ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકોમાં 149 બેઠકો પર વિજય વાવટો ફરકાવ્યો હતો.

150 બેઠકોનું લક્ષ્ય આ ગુજરાત ચૂંટણીમાં ( Gujarat Assembly Election 2022 ) પીએમ મોદીએ ભાજપના ભવ્ય વિજયને ઐતિહાસિક બનાવવા 150 બેઠકો જીતવાનું લક્ષ્ય ( 150 Seat Target ) નક્કી કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે મોદીના જમણા હાથ સમાન અમિત શાહનું વાસ્તવિક લક્ષ્ય રાખતાં એમ માનવું છે કે ભાજપ 130 જેટલી બેઠકો જીતી શકે છે. તો, કોઇને પ્રશ્ન થઇ શકે છે કે રેકોર્ડ બનાવવાની તણખ કેમ રાખવામાં આવી રહી છે

વિરોધીઓને દેખાડી આપવાનો હેતુ મોદી માને છે કે ભાજપે તેના તમામ વિરોધીઓને દેખાડી દેવું જોઇએ કે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલની મફતની રેવડીઓ અને રોકડ મદદના વચનો આપી ગુજરાતમાં ભાજપનું શાસન ખતમ કરવાની ભરચક કોશિશ કરી લે તો પણ ગુજરાતમાં ભાજપનો દબદબો જોખમમાં નથી.

આપ સામે લડવાનું ગણિત ભાજપના ટોચના નેતાઓ જાણે છે કે મોદી ( PM Modi Campaign For BJP ) બે તથ્યોનો આગવો લાભ ઉઠાવવા ઇચ્છે છે. એક, આમ આદમી પાર્ટી કે જેણે ગુજરાતમાં કેટલાક મહિનાઓ પૂર્વે પૂરા જોશથી વિકલ્પ તરીકે આશા જગાવી હતી તેના ઉમેદવારો જાહેર થયાં બાદ આપનો જુસ્સો ટાઢો પડ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હરીફાઈવાળી બેઠકો પર પણ આપના મોટાભાગના ઉમેદવારો લોકોમાં પેઠ ન હોય એવા અજાણ્યાં ચહેરાઓ છે.

કોંગ્રેસના ભોગે આપ જીતે બીજું, AAP ના ઉમેદવારોની જીતની કીમત કોંગ્રેસના ભોગે હશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 માં સત્તા મેળવવાથી ચૂકી ગઇ હતી તેમ છતાં કોંગ્રેસે ભાજપનો જીતનો પનો ટૂંકાવીને માત્ર 99 સુધી લાવી દીધો હતો. આ પરિણામ ભાજપે પહેલાં જીતેલી બેઠકોમાં સૌથી ઓછો આંકડો દર્શાવે છે. ભાજપના 27 વર્ષના શાસનમાં આવું ઓછું પરિણામ જોવાયું નથી.

મોદી માટે આવકાર વિપક્ષી નેતાઓ પણ એવું તારણ કાઢે છે ગુજરાતનો આ ચૂંટણી જંંગમાં મોદી માટે તો પહેલાની જેમ સત્તાતરફી લહેર છે પણ તેની સામે પક્ષે જોઇએ તો ભાજપ સરકારના પ્રધાનો, પૂર્વપ્રધાનો અને ધારાસભ્યો સામે વિરોધની ઊંડી લાગણી ( Anti incumbency factors ) છે.

મોદીના અનુગામી મુખ્યપ્રધાનો સામે રોષ નરેન્દ્ર મોદી ગુજરાતની જનતામાં 2001થી લઇને 2014 સુધીના ભાજપ શાસનકાળના મુખ્યપ્રધાન તરીકે ખૂબ જ લોકપ્રિય નેતા રહ્યાં છે. હા, મોદીના અનુગામીઓ આનંદીબહેન પટેલ (જેઓ હાલમાં ઉત્તરપ્રદેશના ગવર્નર છે) 2017માં ભાજપને નુકસાન કરી જનાર પાટીદાર અનામત આંદોલનનો રોષ શમાવવા માટે મુખ્યપ્રધાન બનાવાયેલાં વિજય રુપાણીના શાસનની શાખ માટે લોકોનો મોહભંગ ( Anti incumbency factors ) થયેલો છે.

મોદીની વ્યક્તિગત અપીલ કારગર તેમ છતાં મતદારોમાં નરેન્દ્ર મોદીની વ્યક્તિગત અપીલ ચોક્કસપણે ભાજપને તેની કમજોરીઓ ખાળવામાં મદદ કરી રહી છે. આ જ કારણ છે કે મોદીએ ગુજરાતમાં 6 નવેમ્બરે તેમની પહેલી ( Gujarat Assembly Election 2022 ) ચૂંટણી સભામાં જ નવું સૂત્ર રમતું( PM Modi Aggressive Campaign For BJP ) મૂક્યું હતું. 'આ ગુજરાત મેં બનાવ્યું છે.' વિપક્ષો માટે કોથળામાં ભરીને પાંચશેરી મારતાં હોય એમ મોદીએ ભાજપના ભવ્ય વિજયની આગાહી પણ કરીે હતી. તેમણે કહ્યું હતું કે ગુજરાતને બદનામ કરવાવાળા, ગુજરાતને નફરત કરવાવાળાઓને બહાર કરી દેવામાં આવશે.

કમળના ફૂલ પર ભાર હિમાચલ પ્રદેશની જેમ જ અને ગુજરાતમાં પણ મોદીએ શબ્દો ચોર્યા વગર કહ્યું કે કે 'યાદ રાખો કે ભાજપના ઉમેદવાર કોણ છે એ તમારે કોઈએે યાદ રાખવાની જરૂર નથી. માત્ર કમળ યાદ રાખો. જો વોટ આપતી વખતે તમને કમળનું ફૂલ દેખાય તો સમજી લો કે આ ભાજપ છે. આ મોદી છે જે તમારી પાસે આવ્યા છે. તમારો કમળના ફૂલ માટેનો દરેક મત સીધા મોદીના ખાતામાં આશીર્વાદ તરીકે આવશે.'

મોટી સંખ્યામાં મતદાનની અપીલ આટલું જ નહીં, મોદી દરેક ચૂંટણી રેલીમાં એ વાત પર ભાર ( PM Modi Campaign For BJP )મૂકે છે કે મતદાનના દિવસે લોકોએ મોટી સંખ્યામાં મત આપવા બહાર આવી રાજ્યની અગાઉની તમામ ચૂંટણીઓમાં થયેલા મતદાનના રેકોર્ડ તોડી નાખવા જોઈએ. મોદી તેમના સંબોધનોમાં કહેતાં રહે છે કે “આ ચૂંટણીમાં ( Gujarat Assembly Election 2022 ) હું ઈચ્છું છું કે લોકો મતદાનના દિવસે પોતપોતાના મતદાન મથકો પર મોટી સંખ્યામાં આવે અને મતદાનના તમામ અગાઉના રેકોર્ડ તોડે. હું એમ નથી કહેતો કે તમે માત્ર ભાજપને જ મત આપો. બસ ખાતરી કરો કે દરેક મતદાર લોકશાહીના આ ઉત્સવમાં ભાગ લે. આ મારી દરેકને અપીલ છે“

પોલિંગ બૂથ જીતવાનો સંદેશ મોદી મતદારોનો જે બીજી વાત મોદી દોહરાવીને કહી રહ્યાં છે તે એ છે કે “ભાજપ આ ચૂંટણીમાં દરેક બૂથ જીતે તેની ખાતરી કરો. મારા માટે તમે આટલું કરશોને? આ વખતે મારું ધ્યાન અહીંના તમામ પોલિંગ બૂથ જીતવા પર છે. જો તમે મને આ લક્ષ્ય સિદ્ધ કરવામાં મદદ કરશો તો ભાજપના ઉમેદવારો આપોઆપ ગાંધીનગર વિધાનસભામાં પહોંચી જશે.“

ભૂપેન્દ્ર પટેલને મોદીને શ્રેય આપવાનું કારણ ભાજપની ભવ્ય જીતનો શ્રેય ભૂપેન્દ્ર પટેલને ફાળે જાય તો તેનો પણ કોઇ મલાલ નહીં હોય. મોદી સ્પષ્ટ કહે છે કે હું એ સુનિશ્ચિત કરવા માંગુ છું કે ભૂપેન્દ્ર નરેન્દ્રનો રેકોર્ડ ( 150 Seat Target ) તોડે. તેનો અર્થ એ થશે કે હું દિલ્હીમાં મારું કામ કરવા પાછો જઈ શકીશ. ગુજરાત અને દેશને વિકાસના માર્ગે આગળ ધપાવવા આપણે સૌએ સખત મહેનત કરવાની જરૂર છે.

વિપક્ષની સ્થિતિ દયનીય ઘણા મતદારો વિકલ્પની શોધમાં હોઈ શકે છે પરંતુ વિપક્ષની સ્થિતિ આત્મવિશ્વાસ પ્રેરિત કરે તેવી નથી. કેજરીવાલ વણપરખાયેલું રાજકીય અસ્તિત્વ જેવા છે અને કોંગ્રેસમાં સ્વર્ગસ્થ અહેમદ પટેલ જેવા વ્યૂહરચનાકારોની ખાલી જગ્યા પૂરી શકે એવું કોઇ નથી.

પાટીદારોનું સમર્થન પાછું મેળવવાની રણનીતિ 2021ના સપ્ટેમ્બરમાં મોદીએ ગુજરાતમાં એક મોટું પગલું લીધું હતું, જ્યારે તેમણે લોકોમાં અળખા બની રહેલા સીએમ વિજય રૂપાણીને ગાદીએથી ઊતારી મૂક્યાં હતાં. રુપાણીને અમિત શાહ દ્વારા મૂકવામાં આવેલા માનવામાં આવતા હતાં. રૂપાણીની સાથે અનેક જૂના ચહેરાઓ કે જેઓ પ્રધાનપદે હતાં તેમને પણ હટાવી દેવાયાં હતાં. ઉપરાંત એ બધાંને ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 લડવા માટે ટિકિટ પણ નકારી દેવામાં આવી છે. તેનો અર્થ એ પણ છે કેે પટેલ સમાજનુંં સમર્થન પાછું ( Anti incumbency factors ) મેળવવાના આ પ્રયાસો છે કે જેમણે 2017ની ચૂંટણીમાં ભાજપની સાન ઠેકાણે લાવી દીધી હતી.

હાર્દિક પટેલ ફેક્ટર આ વખતની ગુજરાત ચૂંટણીમાં ( Gujarat Assembly Election 2022 ) ભાજપનો વિશ્વાસ વધ્યો છે કે પટેલો હવે પહેલાંની જેમ ભાજપની પડખે રહેશે. જેવી રીતે હાર્દિક પટેલ જેવા યુવા નેતાના અનામત આંદોલનની પહેલાં હતાં. હાર્દિક પટેલ કોંગ્રેસમાં લાંબો સમય ગાળ્યાં બાદ હવે ભાજપમાં આવી ગયા છે.

આદિવાસી પટ્ટામાં આક્રમક પ્રચાર પટેલ સમુદાય ઉપરાંત મોદીએ ( PM Modi Campaign For BJP ) ભાજપના નેતાઓને આદિવાસી પટ્ટામાં આક્રમક થઈને કામ કરવા માટે દોડાવ્યાં છે. જેથી કરીને ભાજપને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં નુકસાન થાય ( Anti incumbency factors ) તો ભરપાઈ કરવા માટે મહત્તમ બેઠકો મળે.

પોતાના કાર્યકાળને યાદ કરાવતાં મોદી મોદીને ખૂબ જ ભરોસો છે કે ગુજરાતની જનતા તેમને નીચાજોણું નહીં કરાવે. તેમની બધી રેલીઓમાં એ બધા જ કાર્યોની યાદી આપે છે જે તેમના મુખ્યપ્રધાનપદ હેઠળ ગુજરાતમાં થયાં હતાં. નર્મદા ડેમ પૂર્ણ થવાથી લઈને રાજ્યના પાણીની તંગી ભોગવતા વિસ્તારોમાં પાણી પહોંચાડવાથી લઇને દરેક ક્ષેત્રમાં ઘણા નવા પ્રોજેક્ટ્સ શરૂ કરવા સુધીના કામ ( PM Modi Aggressive Campaign For BJP ) લોકોને યાદ કરાવી રહ્યાં છે.

સતત 7મી ચૂંટણી જીતવાનો જોશ અગર આ ચૂંટણી( Gujarat Assembly Election 2022 ) ભાજપ ફરી જીતે છે તો સાચે જ તે ઐતિહાસિક જીત ( 150 Seat Target ) ગણાશે. ભાજપે સતત છ વિધાનસભા ચૂંટણી જીતી છે. 1995, 1998, 2002, 2007, 2012, અને 2017. મોદીના વડપણમાં ભાજપનો સૌથી શ્રેષ્ઠ દેખાવ ડીસેમ્બર 2002માં યોજાયેલી ચૂંટણીમાં હતો. આ ચૂંટણીમાં ભાજપને 182માંથી 127 બેઠક મળી હતી. આ આંકડો ઢબી પડીને 2017માં 99 બેઠક પર સરકી આવ્યો હતો. કોંગ્રેસને ત્યારે 77 બેઠક મળી હતી.

કોંગ્રેસ નેતાઓ પ્રયત્નશીલ નથી 2022માં કોંગ્રેસનું માળખું લગભગ પડી ભાંગેલી સ્થિતિમાં છે જેનાથી તેના સમર્થકો ભારે નિરાશ થયા છે. એક રાજકીય વિવેચકે કહ્યું તેમ લોકોમાં કોંગ્રેસ માટે ખૂબ જ સમર્થન ( Anti incumbency factors ) છે પરંતુ કોંગ્રેસના નેતાઓ પોતે તે અપેક્ષાઓ પૂરી કરવા પ્રયત્નશીલ નથી.

લેખક વિશે - આ લેખના લેખક શેખર ઐયર ( Shekhar Iyer ) હિન્દુસ્તાન ટાઇમ્સના વરિષ્ઠ પત્રકાર અને પૂર્વ વરિષ્ઠ એસોસિયેટ એડિટર રહ્યાં છે. તેમણે અગાઉ ડેક્કન હેરાલ્ડ, બિઝનેસ સ્ટાન્ડર્ડ, ધ ઈન્ડિપેન્ડન્ટ અને યુનાઈટેડ ન્યૂઝ ઓફ ઈન્ડિયા (UNI) સાથે કામ કર્યું છે. તેઓ ભારતના મુખ્ય અંગ્રેજી દૈનિકો માટે રાજકીય વિશ્લેષણ અને મંતવ્યો લખે છે. તેઓ મોટા રાજકીય અને આર્થિક મુદ્દાઓને લગતી ટીવી પરની ચર્ચાઓમાં પણ દેખાય છે.

Last Updated : Nov 22, 2022, 6:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.