ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીના(Gujarat Assembly Elections 2022 ) બીજા તબક્કાની 93 બેઠકો પર આવતી કાલે સવારે મતદાન યોજાવવાનું છે. ત્યારે મતદાન પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હિરાબાને મળવા પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદી માતા હિરાબાને મળવા માટે ગાંધીનગર તેમના નિવાસ સ્થાન વૃન્દાવન-2 બંગ્લોઝ ખાતે પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદી ગાંધીનગર કમલમ જવા રવાના થઈ ગયા છે. ટૂંક સમયમાં જ ગાંધીનગર કમલમ પહોંચશે. ત્યારે મતદાનની તમામ આખરી તૈયારીઓ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 8:30 વાગ્યે અમદાવાદની સાબરમતી વિધાનસભામાં રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કૂલ ખાતે મતદાન કરવાના છે.
નરેન્દ્ર મોદી મતદાન કરશે: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતદાનને લઈ અને નિશાન સ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સમગ્ર મતદાનને લઈ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. આજે સવારે વડાપ્રધાનના પ્રોટોકોલ મુજબ એસપીજી અને અમદાવાદ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. નિશાંત સ્કૂલમાં મતદાનની તમામ સામગ્રીઓ પહોંચાડવામાં આવી હતી.
-
Gujarat | Prime Minister Narendra Modi meets his mother Heeraben Modi at her residence, in Gandhinagar. pic.twitter.com/3Rtg3gJ3ON
— ANI (@ANI) December 4, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Gujarat | Prime Minister Narendra Modi meets his mother Heeraben Modi at her residence, in Gandhinagar. pic.twitter.com/3Rtg3gJ3ON
— ANI (@ANI) December 4, 2022Gujarat | Prime Minister Narendra Modi meets his mother Heeraben Modi at her residence, in Gandhinagar. pic.twitter.com/3Rtg3gJ3ON
— ANI (@ANI) December 4, 2022
અનેક દિવસોથી PM મોદી ગુજરાતના પ્રવાસે: ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતર્ગત પ્રચાર અને પ્રસારણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક દિવસથી ગુજરાતમાં હતા અને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ અને શહેરો તથા ઝોનમાં મહાશિવ મહાસભા મહારેલી નું આયોજન પણ કર્યું હતું ત્યા રે અનેક વખત વાતો વ્યતી થઈ હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે રાજ્ય ભવન ખાતે રાત્રે રોકાણ કરશે ત્યારે માતા હીરાબાને મળવા પહોંચશે પરંતુ ચૂંટણી પ્રચાર સંપૂર્ણ શાંત થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા.