ETV Bharat / assembly-elections

આજે ભારત મદદ માંગવા માટે હાથ નથી ફેલાવતો, દુનિયાની મદદ કરવા માટે હાથ લંબાવે છે: PM નરેન્દ્ર મોદી - PM Modi addressed a public meeting in Ahmedabad

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Elections) પ્રથમ તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે. હવે તમામ રાજકીય પક્ષોની નજર પાંચમી ડિસેમ્બર યોજાનારા બીજા તબક્કાના મતદાન પર છે. આવતીકાલે પ્રચાર પડઘમ શાંત થઈ જશે એ પહેલા પીએમ મોદી દ્વારા ખૂબ જ પ્રચંડ પ્રચાર કરવામાં આવ્યો હતો. સતત બીજા દિવસે પણ પીએમ મોદીએ અમદાવાદમાં રોડ શો કર્યો હતો અને ત્યારબાદ સરસપુરમાં હજારોની સંખ્યામાં જનમેંદની ને સંબોધી હતી. એટલું જ નહીં સરસપુરમાં સભા સંબોધ્યા બાદ પણ સરસપુર થી બાપુનગર સુધી પણ રોડ શો યોજ્યો હતો. આમ સતત બે દિવસથી અમદાવાદમાં મોદીના રોડ શોને લઈને અમદાવાદની 16 - 16 વિધાનસભા ને આવરી લીધી હતી.

આજે ભારત મદદ માંગવા માટે હાથ નથી ફેલાવતો, દુનિયાની મદદ કરવા માટે હાથ લંબાવે છે: નરેન્દ્ર મોદી

author img

By

Published : Dec 2, 2022, 9:37 PM IST

Updated : Dec 2, 2022, 10:02 PM IST

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભવ્ય રોડ શો બાદ અમદાવાદ (PM Narendra Modis road show in Ahmedabad) એક જનસભાને સંબોધી હતી. તેમણે જણાવ્યું કે, તમારા જિંદગીના 25 વર્ષ સ્વર્ણિમ અને ઉત્તમમાં ઉત્તમ જાય, એવી રીતે ભાજપના કમળને વોટ આપજો હું તમને ગેરંટી આપું છું તમારા ઉજ્જવળ ભવિષ્યની. 25 વર્ષ પછી ગુજરાત કેવું હોય, ગુજરાત કેટલું સશક્ત હોય, ગુજરાત કેટલું સમૃદ્ધ હોય, ગુજરાત કેટલું દિવ્ય હોય, ગુજરાત કેટલું ભવ્ય હોય, ગુજરાત કેટલું વિકસિત હોય એનો મજબૂત પાયો નાખવા માટે આ વખતનું મતદાન છે.

ભાજપ માટે દેશ પહેલા છે: સનાતન સંસ્કૃતિના વારસાનું જતન અને તેને સાચું સન્માન આપી રહી છે ભરોસાની ભાજપ સરકાર. આજે આઝાદીના અમૃતકાળમાં (PM Modi addressed a public meeting in Ahmedabad) ભારતને નવી ઊંચાઈ પર લઈ જવાનું કામ ગુજરાત તેજ ગતિથી કરી રહ્યું છે અને પોતાની ભૂમિકા નિભાવી રહ્યું છે. કોંગ્રેસ માટે પરિવાર પહેલા છે અને ભાજપ માટે દેશ પહેલા છે. જ્યારે નિયત હોય, સેવાનો ભાવ હોય ત્યારે જ જનતા જનાર્દનનું ભલું કરવાના કામ થતા હોય છે.

પીએમ મોદીએ અમદાવાદમાં જનસભાને સંબોધી
પીએમ મોદીએ અમદાવાદમાં જનસભાને સંબોધી

હું આ દેશના નાગરિકો પર ભરોસો કરું છું: આજે ભારત મદદ માંગવા માટે હાથ નથી ફેલાવતો, દુનિયાની મદદ કરવા માટે હાથ લંબાવે છે. આજે પૂરી દુનિયાની નજર ભારત પર છે, ભારતના સામર્થ્ય પર છે. કોઈપણ દેશ ત્યારે જ ચાલે જ્યારે તમે તેની પર વિશ્વાસ કરો. હું આ દેશના નાગરિકો પર ભરોસો કરું છું, આપના પર મારો ભરોસો છે, આપની ઈમાનદારી પર ભરોસો છે, આપના સામર્થ્ય પર ભરોસો છે. આત્મનિર્ભર ગુજરાત માટે આત્મનિર્ભર ભારત બનાવવા સંકલ્પ લઈને આપણે ચાલી રહ્યા છીએ. આપણે આલુ ચીપ્સની વાતો સાંભળતા હતા હવે માઈક્રોચીપ બનાવવાનું કામ આ ગુજરાતની ધરતી પર થઈ રહ્યું છે.

Last Updated : Dec 2, 2022, 10:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.