ETV Bharat / assembly-elections

સુરતમાં 50 ટકાથી વધુ પરપ્રાંતીયો વિધાનસભા ચૂંટણીમાં પ્રતિનિધિત્વ વિશે શું વિચારે છે જૂઓ - વિધાનસભાની ચૂંટણીમાં પ્રતિનિધિત્વ

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) ને લઇ સુરતની વાત કરવામાં આવે તો અહીં 12 વિધાનસભા બેઠકમાંથી ત્રણ વિધાનસભા બેઠક ( Surat Assembly Seats ) એવી છે કે જે આ મોટી સંખ્યામાં પરપ્રાંતીય મતદાતાઓ ( Other State Votets In Surat) છે. સુરતમાં 50 ટકાથી પણ વધુ પરપ્રાંતીયો વસે છે પરંતુ તેમનું પ્રતિનિધિત્વ નામ માત્રનું છે ત્યારે તેઓ શું કહે છે ( People Opinion ) જાણો.

સુરતમાં 50 ટકાથી વધુ પરપ્રાંતીયો જીડીપી ગ્રોથના સહભાગી, વિધાનસભા ચૂંટણીમાં પ્રતિનિધિત્વ વિશે શું વિચારે છે લોકો જૂઓ

author img

By

Published : Nov 24, 2022, 9:49 PM IST

Updated : Nov 24, 2022, 10:16 PM IST

સુરત વિશ્વમાં સૌથી ઝડપી વિકસતા શહેરમાં સુરત શહેરનો સમાવેશ થાય છે. દેશની જીડીપીમાં 9.08 પોઇન્ટ ગ્રોથ આપનાર આ શહેરમાં 50 ટકાથી પણ વધુ પરપ્રાંતીયો વસે છે. આ વખતની ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) માં પણ અન્ય પ્રાંતથી આવનાર લોકોનો મત ( Other State Votets In Surat ) દરેક રાજકીય પાર્ટીને જોઈએ છે. પરંતુ પ્રતિનિધિત્વ નામ માત્રનું છે. પરપ્રાંતથી લાખોની સંખ્યામાં આવનારા લોકોની સમસ્યા વર્ષો જૂની છે જે આજે પણ જેમની તેમ જ છે.

સુરતમાં 50 ટકાથી પણ વધુ પરપ્રાંતીયો વસે છે પરંતુ તેમનું પ્રતિનિધિત્વ નામ માત્રનું છે

41.76 પરપ્રાંતીય મજૂરો આ વખતે વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022 ) ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં લાખોની સંખ્યામાં પરપ્રાંતીયો રહે છે. જે પોતાના રાજ્ય છોડીને ગુજરાતમાં રોજીરોટીની શોધમાં આવ્યા છે. ખાસ કરીને સુરતની વાત કરવામાં આવે તો અહીં 12 વિધાનસભા બેઠકમાંથી ત્રણ વિધાનસભા બેઠક એવી છે કે જે આ મોટી સંખ્યામાં પરપ્રાંતીય મતદાતાઓ છે. આઇઆઇએમ બેંગ્લોર દ્વારા કરવામાં આવેલા રિસર્ચ પ્રમાણે સુરત ડાયમંડ સિટીમાં સામાન્ય રીતે આશરે 41.76 ટકા પરપ્રાંતીય મજૂરો ( ભારતના 21 રાજ્યોમાંથી પણ ગુજરાતના 33 જિલ્લાઓમાંથી ) રહે છે. જે તેની કુલ વસ્તીના લગભગ 58 ટકા છે. તેઓ ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ, ડાઇંગ અને પ્રિન્ટિંગ, પાવર લૂમ, એમ્બ્રોઇડરી, કાપડનું કટિંગ અને પેકિંગ, બાંધકામ, હીરા કટીંગ અને પેકિંગ પોલિશિંગ સહિત અન્ય ઉદ્યોગોમાં કામ કરે છે અને લગભગ 60 ટકા પરપ્રાંતીય શ્રમિકો કોન્ટ્રાક્ટ પર કામ કરે છે અથવા દૈનિક વેતન પર કામ કરે છે.

જીડીપીમાં 59.8 બિલિયન ડોલરનું યોગદાન ગુજરાતના સુવિકસિત વેપારી શહેર સુરતે જીડીપીમાં $59.8 બિલિયન ડોલરનું યોગદાન આપ્યું છે. આ શહેર વિશ્વની હીરાની રાજધાની અને ભારતની કાપડની રાજધાની તરીકે જાણીતું છે. ડાયમંડ સ્ટડેડ ગોલ્ડ જ્વેલરી અને રિયલ એસ્ટેટ એ શહેરમાં નવો ઉભરતો વ્યવસાય છે અને વિશ્વના 92 ટકા હીરા સુરતમાં કાપવામાં આવે છે અને પોલિશ કરવામાં આવે છે. સ્ટીલ, પેટ્રોકેમિકલ અને જરી મેન્યુફેક્ચરિંગ અર્થતંત્રમાં ફાળો આપતા અન્ય મુખ્ય ઉદ્યોગોમાંનો એક છે. દેશમાં સૌથી વધુ એમ્બ્રોઇડરી મશીનો હોવા ઉપરાંત ભારતના 40 ટકા આર્ટ સિલ્કનું ઉત્પાદન સુરતમાં થાય છે. શહેરની વસ્તી 4.6 મિલિયનથી વધુ છે. સુરતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં કોમ્પ્યુટરાઈઝ્ડ વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અને કોમ્પ્યુટરાઈઝડ ડ્રેનેજ સિસ્ટમનો સમાવેશ થાય છે.

દ. ગુજરાતમાં 35 વિધાનસભા બેઠકો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો અહીં 35 વિધાનસભા બેઠકો છે. સુરત, વાપી, વલસાડમાં પરપ્રાંતીયોની સંખ્યા સૌથી વધારે છે. અહીં 25 લાખથી વધારે યુપી, બિહાર, ઝારખંડના લોકો રહે છે. જ્યારે રાજસ્થાનના દસ લાખ લોકો, ઓરિસ્સાના સાત લાખ લોકો ,સાડા ચાર લાખ પશ્ચિમ બંગાળના અને ચાર લાખ મધ્યપ્રદેશ છત્તીસગઢના લોકો રહે છે. એટલું જ નહીં દક્ષિણ ભારતના ત્રણ લાખથી વધુ લોકો પણ સુરત સહિત સમગ્ર ગુજરાતમાં વસે છે.

હાથ જાણે પરપ્રાંતીયો પ્રતિ ટૂંકો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આટલી મોટી સંખ્યામાં પરપ્રાંતીયો ( Other State Votets In Surat)રહે છે. તેમ છતાં પણ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી આપવાની વાત આવી તો ગણતરીના લોકોને જ પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. ભાજપે માત્ર લિંબાયત બેઠકથી મરાઠી મહિલા ઉમેદવાર સંગીતા પાટીલને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે ઉધનાથી ઉત્તર ભારતીય ઉમેદવાર ધનસુખ રાજપુત, મજૂરાથી રાજસ્થાની સમાજથી આવનાર બલવંત જૈન અને લિંબાયતથી ગોપાલ પાટીલને ટિકિટ આપી છે. જ્યારે બીજી બાજુ આમ આદમી પાર્ટી એ પણ માત્ર સુરત મજૂરા વિધાનસભા બેઠકથી મૂળ તેલંગાણાના પીવીએસ શર્માને ટિકિટ આપી છે. જ્યારે ઉધનાથી મરાઠી સમાજથી આવનાર નાના પાટીલને ઉમેદવાર બનાવ્યા છે. આ બેઠકો ( Surat Assembly Seats )એવી છે કે જ્યાં પરપ્રાંતીયો મતદાતાઓ નિર્ણાયક ભૂમિકામાં હોય છે. તેમ છતાં પણ જ્યારે ટિકિટ આપવાની વાત આવે છે ત્યારે દરેક પાર્ટીઓનો હાથ જાણે પરપ્રાંતીયો પ્રતિ ટૂંકો પડી જતો હોવાનું સામે આવે છે.

દક્ષિણ ગુજરાતમાં રહેતા પરપ્રાંતીઓની સમસ્યા મોટાભાગના શ્રમિકો કોન્ટ્રાક્ટ બેઝ પર દૈનિક કમાણી કરતા હોય છે. જેથી તેમની રોજગારી પર સંકટ ક્યારેય પણ આવી શકે છે. પરપ્રાંતીયો સંગઠિત કામદારો હોતાં નથી તેથી તેમની છટણી ગમે ત્યારે થઇ જતી હોય છે. તેઓને પોતાના વતન જવા માટે ટ્રેનની સુવિધાઓની માગ વર્ષો જૂની છે. સુરતના ( Other State Votets In Surat)અન્ય વિસ્તારો કરતા પરપ્રાંતીયો વિસ્તારમાં સુવિધાઓનો અભાવ જોવા મળે છે. સ્થાનિક તંત્ર દ્વારા વેરા સહિત અન્ય ટેક્સ લેવામાં આવે છે પરંતુ અન્ય વિસ્તારો કરતા તેમની સાથે ભેદભાવ થાય છે અને તેમના વિસ્તારમાં જે જોઈએ તેવી વ્યવસ્થા મળતી નથી. શ્રમિકોના બાળકો માટે સરકારી કોલેજનો અભાવ પણ છે.

રાજકીય નિષ્ણાતનો અભિપ્રાય રાજકીય નિષ્ણાત નરેશ વરિયાએ જણાવ્યું હતું કે હાલમાં જ મહારાષ્ટ્ર દ્વારા બોર્ડર પર આવેલી ફેક્ટરીઓ દ્વારા કાર્યરત કર્મચારીઓને લીવ આપવામાં આવી છે. જોકે તેમની સંખ્યા આટલી મોટી નથી. તેમ છતાં તેઓ અહીં આવીને મત આપશે. પોતાના સંવિધાનિક અધિકારનો ઉપયોગ કરી તેઓ પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. કારણ કે તેમના પરિવાર અહીં રહેતા હોય છે. સુરતમાં લાખોની સંખ્યામાં પરપ્રાંતીયો ( Other State Votets In Surat) રહે છે. જેમનું મુખ્ય યોગદાન જીડીપી ગ્રોથમાં જોવા મળે છે. કારણ કે આ લોકો શ્રમિક તરીકે અહીં રહે છે. સુરતમાં વિશાળકાય ઉદ્યોગો પણ આવેલા છે જેમાં મોટાભાગના પરપ્રાંતીય કર્મચારીઓ કાર્યરત છે. તેમનો પરિવાર પણ અહીં રહે છે. પરંતુ અનેક સમસ્યાઓનો સામનો તેઓ કરી રહ્યા છે. પરપ્રાંતીય નેતાઓ હોવા છતાં પણ તેમની માંગણીઓ નજર અંદાજ કરવામાં આવતી હોય છે.

Last Updated : Nov 24, 2022, 10:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.