ETV Bharat / assembly-elections

દેશના PM કોણ ? મોરબી જિલ્લા પંચાયત પ્રમુખની જીભ લપસી, કોને પીએમ બનાવી દીધા સાંભળો - પ્રકાશ વરમોરા

ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) માટે ભાજપનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં મોરબીમાં પણ દેખાઇ રહ્યો છે. એકતરફ પીએમ મોદીની જાહેર સભાઓની વાતો ચૌરેચૌટે છે. એવામાં વ્યસ્તતાનું ભારણ મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ (Morbi Jilla Panchayat President )ની જીભ લપસાવી ગયું લાગે છે. ચંદુભાઈ શિહોરા ( Chandubhai Shihora ) એ ગોટો મારતાં ઉમેદવાર પ્રકાશ વરમોરાને વડાપ્રધાન તરીકે સંબોધિત કર્યાં હતાં.

દેશના PM કોણ ? મોરબી જિલ્લા પંચાયત પ્રમુખની જીભ લપસી, કોને પીએમ બનાવી દીધા સાંભળો

author img

By

Published : Nov 24, 2022, 6:54 PM IST

મોરબી ગુજરાત વિધાનસભા ચૂંટણીની ( Gujarat Assembly Election 2022 ) તારીખ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ધ્રાંગધ્રા હળવદ વિધાનસભા બેઠકમાં ( Dhrangadhra Halwad assembly seat ) ભારતીય જનતા પાર્ટીનું પ્રચાર અભિયાન વેગ પકડતું જાય છે. ત્યારે બુધવારે હળવદ ખાતે ભાજપના ઉમેદવાર પ્રકાશ વરમોરાના ( BJP Candidate Prakash Varmora ) સમર્થનમાં યુપીના CM યોગી આદિત્યનાથ ( UP CM Yogi Adityanath ) જાહેર સભા ગોઠવાઇ હતી. તેમના આગમન પૂર્વે રાજકીય આગેવાનો સભાને સંબોધી રહ્યા હતા ત્યારે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ (Morbi Jilla Panchayat President ) ચંદુભાઈ શિહોરાએ ગોટો માર્યો ( Chandubhai Shihora ) હતો.

ઉમેદવાર પ્રકાશ વરમોરાને વડાપ્રધાન તરીકે સંબોધિત કર્યાં

શું કહ્યું ચંદુભાઈ શિહોરાએ મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ ( Chandubhai Shihora ) જાહેર સભામાં એવું કહ્યું હતું કે, 'આપણા વડાપ્રધાન પ્રકાશ વરમોરાના સમર્થનમાં મતદાન કરવાનું છે' આ સાંભળીને સ્થળ ઉપસ્થિત સર્વે લોકોના ચહેરા પર હળવું હાસ્ય ફરી વળ્યું હતું. લોકો એવી પણ ચર્ચા કરી રહ્યા કે શું જિલ્લા પંચાયતના પ્રમુખને એટલી પણ ખબર નથી કે ભારતના વડાપ્રધાન કોણ છે? બુધવારે હળવદ ખાતે યોજાયેલી સભામાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ એવું જણાવ્યું હતું કે ભાજપ તમામ સમાજને સાથે રાખીને ચાલવાનો પક્ષ છે ત્યારે આગામી પહેલી ડિસેમ્બરના રોજ આપણે સૌએ વડાપ્રધાન પ્રકાશભાઈ વરમોરાના સમર્થનમાં મતદાન કરવાનું છે.

સ્પીચ આપતા પહેલા તેની પ્રેક્ટિસ કરવી અનિવાર્ય ચંદુભાઈ શિહોરા ( Chandubhai Shihora ) ના આ શબ્દો સાંભળીને લોકોમાં પણ કુતુહલ સર્જાયું હતું આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે અને નેટિઝન્સ એક જ વાત કરી રહ્યા છે કે સભામાં સ્પીચ આપતા પહેલા તેની પ્રેક્ટિસ કરવી અનિવાર્ય છે. ઘણા લોકોએ એવી પણ પ્રતિક્રિયા આપી હતી કે ભાજપના જ નેતાઓને દેશના વડાપ્રધાન કોણ છે એ જ ખબર નથી, વિકાસ ફૂલ ફોર્મમાં ગાંડો થયો. તો ઘણા એ એવું પણ કહ્યું હતું કે આવા અપૂરતા જ્ઞાનને કારણે કોઈ પણ વ્યક્તિ ગમે તે ઘડીએ વડાપ્રધાન બની શકે છે. હવે આ વીડિયો વાયરલ થતા ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.