ETV Bharat / assembly-elections

મોબાઈલ એપ્લિકેશન : 900થી વધુ ફરિયાદો મળી ચૂંટણી પંચને, તાત્કાલિક કરાશે ઉકેલ - Election Commission

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) નજીક આવી રહી છે. તે પહેલા ચુંટણી પક્ષ ફુલ એકશનમાં જોવા મળી રહ્યું છે. કેન્દ્રીય ચૂંટણી પંચ અને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા ઓનલાઈન ફરિયાદ માટે નેશનલ ગ્રિવન્સીસ રિડ્રેસલ સિસ્ટમ પોર્ટલ બનાવવામાં આવ્યું છે. જેવી ફરિયાદ મળી રહી છે તેનો ઉકેલ લાવવામાં આવી રહ્યો છે.

મોબાઈલ એપ્લિકેશન : 900 થી વધુ ફરિયાદ મળી ચૂંટણી પંચને, તાત્કાલિક ધોરણે ઉકેલ

author img

By

Published : Nov 14, 2022, 7:32 PM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

ગાંધીનગર રાજ્યમાં વિધાનસભાની (Gujarat Assembly Election 2022) સામાન્ય ચૂંટણી નિષ્પક્ષતાથી થાય અને લોકોની ફરિયાદ સીધી ચૂંટણી પંચમાં મળે તેવા આશયથી કેન્દ્રીય ચૂંટણી પંચ અને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. ત્યારે આ બાબતે સમગ્ર રાજ્યમાં 900 થી વધુ ફરિયાદ ચૂંટણીલક્ષી આવી છે. જ્યારે ચૂંટણી પાંચ દ્વારા તાત્કાલિક ધોરણે ફરિયાદનો ઉકેલ લાવવામાં આવ્યો છે. આવી ફરિયાદને લઈને હાલમાં 611 ફ્લાઈંગ સ્કૉડ અને 802 સ્ટેટીક સર્વેલન્સ ટીમો કાર્યરત છે.

મોબાઈલ એપ્લિકેશન લોન્ચ જિલ્લા કક્ષાએ ખાસ ટીમ પી. ભારતીએ ફરિયાદ બાબતે જણાવ્યું હતુ કે સામાન્ય નાગરિકો પણ આચારસંહિતાના ભંગની ફરિયાદ કરી શકે તે માટે c-VIGIL મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. તે દ્વારા મળતી ફરિયાદોના નિરાકરણ માટે જિલ્લા કક્ષાએ સ્પેશિયલ ટીમ અને નોડલ ઑફિસરની નિમણૂક કરવામાં આવી છે. c-VIGIL મોબાઈલ એપ્લિકેશન પર મળેલી ફરિયાદોનો 100 મિનીટમાં નિકાલ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં c-VIGIL મોબાઈલ એપ્લિકેશન દ્વારા 900 થી વધુ ફરિયાદો મળી છે. તે પૈકી 870 જેટલી ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. જ્યારે 200 થી વધુ ફરિયાદો સાચી જણાઈ ન હોવાથી તેને ડ્રોપ કરવામાં આવી છે.

કેટલી ફરિયાદ અઠવાડિયામાં મળી? ભારતના ચૂંટણી પંચ (Election Commission of India) દ્વારા ઓનલાઈન ફરિયાદ માટે નેશનલ ગ્રિવન્સીસ રિડ્રેસલ સિસ્ટમ પોર્ટલ બનાવવામાં આવ્યું છે. આ પોર્ટલ દ્વારા છેલ્લા સપ્તાહમાં 1,323 ફરિયાદો મળી હતી. તે પૈકી 1,172 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. સામાન્ય પ્રકારની ફરિયાદો માટે નાગરિકો અન્ય માધ્યમોનો ઉપયોગ કરી રહ્યાં છે. નાગરિકોની ફરિયાદો અને સુવિધા માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા કંટ્રોલ રૂમના ફોન નંબર આપવામાં આવ્યા છે. આ માધ્યમ મારફતે અત્યાર સુધીમાં 44 ફરિયાદો મળી છે. તે તમામ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. પ્રચાર માધ્યમો પરથી 28 ફરિયાદો મળી છે. જે પૈકી 17 ફરિયાદનો નિકાલ થયો છે.

કેવી ફરિયાદો સામે આવી? રૂપિયા નું વિતરણ, ગિફ્ટ કે કુપન નું વિતરણ, મંજૂરી વગર પોસ્ટર કે બેનર લગાવવા મુદ્દે, ધાક ધમકી કે હથિયાર નો ઉપયોગ, આચારસંહિતા નું ઉલ્લંઘન, ખરાબ કે ભડકાઉં ભાષણ મુદ્દે, રાત્રે 10 વાગ્યા પછી લાઉડ સ્પીકરનો ઉપયોગ જેવી ફરિયાદો સામે આવી હતી.

ફરિયાદ માટેના પ્લેટફોર્મ ગત અઠવાડિયે 4349 ફરિયાદ વિધાનસભાની ચુંટણીને (Gujarat Assembly Election 2022) લઇને ચૂંટણી પંચ દ્વારા અલગ અલગ ફોર્મ માં રજૂઆત અને ફરિયાદ માટેના પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ગત અઠવાડિયા સુધી વિવિધ પ્રકારની કુલ 4,349 ફરિયાદો મળી છે. જેમાં EPICની 3,654 ફરિયાદો તથા મતદારયાદી અને આચારસંહિતા ભંગની 05 ફરિયાદો મળી છે. જેમાંથી 4,101 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે.

ચેટબોટ સુવિધા મતદારો માટે ઓનલાઈન ચેટબોટ સુવિધા મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ વખતે સૌપ્રથમ વખત અમે ચૅટબોટ તૈયાર કરી રહ્યા છીએ, આ ચૅટબોટ પર મતદારો અને ઉમેદવારો માટેની જરૂરી પ્રાથમિક માહિતી પ્રશ્નોત્તરી સ્વરૂપે ઉપલબ્ધ હશે. ચૅટબોટ એ એક મોબાઈલ નંબર 63571 47746 છે. આ નંબર પર કોલ કરીને કોઈપણ વ્યક્તિ ઓટોમેટેડ ચેટથી જરૂરી માહિતી મેળવી શકશે. ઉમેદવાર અંગેની વિગતો, મતદાર યાદી સંબંધિત પ્રશ્નો, આદર્શ આચારસંહિતાની માહિતી, મતદાન કરવા માટે કયા-કયા પુરાવા જરૂરી છે. વગેરે પ્રકારની માહિતી પ્રશ્નોત્તરી સ્વરૂપે ઉપલબ્ધ હશે.

તમામ વિગતો ઉપલબ્ધ ઉમેદવારોની માહિતી મળશે મતદારોને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા Know Your Candidate(KYC) મોબાઈલ એપ અને PwD એપ શરૂ કરવામાં આવી છે. જેમાં Know Your Candidate (KYC) એપ્લિકેશન કાર્યરત કરવામાં આવી છે. આ મોબાઈલ એપ પર તમામ ઉમેદવારોની તમામ વિગતો ઉપલબ્ધ કરાવવામાં આવશે. તમામ ઉમેદવારોની એફિડેવિટ્સ અને ગુનાઈત માહિતી હશે તો તે પણ ઉપલબ્ધ કરાવાશે.

Last Updated : Nov 16, 2022, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.