ETV Bharat / assembly-elections

નવા મતદાતાઓનો વધારો, પ્રથમ વખત મતદાન કરશે અધધ યુવાઓ, કેવી રીતે શક્ય બન્યું જાણો - મહત્તમ મતદાન

લોકશાહીનો મહાઉત્સવ એવો ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 ) નો જામો દેખાઇ રહ્યો છે. એવામાં મહત્તમ મતદાન નોંધાય તેવી કોશિશો પણ થઇ રહી છે. ત્યારે આજે બહાર પડેલી માહિતી મુજબ આ ચૂંટણીમાં ગુજરાતમાં કુલ 11,74,370 નવા મતદાતાઓનો વધારો ( Increase in First Time Water Gujarat ) થયો છે. આવો વધારો નોંધાવા પાછળના કારણ જાણીએ.

નવા મતદાતાઓનો વધારો, પ્રથમ વખત મતદાન કરશે અધધ યુવાઓ, કેવી રીતે શક્ય બન્યું જાણો

author img

By

Published : Nov 16, 2022, 8:37 PM IST

ગાંધીનગર ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 ) માટે તમામ પક્ષો વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયત્નો કરી રહ્યાં છે. જ્યારે મહત્તમ મતદાન માટે ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા જાગૃતિ અભિયાન તથા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તેમાં પણ યુવા મતદારોને આકર્ષિત કરવા માટે ભારતના ચૂંટણી પંચે ખાસ ભાર મૂક્યો છે. જેના ભાગરૂપે યુવા મતદારોની મતદાર યાદીમાં નોંધણીના નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે.

11,74,370 યુવાઓ ફર્સ્ટટાઈમ વોટર આ તમામ પ્રયાસોના પરિણામે આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ( Gujarat Assembly Election 2022 )માં કુલ 11,74,370 યુવાઓ પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ ( Increase in First Time Water Gujarat )કરશે. સુધારણા કાર્યક્રમ પછી 10 ઓક્ટોબર 2022ની સ્થિતિએ તા. 1-1-2022થી તા.1-10-2022 દરમિયાન 18 વર્ષના થયા હોય તેવા 3,24,420 યુવાઓ મતદાર યાદીમાં સામેલ થયા છે.

પ્રથમ તબક્કામાં 5,87,175 મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ રાજ્યના મુખ્ય ચૂંટણી નિર્વાચન અધિકારી પી ભારતી ( Chief Returning Officer P Bharti ) એ જણાવ્યું હતું કે ગુજરાતમાં પ્રથમ તબક્કામાં યોજાનારી 89 બેઠકો પરની ચૂંટણીમાં કુલ 5,87,175 મતદારો પ્રથમવાર પોતાના મતાધિકારનો ઉપયોગ ( Increase in First Time Water Gujarat ) કરશે. ગુજરાતમાં સૌથી વધુ યુવા મતદારોમાં સુરત જિલ્લામાં 1,02,506, ભાવનગરમાં 45,277, રાજકોટમાં 42,973, કચ્છમાં 42,294 અને સુરેન્દ્રનગર જિલ્લામાં 39,437 છે. જ્યારે જે જિલ્લામાં સૌથી ઓછા યુવા મતદારો નોંધાયા છે તેમાં ડાંગમાં 8,680, પોરબંદરમાં 13,561, તાપીમાં 13,800, નર્મદામાં 15,796 અને બોટાદમાં 15,612 મતદારો છે.

બીજા તબક્કામાં 5,87,195 યુવા મતદારો ગુજરાતમાં બીજા તબક્કામાં યોજાનારી 93 બેઠકો પરની ચૂંટણીમાં કુલ 5,87,195 મતદારો પ્રથમવાર પોતાના મતાધિકારનો ( Increase in First Time Water Gujarat ) ઉપયોગ કરશે. જેમાં સૌથી વધુ યુવા મતદારોમાં અમદાવાદ 93,428, બનાસકાંઠામાં 81,515, વડોદરામાં 47,343, દાહોદમાં 47,194 તેમજ મહેસાણામાં 40,930નો સમાવેશ થાય છે. જ્યારે જે જિલ્લામાં સૌથી ઓછા યુવા મતદારો નોંધાયા છે. તેમાં છોટાઉદેપુરમાં 20,638, મહીસાગરમાં 21,323, અરવલ્લીમાં 23,084, ગાંધીનગરમાં 27,599 અને સાબરકાંઠામાં 31,076 યુવા મતદારો છે. રાજ્યમાં 182 બેઠકો પર યોજાનારી ચૂંટણીના બે તબક્કામાં કુલ 11,74,370 યુવા મતદારો પ્રથમવાર તેમના મતાધિકારનો ( Gujarat Assembly Election 2022 ) ઉપયોગ કરશે.

ચૂંટણી પંચે નિયમમાં કર્યો હતો સુધારો અગાઉ કોઈ યુવાનની ઉંમર 1લી જાન્યુઆરીના રોજ 18 વર્ષ પૂર્ણ થતી હોય તો તેને તે વર્ષે યોજાતી ચૂંટણીમાં મતદાનનો અધિકાર મળતો હતો. મતદાનની પ્રક્રિયામાં વધુને વધુ યુવાઓ ભાગીદાર બને અને લોકશાહી વ્યવસ્થા વધુ મજબૂત થાય તે હેતુથી ભારતના ચૂંટણી પંચે 17 જૂન, 2022ના રોજ રજિસ્ટ્રેશન ઑફ ઈલેક્ટોરલ રૂલ્સ, 1960માં આનુસાંગિક ફેરફાર કરીને યુવા મતદારોની લાયકાતમાં સુધારો કર્યો છે. પ્રવર્તમાન નીતિ મુજબ, સામાન્ય રીતે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં (સામાન્ય રીતે વર્ષના છેલ્લા ક્વાર્ટરમાં) લાયકાતની તારીખ તરીકે આવતા વર્ષની 01 જાન્યુઆરીના સંદર્ભમાં મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ કરવામાં આવતી હતી. જેથી આખરી મતદારયાદીનું પ્રકાશન આગામી વર્ષના જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં કરી શકાય. આનો અર્થ એ થયો કે 01 જાન્યુઆરી પછી 18 વર્ષ પૂર્ણ કરનાર મોટી સંખ્યામાં યુવાનોએ નોંધણી માટે આગલા વર્ષના સ્પેશિયલ સમરી રિવિઝનની રાહ જોવી પડતી હતી. સાથે જ તેઓ આ સમયગાળા દરમ્યાન યોજાતી ચૂંટણીઓમાં ભાગ પણ લઈ શકતા નહોતા. જેમાં ફેરફાર થતાં યુવાનો વર્ષમાં ચાર વખત ‘ફર્સ્ટટાઈમ વોટર‘ મતદાર યાદીમાં ( Gujarat Assembly Election 2022 ) પોતાનું નામ નોંધાવી શક્યા ( Increase in First Time Water Gujarat ) છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.