ETV Bharat / assembly-elections

ધારાસભ્ય ફંડમાં ફાળવાયાં હતાં 1004.15 કરોડ, નાણાંકોથળી ખુલ્લી પણ વણવપરાયેલું ફંડ અધધ - કિશોરસિંહ ચૌહાણ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022 ) વખતે ધારાસભ્યોને લોકો વચ્ચે જવાબો આપવા જવાનું હોય છે. ત્યારે ધારાસભ્યોને ફાળવાતા ફંડનો ( MLA Grant in Gujarat ) હિસાબ સામે આવતો હોય છે. ગત સરકારમાં ધારાસભ્ય ફંડમાં કેટલા રુપિયા ફાળવાયા ( MLA Grant Allocation ) અને કેટલું વણવપરાયેલું ફંડ રહ્યું ( Gujarat MLA Unspent Grant ) તેની તાલિકા મેળવતો આ અહેવાલ જૂઓ.

ધારાસભ્ય ફંડમાં ફાળવાયાં હતાં 1004.15 કરોડ, નાણાંકોથળી ખુલ્લી પણ વણવપરાયેલું ફંડ અધધ

author img

By

Published : Nov 12, 2022, 7:10 PM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022(Gujarat Assembly Election 2022 )ની તૈયારીઓ હવે વધુ વેગવાન જોવા મળી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં એટલે કે વર્ષ 2017 થી વર્ષ 2020 માં 182 વિધાનસભાની કામગીરીમાં ધારાસભ્યોની કામગીરી જોવાનો આ સમય છે. વાત કરવામાં આવે તો દર વર્ષે ધારાસભ્યોને પોતાના વિસ્તારમાં વિકાસના કામો માટે સરકારની નાણાંકોથળીમાંથી 1.5 કરોડની ગ્રાન્ટ ( MLA Grant in Gujarat ) મળતી હોય છે. જે અંદાજ મુજબ પાંચ વર્ષમાં કુલ 1004.15 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ( MLA Grant Allocation )પ્રાપ્ત થાય છે. પણ છેલ્લા 5 વર્ષમાં ધારાસભ્યોએ ફક્ત 677.5 કરોડ રૂપિયાની જ ગ્રાન્ટનો ( Gujarat MLA Unspent Grant ) ખર્ચ કર્યો છે.

સરકારે 4958 યોજનાને આપી હતી મંજૂરી ADR ખાનગી સંસ્થા દ્વારા કરવામાં આવેલ સર્વે પ્રમાણે વર્ષ 2017 થી 2022 સુધીમાં રાજ્યના કોસ્ટલ વિસ્તારની 19 જેટલી વિધાનસભા વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા કુલ 4958 યોજનાને મંજૂરી ( MLA Grant Allocation )આપવામાં આવી હતી. જેમાં વર્ષ 2017માં 1312 યોજનાઓ, વર્ષ 2018-19માં 1518, વર્ષ 2019-20માં 1366 અને વર્ષ 2021-22માં 762 જેટલી યોજનાને મંજૂર કરવામાં આવી હતી. જ્યારે 2020-21 માં કોરોનાને કારણે યોજનાઓ અમલી નહીં હોવાથી વિગતો પ્રાપ્ત થઈ ન હતી. આ તમામ યોજનાઓમાં સરકારે 19 વિધાનસભા વિસ્તારમાં 390 કામો સરકારે રદ કર્યા હતાં. જ્યારે 572 કામો હજુ શરૂ જ ( Gujarat MLA Unspent Grant )થયા નથી.

આ ડેટા ખૂબ જ મહત્ત્વનો છે
આ ડેટા ખૂબ જ મહત્ત્વનો છે

7812.3 લાખનો થયો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના 1600 કિલોમીટર દરિયા કિનારા વિસ્તારના 19 જેટલી વિધાનસભા વિસ્તારમાં સરકારે વિકાસના કામો પાછળ 7812.3 લાખ રૃપિયાનો ( MLA Grant Allocation )ખર્ચ કર્યો. જ્યારે સૌથી વધુ ખર્ચ વર્ષ વર્ષ 2019-20 દરમિયાન 2574 લાખ રૂપિયાનો ખર્ચ ( MLA Grant in Gujarat )કરવામાં આવ્યો છે. જ્યારે સૌથી ઓછો ખર્ચ વર્ષ 2021-22માં 832.3 લાખનો ખર્ચ ( Gujarat MLA Unspent Grant )કરવામાં આવ્યો છે. જેમાં વર્ષ 2017થી વર્ષ 2022 સુધીમાં 5 વર્ષમાં કુલ 4012 જેટલી યોજનાઓ પૂર્ણ કરવામાં આવી છે. સૌથી વધુ યોજનાઓ વર્ષ 2018-19માં 1494 યોજનાના કામો પૂર્ણ કરવામાં આવ્યાં હતાં. કોસ્ટલ કોસ્ટલ વિધાનસભા વિસ્તારમાં આવતી બેઠકો જોઇએ તો જંબુસર, વાગરા, મહુવા, તળાજા, ખંભાળિયા, દ્વારકા, પોરબંદર, કોડીનાર, ઊના, માંડવી, ગાંધીધામ. અબડાસા, જલાલપોર, ગણદેવી, ઓલપાડ, ચોર્યાશી, વલસાડ, પારડી, ઉમરગામ અને ગીર સોમનાથ આવે છે.

ચોર્યાસી વિધાનસભા વિસ્તારમાં સૌથી વધુ કામ દક્ષિણ ગુજરાતના ભાજપના ધારાસભ્ય ઝંખનાબેન પટેલના મત વિસ્તાર ચોર્યાસી વિધાનસભા વિસ્તારમાં સૌથી વધુ યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે સાથે વધુ કામ પણ પૂર્ણ થયા છે. ત્યારે પાંચ વર્ષની વાત કરવામાં આવે તો 565 જેટલી યોજનાઓને મંજૂરી આપવામાં આવી હતી જેમાં વર્ષ 2017-18માં 160, વર્ષ 2018-19માં 203, વર્ષ 2019-20માં 66 અને વર્ષ 2021-22માં 5 કામો પૂર્ણ થયા છે, જ્યારે 23 જેટલા કામો રદ ( Gujarat MLA Unspent Grant ) કરવામાં આવ્યાં હતાં.

37 ટકા ગ્રાન્ટ વપરાઈ જ નહીં ધારાસભ્ય સ્થાનિક વિકાસ ભંડોળ યોજના અંતર્ગત દરેક ધારાસભ્યને વર્ષે 1.5 કરોડ સુધીના કામો પોતાના મતક્ષેત્રમાં કરવા ભલામણ કરી શકે છે. આ ફંડ ( MLA Grant in Gujarat )રેગ્યુલર વિકાસ ભંડોળ ઉપરાંત ધારાસભ્યના મતક્ષેત્રની વિશેષ જરૂરીયાત મુજબના કામોમાં વપરાય છે. તેમાં માળખાગત સુવિધાઓ, પાણી, શિક્ષણ, આરોગ્ય, સ્મશાનગૃહ, મિટિંગ હોલ વગેરે જેવા કામોનો સમાવેશ થાય છે. જિલ્લા આયોજન મંડળ તેનો હિસાબ રાખે છે. પાંચ વર્ષમાં આ રકમ 7.5 કરોડ જેટલી થાય છે. આમ વર્તમાન ધારાસભ્યોની સંખ્યાને આધારે 1350 કરોડનું ફંડ ( MLA Grant Allocation ) થવા જાય છે. પરંતુ આ ફંડમાંથી 1004.15 કરોડ રૂપિયા જ છેલ્લા પાંચ વર્ષમાં મંજૂર કરાયા છે. તેમાંથી પણ 677.5 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. જે ફંડના 67.47 % છે. આ યોજનામાં મંજૂર થયેલા 53,029 કામોમાંથી 40,428( 76ટકા ) કામ જ પૂર્ણ થયા છે.6,094 કામ મંજુર થયા બાદ શરૂ જ થઈ શક્યા નથી. આમ એક બાજુ સ્થાનિક વિકાસના કાર્યો થતા નથી તો બીજી બાજુ વણવપરાયેલું ફંડ ( Gujarat MLA Unspent Grant ) પડ્યું રહે છે. પાંચ વર્ષ બાદ તેને બીજી ટર્મમાં વાપરી શકાતું નથી. અહીં કુલ 600 કરોડ રૂપિયા વણવપરાયેલા રહ્યા છે.

આદિવાસી વિસ્તારમાં ઓછો ખર્ચ થયો ADRના સર્વે મુજબ ગુજરાતની 27 આદિવાસી બેઠકોનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્ય સરકાર દ્વારા 230.37 લાખનું બજેટ ( MLA Grant Allocation )ફાળવવામાં આવ્યું હતું ત્યારે ખર્ચની વાત કરવામાં આવે તો 177.39 લાખનો જ ખર્ચ ( Gujarat MLA Unspent Grant )કરવામાં આવ્યો છે.

કોંગ્રેસ ધારાસભ્યે કરી હતી ફરિયાદ 23 ઓક્ટોબરના દિવસે અમદાવાદ મ્યુ. કમિશનર સમક્ષ ગ્યાસુદ્દીન શેખ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે મ્યુનિ. સંકલન સમિતિમાં મારી અવારનવાર રજૂઆતને પગલે મ્યુનિ. કમિશનર દ્વારા કન્સલન્ટન્ટની નિમણૂંક કરી શાહપુર વોર્ડના દૂધેશ્વર વિસ્તારમાં આવેલ કમુમીયાની ચાલી, ભગુભાઈની ચાલી, નકળંગપુરા અને રામલાલના ખાડા સહિત વિવિધ વિસ્તારો માટે રુ.5 કરોડની ગ્રાન્ટ મંજૂર ( MLA Grant Allocation )કરી હોવા છતાં પણ કમુમીયાની ચાલી અને ભગુભાઈની ચાલીમાં રાજકીય કારણોસર કામ મંદગતિએ થઈ રહ્યા છે. આશ્ચર્યજનક રીતે મંજૂર થયેલા કામોમાંથી નકળંગપુરા અને રામલાલના ખાડામાં તો કામો હજુ સુધી શરુ ( Gujarat MLA Unspent Grant )પણ કરવામા આવ્યા નથી.

શું કહ્યું ગીર સોમનાથના ધારાસભ્યે ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચૂડાસમાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં દર વર્ષે 1.5 કરોડની ગ્રાન્ટ ( MLA Grant Allocation )મળે છે, તે ધારાસભ્યો હસ્તક હોય છે પણ ભાજપ સરકાર ગ્રાન્ટ ( MLA Grant in Gujarat ) છોડવા માટેની મંજૂરીમાં ધાંધિયા કરે છે. એના કારણે સમયસર ન પહોંચી શકે તેના પ્રયત્નો હોય છે, જ્યારે કોરોનાના એક વર્ષને કારણે તમામ ધારાસભ્યોની ગ્રાન્ટ રદ ( Gujarat MLA Unspent Grant )કરવામાં આવી હતી.

100 ટકા ગ્રાન્ટ આપવામાં આવે છે કિશોરસિંહ ચૌહાણ ભાજપના વેજલપુરના ધારાસભ્ય છે. કિશોરસિંહ ચૌહાણે ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા 100 ટકા ગ્રાન્ટ ( MLA Grant Allocation )ફાળવવામાં આવે છે. જે કોઈ કામ મુકવામાં આવે છે તે સંપૂર્ણપણે પાસ ( MLA Grant ) થાય છે. કોઈ ગ્રાન્ટ ( MLA Grant in Gujarat ) બાકી રહેતી નથી.

Last Updated : Nov 16, 2022, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.