ETV Bharat / assembly-elections

દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી પર જીવલેણ હુમલો, ભાજપ ઉમેદવાર પર લગાવ્યો આરોપ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું(gujarat legislative assembly 2022) આજે બીજા તબક્કાનું મતદાન છે. મતદાન પૂર્વે કોંગ્રેસના બનાસકાંઠા જિલ્લાના દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી પર જીવલેણ હુમલો(Fatal attack on Danta MLA Kanti Kharadi) થયો હતો. જેમાં દાંતા તાલુકાના છોટા બામોદરા પાસે કાંતિ ખરાડીની ગાડી પર હુમલો કરતાં ગાડીએ પલટી મારતાં 6થી 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. કાંતિ ખરાડી ત્યાંથી નાસીને જંગલમાં છુપાઈ ગયા હતા. પોલીસે કલાકોની શોઘખોળ બાદ તેમનો પત્તો લગાવ્યો હતો. કાંતિ ખરાડીએ ભાજપના ઉમેદવાર લાઘુ પારધી પર હુમલાનો આરોપ લગાવ્યો છે.

દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી પર જીવલેણ હુમલો,

author img

By

Published : Dec 5, 2022, 7:27 AM IST

Updated : Dec 5, 2022, 5:29 PM IST

બનાસકાંઠા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું(gujarat legislative assembly 2022) આજે બીજા તબક્કાનું મતદાન(second Phase of voting) છે. મતદાન પૂર્વે કોંગ્રેસના બનાસકાંઠા જિલ્લાના દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી પર જીવલેણ હુમલો(Fatal attack on Danta MLA Kanti Kharadi) થયો હતો. જેમાં દાંતા તાલુકાના છોટા બામોદરા પાસે કાંતિ ખરાડીની ગાડી પર હુમલો કરતાં ગાડીએ પલટી મારતાં 6થી 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી પર જીવલેણ હુમલો

કાંતિ ખરાડી પર જીવલેણ હુમલો: ગત રાત્રિના લગભગ બે વાગ્યાની આસપાસ અસામાજિક તત્વોએ દાંતાના કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય કાંતિ ખરાડી પર જીવલેણ હુમલો કર્યો હતો. દાંતા તાલુકાના છોટા બામોદરા પાસે કાંતિ ખરાડીની ગાડીને રોકાવીને હુમલો કર્યો હતો. જેમાં ગાડીએ પલટી મારતાં 6થી 7 લોકોના ઈજાગ્રસ્ત હોવાના સમાચાર સામે આવ્યા છે. હુમલા દરમિયાન કાંતિ ખરાડી ઘટનાસ્થળેથી નાસીને જંગલમાં સંતાઈ ગયા હતા. જિલ્લા પોલીસ વડા સહિત એલસીબી અને પોલીસની ટીમો કાંતિ ખરાડીને શોધવાના કામે લાગી હતી. ધારાસભ્ય કાંતિ ખરાડીના બંને મોબાઈલ સ્વીચ ઓફ આવતા પોલીસની ટીમે તેમની શોધખોળમાં લાગી હતી.

ભાજપ ઉમેદવાર પર હુમલાનો આરોપ

ભાજપ ઉમેદવાર પર હુમલાનો આરોપ: આખરે કલાકોની મહેનત બાદ દાંતા તાલુકાના સાંઢુસી ગામ પાસેથી પોલીસનો કાંતિ ખરાડી સાથે સંપર્ક થયો હતો અને જંગલમાંથી બહાર કાઢ્યા હતા. કાંતિ ખરાડીએ દાંતાના ભાજપ ઉમેદવાર લાધુ પારગી પર હુમલાનો આરોપ લગાવ્યો હતો. આ અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે માહિતી આપી છે. જગદીશ ઠાકોરે કહ્યું કે, કાંતિ ખરાડી સાથે ફોન પર વાત થઈ છે. ફોન પર તેઓઓ જણાવ્યું કે મારા પર હુમલો કરવામાં આવ્યો હતો. ભાજપના ઉમેદવારે હુમલો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે કાંતિ ખરાડીએ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી અને બોગસ મતદાન અને ધાક ધમકીની શંકા વ્યક્ત કરી હતી. ત્યારે મતદાન પૂર્વે રાત્રિના કાંતિ ખરાડી પર હુમલો થતાં રાજકારણ ગરમાયું છે.

Last Updated : Dec 5, 2022, 5:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.