અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે(gujarat legislative assembly 2022) આજે પ્રથમ તબક્કાનું મતદાન(First Phase of voting) શરૂ થઈ ગયું છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર કુલ 788 ઉમેદવારો મેદાનમાં છે. મતદાનને લઈને મતદારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો વહેલી સવારથી મતદાન કેન્દ્રો પર લાઈનમાં ઉભેલા જોવા મળ્યા હતા.
5 વાગ્યા સુધીનું મતદાન: પ્રથમ તબક્કામાં 5 વાગ્યા સુધી થયું સરેરાશ 59.24 ટકા મતદાન થયું છે. જિલ્લા પ્રમાણે વિગતોની વાત કરીએ તો, અમરેલીમાં 52.73, ભરૂચ 59.36,ભાવનગર 51.34, બોટાદ 51.64, ડાંગ 64.84, દેવભૂમિ દ્વારકા 59.11, ગીર સોમનાથ 60.46, જામનગર 53.98, જુનાગઢ 52.04, કચ્છ 54.52, મોરબી 56.20,નર્મદા 68.09, નવસારી 65.91, પોરબંદર 53.84, રાજકોટ 51.66, સુરત 57.16, સુરેન્દ્રનગર 58.14, તાપી 72.32, વલસાડ 62.46 થયું છે.
3 વાગ્યા સુધીનું મતદાન: બપોરે 3 વાગ્યા સુઘીમાં સરેરાશ 48.48 ટકા મતદાન નોંઘાયું છે. સૌથી વધુ તાપીમાં 64.27% અને સૌથી ઓછું જામનગર 42.26 ટકા મતદાન નોંધાયું. પ્રથમ તબક્કામાં જિલ્લા પ્રમાણે મતદાનની ટકાવારી 48.48 છે. જિલ્લા પ્રમાણે વિગતોની વાત કરીએ તો, અમરેલી 44.62, ભરૂચ 55.45, ભાવનગર 45.91,બોટાદ 43.67, ડાંગ 58.55,દેવભૂમિ દ્વારકા 46.55,ગીર સોમનાથ 50.89, જામનગર 42.26, જુનાગઢ 46.03,કચ્છ 45.45, મોરબી 53.75, નર્મદા 63.88, નવસારી 55.10, પોરબંદર 43.12, રાજકોટ 46.67,સુરત 47.01,સુરેન્દ્રનગર 48.60,તાપી 64.27, વલસાડ 53.49 થયું છે.
1 વાગ્યા સુધીનું મતદાન: બપોરે 1 વાગ્યા સુધીમાં સરેરાશ 34.48 ટકા મતદાન નોંધાયું છે. કચ્છની 6 બેઠકો પર બપોરે 1 વાગ્યા સુધીમાં 33.44 ટકા મતદાન થયું છે. અબડાસા વિધાનસભામાં સૌથી વધારે 38.64 ટકા મતદાન થયું છે. રાજકોટમાં બપોરે 1 વાગ્યા સુધીમાં 32.88 ટકા મતદાન નોંધાયું હતું. ભાવનગરમાં બપોર સુધીમાં 1 વાગ્યા સુધી 32.74 ટકા મતદાન નોંધાયું હતું. સવારે મતદાનની પ્રક્રિયામાં નિરસતા જોવા મળી હતી. પરંતુ 10 વાગ્યા બાદ મતદાનની સંખ્યામાં વધારો થયો હતો. મોટી સંખ્યામાં મતદારોએ ઉત્સાહપૂર્વક લોકશાહીના આ પર્વમાં ભાગ લીધો હતો.
11 વાગ્યા સુધીનું મતદાન: સવારે 11 વાગ્યા સુધીમાં સરેરાશ 19.13 ટકા મતદાન નોંધાયું છે. સૌથી વધુ જિલ્લામાં ડાંગમાં 24 ટકા મતદાન અને સૌથી ઓછું પોરબંદર જિલ્લામાં 16.49 મતદાન થયું છે. વહેલી સવાર કરતાં હવે મતદારોની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે. કચ્છની છ બેઠકો પર સવારે 11 વાગ્યા સુધીમાં 17.62 ટકા મતદાન નોંધાયું હતું.
10 વાગ્યા સુધીનું મતદાન: સવારે 10 વાગ્યા સુધીમાં સરેરાશ 5.03 ટકા મતદાન નોંધાયું છે. સૌથી વધુ જિલ્લામાં ડાંગમાં 7.76 ટકા મતદાન અને સૌથી ઓછું પોરબંદર જિલ્લામાં 3.92 મતદાન થયું છે. વહેલી સવાર કરતાં હવે મતદારોની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે.
9 વાગ્યા સુધીનું મતદાન: પ્રથમ એક કલાક એટલે કે 8થી 9 વાગ્યા સુધીમાં સરેરાશ 4.52 % મતદાન થયું છે. સૌથી વધુ મતદાન દક્ષિણ ગુજરાતની ડાંગ વિધાનસભા બેઠક પર 7.76 ટકા મતદાન અને સૌથી ઓછું ભરૂચમાં 3.44 ટકા મતદાન મતદાન થયું હતું. કચ્છની છ બેઠકો પર સવારે 9 વાગ્યા સુધીમાં 5.06 ટકા મતદાન થયું હતું. સૌથી વધુ અંજાર વિધાનસભામાં 5.85 ટકા મતદાન નોંધાયું હતું.