ETV Bharat / assembly-elections

કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરોઃ રાંધણ ગેસમાં રાહત અને વીજળી મફતનો વાયદો - મેનીફેસ્ટો

ગુજરાતમાં ચૂંટણી (Gujarat assembly election 2022) પહેલા તમામ રાજકીય પક્ષો એક્ટિવ મોડમાં આવી ગયા છે. ત્યારે હવે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો પણ જાહેર કરી દીધો છે. જેમાં આઠ વચનોની લ્હાણી કરવામાં આવી છે. રાજસ્થાનના CM અશોક ગેહલોતે આ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. જેમાં 'જનતાની સરકાર'ના નામથી મેનિફેસ્ટોની જાહેરાત કરવામાં આવી છે. આ ઢંઢેરામાં રાહુલ ગાંધીના 8 વચન કેન્દ્ર સ્થાને રહેશે.

કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરોઃ રાંધણ ગેસમાં રાહત અને વીજળી મફતનો વાયદો

author img

By

Published : Nov 12, 2022, 12:19 PM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

અમદાવાદ: ગુજરાતમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને (Gujarat assembly election 2022) લઈને દરેક પાર્ટીએ પોતાની કમર કસી છે. દરેક પાર્ટીઓ દ્વારા હાલ પોતાના ઉમેદવારોની જાહેરાત કરાઈ રહી છે. તેવા સમયે ગુજરાત કોંગ્રેસ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને મેનીફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. રાજસ્થાનના CM અશોક ગેહલોતે આ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. જેમાં 'જનતાની સરકાર'ના નામથી મેનિફેસ્ટોની જાહેરાત કરવામાં આવી છે. આ ઢંઢેરામાં રાહુલ ગાંધીના 8 વચન કેન્દ્ર સ્થાને રહેશે.

શિક્ષણ: ગુજરાત કોંગ્રેસે જાહેર કાર્લ મેનીફેસ્ટોમાં ઈતર પ્રવૃત્તિના નામે લેવાતી ઉંચી શિક્ષણ ફી અને ડોનેશન્સ પર પ્રતિબંધ લગાડવાની વાત કરી છે. ઉપરાંત પ્રવર્તમાન શિક્ષણ ફી ને સ્થગિત કરી તાત્કાલિક ફીમાં ૨૦%નો ઘટાડો કરવાની વાત કરી છે.

પશુપાલન: ગુજરાતમાં હાલમાં પશુઓમાં જે લંપી વાયરસનો કહેર ચાલી રહ્યો છે તેને ધ્યાને લઈને કોંગ્રેસે મેનીફેસ્ટોમાં લંપીથી મૃત્યુ પામેલ ગૌમાતાના કિસ્સામાં વળતર-સહાય આપવાની વાત કરી છે. ઉપરાંત પશુચારો અને ખાણદાણના ભાવ વધારાનું નિયમન કરવામાં આવશે.

સૌને ધરના ઘર: કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા મેનીફેસ્ટોમાં સૌને ઘર ઘર સુધી પીવાનું સ્વચ્છ પાણી, પાકા રસ્તા,ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ ગાર્ડન, લાઈબ્રેરી, જિમ્સ, બાલભવન, દવાખાનાની સુવિધા આપવાની વાત કરી છે. ઉપરાંત ઝૂંપડા વસાહતો અને ચાલીઓમાં કોઈ શરતો વિના ગટર, પાણી, લાઈટની સુવિધા અપાશે. વસ્તી મુજબ શૌચાલયોની વ્યવસ્થા કરવાની પણ વાત કરી છે.

SC,ST,OBC, લઘુમતી: વસ્તી ગણતરીના આધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણીમાં સમાજના લોકો માટે ભાજપે રદ કરેલ અનામત પુન: લાગુ કરાશે તે વાતનો ઉલ્લેખ કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં કર્યો છે. ઉપરાંત ભરતીમાં ચડતા ક્રમથી અગ્રીમતી આપી અંત્યોદયના સિદ્ધાંતોનો અમલ કરાશે

પંચાયતી રાજ: પંચાયતી રાજને વધુ મજબુર કરવા માટે ભાજપે પંચાયતો પાસેથી છીનવેલ સત્તા, કાર્યો પંચાયતોને સુપરત કરાશે તેવું વચન કોંગ્રેસે કર્યું છે. ઉપરાંત મનરેગામાં ભ્રષ્ટાચાર અટકાવી સમયસર ચૂકવણુ થાય માટે અગ્રીમતા અપાશે.

મહિલા સુરક્ષા: કોંગ્રેસે મહિલા વર્ગને ધ્યાને રાખીને પોતાન ચૂંટણી ઢંઢેરામાં વિશેષ આયોજન કરવાની વાત કરી છે. મહર્ષિ દયાનંદ સરસ્વતી જ્ઞાન યોજના હેઠળ મેડિકલ, ઈજનેરી, એમબીએમાં પ્રવેશ લેનાર છાત્રાઓને ફ્રી લેપટોપ આપવામાં આવશે. તે ઉપરાંત આઠ મહાનગરોમાં મહિલાઓ માટે રાહત દરે મુસાફરીની વ્યવસ્થા કરવામાં આવશે.

ખેડૂત: ખેડૂતોને ધ્યાને રાખીને કોંગ્રેસે દરેક ગામમાં જળસંગ્રહ માટે તળાવો- વરસાદી/કેનાલના પાણીથી ભરવાની યોજના ચાલુ કરવાનો વાયદો કર્યો છે. તે સિવાય કૃષિ ક્ષેત્ર -ખેડૂતના વિકાસને અગ્રિમતા અપાશે.

માછીમાર: માછીમારોની સમસ્યાઓને ધ્યાને રાખીને કોંગ્રેસે માછીમારી પ્રવૃત્તિને ઉદ્યોગનો દરજ્જો અપાશે તેવો વાયદો કર્યો છે. ઉપરાંત માછીમારોનું 3 લાખ સુધીનું દેવુ માફ કરવામાં આવશે.

લોકશાહી: તાજેતરમાં જ બિલકીસ બાનુ કેસના આરોપીઓની છોડી મૂકવાં નિર્ણયને કોંગ્રેસે અયોગ્ય માનીને તેમના ચોંટી ઢંઢેરામાં સજા માફ કરવાના નિર્ણયને રદ કરવાની કાર્યવાહી કરાશે તે વાતનો ઉલ્લેખ કર્યો છે.

મોંઘવારી: કોંગ્રેસે જાહેર કરેલા મેનીફેસ્ટોમાં શિક્ષણ, આરોગ્યના વ્યાપારીકરણ પર રોક કરવાની વાયદો કર્યો છે. નાગરિકો પાસેથી લેવાતા ભારેખમ ટેક્સમાં 20 ટકાનો ઘટાડો કરવાની વાત કરી છે.

Last Updated : Nov 16, 2022, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.