રાજકોટ: ભુપેન્દ્ર પટેલની સરકારના વિવિધ પ્રધાનોએ આજે શપથ લીધા છે. તેમાં રાજકોટ જિલ્લાની જસદણ વિધાનસભા બેઠકના કુંવરજી બાવળિયાએ પણ કેબિનેટ પ્રધાન (Bhupendra Patel Cabinet Minister Kunvarji Bavaliya) તરીકેના શપથ લીધા છે. કુંવરજી બાવળીયા બીજી વખત કેબિનેટ પ્રધાન બન્યા છે. અગાઉ વિજય રૂપાણીની સરકારમાં પણ કુંવરજી બાવળિયા કેબિનેટ પ્રધાન હતા. ત્યારે હવે ભુપેન્દ્ર પટેલની સરકારમાં પણ કુવરજી બાવળિયાને કેબિનેટ પ્રધાનનું પદ સોંપવામાં આવ્યું છે. જેમાં તેમને જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા ખાતા ફાળવવામાં આવ્યા હતા. (Kunvarji Bavaliya Oath Ceremony in Gandhinagar)
કુવરજી બાવળીયાનું કોળી સમાજ પર પ્રભુત્વ કુવરજી બાવળીયા જસદણ વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ આવ્યા છે.જ્યારે તેઓ અગાઉ કોંગ્રેસમાં હતા અને વર્ષ 2018માં તેઓ ભાજપમાં જોડાઈ જતા અહીં પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં કુંવરજી બાવળિયા વિજય બન્યા હતા. ત્યારબાદ વર્ષ 2022ની ચૂંટણીમાં બાવળિયાને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવતા તેઓ આ વખતે પણ જંગી બહુમતીથી વિજય બન્યા છે. ત્યારે તેમને હવે કેબિનેટ પ્રધાનનું પદ સોંપાયું છે. જ્યારે બાવળિયા સૌરાષ્ટ્ર ભરના કોળી સમાજમાં આગવું પ્રભુત્વ ધરાવે છે.
1995થી જસદણ વિધાનસભા ઉપર બાવળિયાનો દબદબો વર્ષ 1995થી લઈને અલગ અલગ વિધાનસભાની ચૂંટણીઓ અને પેટા ચૂંટણીઓમાં કુંવરજી બાવળિયાનો દબદબો જોવા મળ્યો છે. જ્યારે તેઓ અગાઉ કોંગ્રેસમાં હતા. ત્યારે કોંગ્રેસમાંથી પણ તેઓ 1995 થી 2007 સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છીએ. જ્યારે બાવળિયા વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીમાં રાજકોટના સાંસદ તરીકે પણ ચૂંટાયા છે. ત્યારબાદ વર્ષ 2017ની ચૂંટણીમાં કુવરજી બાવળીયા કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા પરંતુ તેમને વર્ષ 2018માં કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા હતા. ત્યારથી તેઓ આ વિસ્તારમાં ભાજપમાંથી ચૂંટાઈ આવે છે.
અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ કુંવરજી બાવળીયા રૂપાણી સરકારમાં કેબિનેટ પ્રધાન હતા. ત્યારે હવે ફરીવાર તેમને ભુપેન્દ્ર પટેલની સરકારમાં પણ કેબિનેટ પ્રધાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. એવામાં કુંવરજી બાવળીયા કોળી સમાજમાંથી આવે છે. ત્યારે તેઓ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પણ છે અને સૌરાષ્ટ્રભરના કોળી સમાજ પર બાવળિયાનું પ્રભુત્વ જોવા મળે છે. એવામાં તેમને ફરી પ્રધાન પદ આપવામાં આવતા કોળી સમાજમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.