અરવલ્લી: વિધાનસભાની ચૂંટણી બાદ જિલ્લાવાસીઓ અને ચૂંટાયેલા તમામ ધારાસભ્યો કોણ મંત્રી બનશે અને કયા જિલ્લાને પ્રતિનિધિત્વ મળશે તેની રાહ જોતા હોય તે સ્વાભાવિક છે. ત્યારે લાંબા સમય બાદ મોડાસા વિધાનસભાના ધારાસભ્ય ભીખુસિંહ પરમારે (Bhupendra Patel Cabinet Bhikhubhai Parmar) પણ મતવિસ્તારમાંથી શપથ લીધાની ફોન પર માહિતી મળી હતી. શપથ સમારોહ બાદ કેબિનેટની બેઠકમાં તમામને ખાતાની ફળવણી કરવામાં આવી હતી. જેમાં ભીખુભાઈ પરમારને અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા ખાતુ આપ્યુ હતું.
ફરી ભીખુસિંહ પરમારને ટિકિટ: ભાજપે મોડાસા વિધાનસભા બેઠક પર ફરી એક વખત ભીખુસિંહ ચતુરસિંહ પરમારને (Bhikhubhai Parmar Oath Ceremony in Gandhinagar) ટિકિટ આપી હતી અને તેઓ વિજયી બન્યા હતા. મોડાસા વિધાનસભા બેઠક છેલ્લી ટર્મમાં કોંગ્રેસ હસ્તક હતી અને ત્યારે માત્ર 1670 જેટલા નજીવા માર્જિનથી પરાજિત થયેલા સહકારી અગ્રણી ભીખુસિંહ પરમારને ફરી એક વખત ભાજપે ટિકિટ આપી હતી. તેમણે એસ.એસ.સી. સુધીનો અભ્યાસ કર્યો છે. ભીખુસિંહ પરમાર પાસે રૂપિયા 2587887 ની જંગમ મિલકત છે. કોગ્રેંસે ઠાકોર રાજેન્દ્રસિંહ શિવસિંહને ટિકિટ આપી હતી અને આદમી પાર્ટીએ પરમાર રાજેન્દ્રસિંહ હિંમતસિંહને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા.
અગાઉની ચૂંટણીના પરિણામ : સાબરકાંઠાથી વિભાજીત કરી 15 ઓગષ્ટ 2013માં અરવલ્લી જિલ્લાનું સર્જન થયુ હતું. માઝુમ નદીના કાંઠે વસેલા મોડાસાને મુખ્ય મથક બનાવામાં આવ્યુ હતું. મોડાસમાં ( Modasa Assembly Seat) છેલ્લા બે ટર્મથી કોંગ્રેસ પક્ષના રાજેન્દ્રસિહ ઠાકોર વિજયી થયા છે. 2012માં તેમણે ભાજપના ચાર વખતના ધારાસાભ્ય દિલીપસિંહ પરમાર ને 22,858 મતોથી હરાવ્યાં હતાં. જ્યારે 2017માં કોંગ્રેસ પક્ષના રાજેન્દ્રસિહ ઠાકોરને 83,411 મત મળ્યાં હતાં અને ભાજપના પરમાર ભીખુસિંહજી ચતુર્થીસિંહજીને 81,771 મત મળ્યાં હતાં. આમ રાજેન્દ્રસિહ ઠાકોરે 1640 મતોની પાતળી સરસાઇથી જીત હાંસલ કરી હતી.
ફોન પર જાણ: ગુજરાત વિધાનસભાના નવા મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલ આજે શપથ લીધા હતા. અરવલ્લી જિલ્લાની મોડાસા વિધાનસભા બેઠક પરથી જીતેલા ભીખુસિંહ પરમારને પણ ફોન પર જાણ કરવામાં આવી હતી. ભીખુસિંહ પરમાર સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે, અરવલી જિલ્લાને પ્રથમ વખત સરકારમાં પ્રધાનપદ મળ્યું છે. સમગ્ર રાજ્યના કાર્યકરોમાં ખુશીનો માહોલ છે અને મારી પ્રાથમિકતા આ વિસ્તારના સામાન્ય લોકોના વિકાસ માટે કામ કરવાની રહેશે.