દાહોદ: વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના 156 બેઠક સાથે ભવ્ય વિજય થયો છે, ત્યારે આજે 12 ડિસેમ્બર બપોરે 2 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ભુપેન્દ્ર પટેલ અને તેમની સરકારના પ્રધાનોએ શપથ લીધી હતી. હાલ બચુ ખાબડને પંચાયત અને કૃષિનું ખાતુ આપવામાં આવ્યુ છે.
શુ કહ્યું બચુ ખાબડે ?: ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીત પણ બચુ ખાબડએ જણાવ્યું હતું કે ભાજપ પક્ષ અને સરકાર દ્વારા આદિવાસી સમાજમાં ખૂબ મોટો વિકાસ કરવામાં આવ્યો છે (bachu khabad will take oath ) અને આદિવાસીનો જીવન ધોરણમાં પણ સુધારો થયો છે. મહત્વની વાત કરવામાં આવે તો, આદિવાસી વિસ્તારમાં મેડિકલ કોલેજ આરોગ્યની સુવિધાઓ અને આંતર માળખાકીય સુવિધાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને હજુ પણ આવનારા પાંચ વર્ષ સુધી આ વિકાસ ગાથા યથાવત રાખવામાં આવશે.
આદિવાસી કોંગ્રેસનો હતો ગઢ: ગુજરાત વિધાનસભામાં આદિવાસી ગઢની વાત કરવામાં આવે તો 27 જેટલી બેઠકો આદિવાસી સમાજથી પ્રભાવિત છે અને આ તમામ બેઠકો ઉપર અનેક વર્ષો સુધી કોંગ્રેસનું શાસન રહ્યું છે. આ બાબતે ઇટીવી ભારતે બચુ ખાબડને પ્રશ્ન કર્યો હતો, ત્યારે બચુ ખાબડે પ્રતિઉત્તર આપતા જણાવ્યું હતું કે, પહેલા આદિવાસી કોંગ્રેસ સાથે હતા, પરંતુ જે રીતે ભાજપ તમામ ક્ષેત્રે વિકાસ કરી રહ્યા છે. તેને ધ્યાનમાં લઈને જ આદિવાસી હવે ભાજપ પક્ષ તરફ પડ્યા છે. 27 બેઠકમાંથી સૌથી વધુ બેઠક આદિવાસી સમાજની ભાજપ પક્ષે મેળવી છે. આમ હવે આદિવાસી સમાજ પણ ભાજપ સાથે જોડાયો છે અને વિકાસમાં અગ્રેસર રહ્યો છે.
રાજ્યકક્ષાના પ્રધાન: બચુ ખાબડની વાત કરવામાં આવે તો, બચુ ખાબડ એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે અને દેવગઢબારિયામાંથી તેઓ ચૂંટાઈને આવ્યા છે. વિજય રૂપાણી સરકારમાં રાજ્યકક્ષાના પ્રધાન તરીકે ફરજ બજાવી હતી, પરંતુ ભુપેન્દ્ર પટેલની સરકાર આવતા તેઓની બાદબાકી થઈ હતી. હવે 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં ભુપેન્દ્ર પટેલ સરકાર બનાવી રહી છે ત્યારે બચુભાઈ ખાબડને ફરીથી પ્રધાન બનવાની જવાબદારી સોંપવામાં આવી છે અને આ બાબતે બચુ ખાબડે ઈટીવી ભારત સાથેની કાચબા જણાવ્યું હતું કે મને રાત્રે 12:30 કલાકની આસપાસ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો ફોન આવ્યો હતો.