રાજકોટઃ રાજકોટના રાજકારણમાં ભાજપ માટે સૌથી સેફ અને વિશ્વાસનો હિમાલય (Gujarat Assembly Election Rajkot Seat) વ્યક્ત કરી શકાય એવી બેઠક એટલે રાજકોટ 69. જેમાં કુલ છ જેટલા વૉર્ડનો સમાવેશ થાય છે. આ બેઠકને રાજકોટ પશ્ચિમ બેઠકથી પણ ઓળખવામાં આવે છે. આ વખતેનું રાજકીય ગણિત જોતા (Rajkot Assembly Seat) આ બેઠક પરથી ભાજપે મહિલા ઉમેદવારને મેદાને ઊતાર્યા છે. જેનું નામ છે (Rajkot BJP) ડૉ. દર્શિતા શાહ. જેઓ રાજકોટના ડે. મેયર તરીકે પણ રહ્યા હતા. સામે કોંગ્રેસે પાટીદાર પાસાને ધ્યાને લઈને (Rajkot Congress) મનસુખ કાલરીયા પર આ બેઠક માટે પસંદગીનો કળશ ઢોળ્યો છે. આ બેઠક પરના ઈતિહાસ પરથી એવું કહી શકાય કે, આ વિસ્તારની પ્રજા જ્ઞાતિ, જાતિ અને ધર્મને હાંસિયામાં રાખીને માત્ર સત્તા પર રહેલા પક્ષને ધ્યાને લે છે.
સિનિયર સાઈડમાંઃ સૌરાષ્ટ્રના રાજકીય ચિત્ર પર નજર કરવામાં આવે તો જે કદાવર અને મજબુત નેતા હતા એ આ વખતે સાઈડલાઈન છે. અર્થાત કોઈ સિનિયર સત્તાના સંગ્રામમાં નથી. હવે તો પ્રજાનો મુડ બદલાશે તો આ વખતે આ બેઠક પર કોઈ નવું ચિત્ર જોવા મળી શકે છે. બીજી તરફ મુદ્દો એ પણ અસર કરે છે કે, વજુભાઈ એ પોતાના નજીકના ગણાતા વ્યક્તિ માટે ટિકિટની અપીલ કરી હતી. જેની સામે વિજય રૂપાણી જુથમાંથી દાવેદારી મળે એવો સૂર ઊઠ્યો હતો. પણ હકીકત એવી છે કે, કોઈ રાજકીય મંચ પર ભલે આ બન્ને નેતા સામ સામે હસતું મોઢું રાખે પણ અંદરખાને ફાટ પડેલી છે. હવે આ તિરાડ વધારે મોટી થશે કે કોઈ નવો અધ્યાય લખાશે એ જનતા નક્કી કરશે.
રાજકોટમાં રેકોર્ડઃ આ જ બેઠકને ધ્યાને લઈને વાત કરવામાં આવે તો સ્વ. અરવિંદ મણિયાર, સ્વ. ચિમન શુક્લ, એ પછી વજુભાઈ વાળા, છેલ્લી બે ટર્મથી વિજય રૂપાણીને સૌથી વધારે મત મળતા રાજકોટ શહેરના રાજકીય ઈતિહાસમાં રેકોર્ડ બન્યો હતો. રાજકોટથી જ હાલ વડાપ્રધાન પદે રહેલા નરેન્દ્ર મોદીએ રાજનીતિના રણમેદાનમાં એન્ટ્રી કરી હતી. એ સમયે વજુભાઈ એ પોતાની બેઠક ખાલી કરતા નરેન્દ્ર મોદી એ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને પ્રથમ વખત વિધાનસભાના દ્વાર સુધી પહોંચ્યા હતા. જ્ઞાતિ-જાતિના પ્રચાર કરતા પક્ષની મજબુતી આ બેઠક પર વધારે છે. સૌથી ખાસ અને નોંધવા જેવી વાત એ છે કે, આ બેઠક પરથી જે કોઈ વિજેતા થયું એને સરકારમાં મોટું સ્થાન મળ્યું છે. એટલું જ નહીં મહત્ત્વના ખાતા મળતા મોટું કદ પણ પ્રાપ્ત થયેલું છે. જેમ કે, રૂપાણી અને વાળા.
કોંગ્રેસ નહીવતઃ મનસુક કાલરીયા જેને આ વખતે કોંગ્રેસે ટિકિટ આપી છે તેઓ સારા કોર્પોરેટર રહી ચૂક્યા છે. એક સ્વચ્છ નેતા તરીકેની એમની છબી રહી છે. પણ સમગ્ર બેઠકની પ્રજા ભાજપ તરફી વધારે છે. હવે જો પ્રજાનો મુડ બદલાય અને મોંઘવારી, શિક્ષણ, પ્રાથમિક સુવિધા અને ક્નેક્ટિવિટીના મુદ્દાને ધ્યાને લેવાય તો ચિત્ર પલટાઈ શકે. જ્યારે ડૉ. દર્શિતા શાહ સતત બે વર્ષથી કોર્પોરેશનમાં ચૂંટાયા છે. જ્ઞાતિનો મુદ્દો એવો રહ્યો છે કે, પશ્ચિમમાં સૌથી વધારે બ્રાહ્મણ, લોહાણા, જૈન, પટેલ, પ્રજાપતિ, સોની અને ક્ષત્રિય સમાજના પરિવાર રહે છે. ડૉ.દર્શિતા શાહ પણ જૈન પરિવારમાંથી આવે છે. જ્યારે રૂપાણી પણ જૈન સમુદાયમાંથી છે. આ મુદ્દો જો અસર કરે તો ભાજપને બુસ્ટર ડોઝ લાગ્યો એવું સમજી શકાય.