ETV Bharat / assembly-elections

અમદાવાદ જિલ્લાનું તંત્ર સુસજ્જ, ચૂંટણી ઓબ્ઝર્વરોએ ત્રણેય મતગણતરી કેન્દ્રો પર વ્યવસ્થાઓ ચકાસી - ચૂંટણી નિરીક્ષકો

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે અમદાવાદ જિલ્લાનું તંત્ર સુસજ્જ થઇ ગયું છે. ચૂંટણી ઓબ્ઝર્વરો ( Gujarat Assembly Election Observers visiting ) દ્વારા આ પ્રક્રિયાઓને લઇને અમદાવાદમાં વોટિંગ કાઉન્ટિંગ સેન્ટર ( Election Observers visiting counting center ) અને સ્ટ્રોંગરૂમની મુલાકાત ( strongroom in Ahmedabad ) લીધી હતી. આ સાથે વિવિધ વિભાગોના આયોજન વ્યવસ્થાપનની સમીક્ષા કરી જરૂરી સૂચનો અપાયાં હતાં.

અમદાવાદ જિલ્લાનું તંત્ર સુસજ્જ, ચૂંટણી ઓબ્ઝર્વરોએ ત્રણેય મતગણતરી કેન્દ્રો પર વ્યવસ્થાઓ ચકાસી

author img

By

Published : Nov 19, 2022, 10:18 PM IST

અમદાવાદ ગુજરાત વિધાનસભા ચૂંટણીની કામગીરી સુઆયોજિત રીતે આગળ વધી રહી છે. અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર સુસજ્જ છે. ચૂંટણી નિરીક્ષકોની નિમણૂક થઈ ચૂકી છે અને ઓબ્ઝર્વર્સ દ્વારા ઝીણવટભરી દેખરેખ રાખવામાં આવી રહી છે. ચૂંટણી નિરીક્ષકો દ્વારા અમદાવાદ શહેરના વિવિધ કાઉન્ટિંગ સેન્ટરની મુલાકાત ( Gujarat Assembly Election Observers visiting ) લેવામાં આવી. તેઓએ મતગણતરી કેન્દ્રોમાં ચાલી રહેલી કામગીરીની સમીક્ષા ( Election Observers visiting counting center )કરી જરૂરી સૂચનો આપ્યાં હતાં.

વિવિધ વિભાગોના આયોજન વ્યવસ્થાપનની સમીક્ષા

અમદાવાદની 21 બેઠકો માટે મતગણતરીની તૈયારીઓ 8 ડિસેમ્બરના રોજ 3 સ્થળોએ અમદાવાદની 21 બેઠકો માટે મતગણતરી ( Counting Day ) કરવામાં આવનાર છે. જેમાં એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ, ગવર્મેન્ટ પોલિટેકનિક-આંબાવાડી અને ગુજરાત કોમર્સ કોલેજ-એલિસબ્રિજનો સમાવેશ થાય છે. અહીં વિધાનસભા મતવિસ્તારો પ્રામાણે બનાવાયેલા કાઉન્ટિંગ હોલ, સ્ટ્રોંગરૂમ ( strongroom in Ahmedabad ) કે જ્યાં ઈવીએમ અને વીવીપેટ રાખવામાં આવનાર છે. તદુપરાંત મીડિયારૂમની સાથોસાથ ઉમેદવારો, પોલિંગ એજન્ટ અને સ્થાનિકો માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓ વિશે ઓબ્ઝર્વર્સને માહિતગાર કરવામાં આવ્યા હતાં.

કલેક્ટર સહિત અન્ય વિભાગોના ઉચ્ચ અધિકારીઓ હાજર આ પ્રસંગે અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ડૉ. ધવલ પટેલ, શહેર પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવ તેમજ પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓએ કરેલા આયોજનનું ઓબ્ઝર્વર્સશ્રીઓએ ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓશ્રીઓને કાઉન્ટિંગ સેન્ટર ( Counting Day )ના નકશાના માધ્યમથી મતગણતરી કાઉન્ટર, આવાગમન, સુરક્ષા બંદોબસ્ત, મોનિટરિંગ સહિતની તમામ વ્યવસ્થાઓ માટે થઈ રહેલા કાર્યની પ્રગતિનો અહેવાલ આપ્યો હતો.

3 જગ્યાએ થશે મતગણતરી 8 ડિસેમ્બરે અમદાવાદની કુલ 21 વિધાનસભા બેઠકો માટે મતગણતરી માટે કુલ 3 પરિસર પસંદ કરવામાં આવ્યા છે. જેમાં, ગવર્મેન્ટ પોલિટેકનિક- આંબાવાડી ખાતે 39-વિરમગામ, 40-સાણંદ, 46-નિકોલ, 57-દસક્રોઈ, 58-ધોળકા, 59-ધંધુકા એમ 6 વિધાનસભા મતવિસ્તાર ગુજરાત કોમર્સ કોલેજ, એલિસબ્રીજ ખાતે 47-નરોડા, 48-ઠક્કરબાપાનગર, 49-બાપુનગર, 51-દરિયાપુર, 52-જમાલપુર ખાડિયા, 54-દાણીલીમડા, 56-અસારવા એમ 7 વિધાનસભા મતવિસ્તાર એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ ખાતે 41-ઘાટલોડિયા, 42-વેજલપુર, 43-વટવા, 44-એલિસબ્રિજ, 45-નારણપુરા, 50-અમરાઈવાડી, 53-મણિનગર, 55-સાબરમતી એમ 8 વિધાનસભા મતવિસ્તારની મતગણતરી ( Counting Day ) થશે. મતગણના વખતે સમગ્ર પ્રક્રિયાનું સુચારુ સંચાલન થાય, વિવિધ રાજકીય પક્ષો, મીડિયા અને જનતાને પળેપળની અપડેટ્સ મળતી રહે તે પ્રકારની તમામ વ્યવસ્થાઓને સુનિશ્ચિત કરવા માટે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.