રાજકોટ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને(gujarat legislative assembly 2022) હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. સત્તાના આ રણમેદાનમાં જીત હાંસલ કરવા દરેક પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. ગુજરાતમાં રાજકીય પક્ષોની મુલાકાતો વધી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી(prime minister of india) સહિત કેન્દ્રીય નેતૃત્વ પણ મેદાને ઉતર્યું છે. ગુજરાતના રાજકારણનું એપી સેન્ટર ગણાતા સૌરાષ્ટ્રની તમામ બેઠકો અંકે કરવા ભાજપ, કોંગ્રેસ અને AAPના હાઇ કમાન્ડ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. રાહુલ ગાંધી(congress leader rahul gandhi) આજથી ગુજરાતના પ્રવાસે છે. તેમના આગમન પૂર્વે જ રાજકોટ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.
150થી વધુ કાર્યકરોના કેસરિયા: રાજકોટ દક્ષિણ બેઠકના ઉમેદવાર રમેશ ટીલાળાની પેનલમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર પુરુષોત્તમ સગપરિયાની આગેવાનીમાં 150 જેટલા સિનિયર આગેવાનો ભાજપમાં જોડાયા(Senior leaders joined BJP) હતા. જેમાં કોંગ્રેસના સિનિયર આગેવાન વોર્ડ નં.17ના અગ્રણી પુરુષોત્તમ સગપરિયા, વોર્ડ નં.18ના આગેવાન હસુભાઈ સોજીત્રા, શહેર કોંગ્રેસ મંત્રીચંદુ ટીલાળા, વોર્ડ નં.18ના આગેવાન પરેશ સભાયા, વોર્ડ નં.18ના આગેવાન અક્ષયભાઈ મહીધરિયા, વોર્ડ નં.13ના આગેવાન પ્રતાપ રામોલિયા, વોર્ડ નં. 18ના ઉપપ્રમુખ કોંગ્રેસ જિજ્ઞેશભાઈ માધાણી, વોર્ડ નં.18ના આગેવાન હંસરાજ વાછાણી, વોર્ડ નં.18ના આગેવાન દિલીપ બુસા અને વોર્ડ નં.18ના આગેવાન નિલેશભાઈ વીરડિયા સહિત 150 કાર્યકર ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસ છોડી કાર્યકરો ફટાકડા ફોડી વાજતેગાજતે ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. જ્યાં ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળા, નેતા ધનસુખ ભંડેરી અને દક્ષિણ બેઠકના ઇન્ચાર્જ જિતુ કોઠારી સહિતનાએ કાર્યકરોને આવકાર્યા હતા.
રાહુલથી કશું નહિ થાય: પુરુષોત્તમ સગપરિયાએ જણાવ્યું હતું કે 'મૂળ તો હું ભાજપનો જ કાર્યકર છું અને પાયાનો કાર્ય કરતો હતો. હું કોંગ્રેસમાં લોકોની સેવા કરવા ગયો હતો, પરંતુ એમાં કોઈ કામ થતાં નથી, જેથી હું ફરી ભાજપમાં જોડાયો છું. રાહુલ ગાંધી આવે છે તો તેમનાથી કંઈ નહીં થાય, તેમની સભામાં માણસો પણ નહીં થાય. કોંગ્રેસમાં 12 વર્ષ સુધી વનવાસમાં જ રહ્યા છીએ, વનવાસ પૂરો, હવે કામ કરીશું'