રાજકોટ: રાજ્યમાં પ્રથમ તબક્કાની મતદાન શાંતિપૂર્ણ (gujarat assembly election first phase) રીતે પૂરું થયું છે. એવામાં રાજકોટમાં પણ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકો પર ગુરુવારે મતદાન યોજાઈ (voting for 8 assembly seat of rajkot)ગયું છે. જ્યારે રાજકોટ શહેરની ચાર બેઠકોમાંથી પૂર્વ સીએમ વિજય રૂપાણી જે બેઠક પરથી વર્ષ 2017માં લડ્યા હતા. તે બેઠક પર રાજકોટમાં આ વખતે સૌથી ઓછું મતદાન(lowest voting in rajkot district in rajkot west) જોવા મળ્યું છે. જ્યારે રાજકોટ પશ્ચિમ બેઠક પર શહેરની અન્ય ત્રણ વિધાનસભા બેઠક કરતાં સૌથી ઓછું મતદાન નોંધાતા(Former CM Rupani's seat saw 10 percent less turnout than last year) તે ફરી ચર્ચાનો વિષય બની છે.
2017માં 67 ટકા થયું હતું મતદાન: ગુજરાતમાં 2017ની વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ પશ્ચિમની બેઠક પર પૂર્વ સીએમ વિજય રૂપાણી ચૂંટણી લડી રહ્યા હતા. એવામાં આ બેઠક પર 67 ટકા જેટલું મતદાન થયું હતું. તેમજ વિજય રૂપાણી આ બેઠક પરથી 50 હજાર કરતા વધુની લીડથી વિજય થયા હતા. જ્યારે સામે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને હાર્યા હતા.
2022ની ચૂંટણીમાં 57.03 ટકા મતદાન નોંધાયું: આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા રાજકોટ પશ્ચિમ બેઠક પર ડોક્ટર દર્શિતા શાહને ટિકિટ આપવામાં આવી હતી. જ્યારે વર્ષ 2017ની ચૂંટણીમાં આ બેઠક પરથી પૂર્વ સીએમ વિજય રૂપાણી લડ્યા હતા અને જંગી લીડ સાથે વિજય બન્યા હતા. એવામાં વર્ષ 2022 એટલે કે આ વખતની ચૂંટણીમાં રાજકોટ પશ્ચિમ બેઠક પર 57.3 ટકા જ મતદાન નોંધાયું છે. જે રાજકોટની રાજકોટ શહેરની ત્રણ વિધાનસભા બેઠક કરતા સૌથી ઓછું છે.
આ વખતે ચૂંટણીના કોઈ મહત્વના મુદ્દા નહતા: રાજકોટની હાઈ પ્રોફાઈલ પશ્ચિમ વિધાનસભા બેઠકમાં આ વખતે મતદાન ઓછું થયું છે. તેને લઈને વરિષ્ઠ પત્રકાર દેવેન્દ્ર જાનીએ ETV BHARATને જણાવ્યું હતું કે આ વખતે ચૂંટણીના કોઈ મહત્વના મુદ્દા નહોતા. જ્યારે વર્ષ 2017ની ચૂંટણીમાં પાટીદાર આંદોલન મુખ્ય ભૂમિકામાં હતું પરંતુ આ વખતે ચૂંટણીમાં જે જોઈએ તેવા મુદ્દા હતા નહીં. જ્યારે ભાજપ કોંગ્રેસના જે કમિટેડ વોટર હતા તેમના દ્વારા જ મતદાન થયું હોય એવું લાગી રહ્યું છે. તેમજ 2017 ની ચૂંટણી કરતા રાજકોટ પશ્ચિમ બેઠક પર 10% મતદાન ઓછું થયું છે. જેની અસર પરિણામો પર પણ જોવા મળી શકે છે.