અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત કોંગ્રેસે 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આમ આદમી પાર્ટી દ્વારા હજુ સુધી નવ ઉમેદવારો નું લિસ્ટ જાહેર થઈ ગયું છે ત્યારે સૌ કોઈની મીટ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પર હતી ત્યારે આજે કોંગ્રેસે પોતાનું પ્રથમ લિસ્ટ જાહેર કરી દીધું છે આ યાદીમાં રાજ્યસભા સાંસદ અમી યાજ્ઞિકનું નામ પણ સામેલ છે. અમીબેન યાજ્ઞિક ઘાટલોડિયામાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સામે ચૂંટણી લડશે. આ ઉપરાંત કનુભાઈ કળસરિયાને મહુવાથી ટિકિટ આપી છે. પોરબંદરથી અર્જુન મોઢવાડિયા ને પણ ટિકિટ આપવામાં આવી છે.
કોંગ્રેસે 43 ઉમેદવારોને આપી ટિકિટ : કોંગ્રેસે પ્રથમ યાદીમાં 43 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં ડીસાથી સંજય રબારી, અંજારથી રમેશ ડાંગર, ગાંધીધામથી ભરત સોલંકી, ખેરાલુથી મુકેશ દેસાઈ, કડીમાં પ્રવિણ પરમાર, હિંમતનગરથી કમલેશ પટેલ, ઈડરથી રમેશ સોલંકી, ગાંધીનગરથી દક્ષિણથી હિમાંશુ પટેલ, ઘાટલોડિયાથી અમીબેન યાજ્ઞિક, એલિસબ્રિજથી ભિખુ દવે, અમરાઈવાડીથી ધર્મેન્દ્ર પટેલ, દસક્રોઈથી ઉમેદી બુધાજી ઝાલા, રાજકોટ દક્ષિણથી હિતેશ વોરા, રાજકોટ ગ્રામ્યથી સુરેશ બથવાર, જસદણથી ભોળાભાઈ ગોહિલ, જામનગર ઉત્તરથી બિપેન્દ્રસિંહ જાડેજા, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, કુતિયાણાથી નાથા ઓડેદરા, માણાવદરથી અરવિંદ લાડાણી, મહુવાથી કનુ કળસરીયા, નડિયાદથી ધ્રુવલ પટેલ, મોરવા હડફથી સ્નેહલતા ખાંટ, ફતેપુરાથી રઘુ મારચ, ઝાલોદથી મિતેશ ગરાસિયા, લીમખેડાથી રમેશ ગુંડીયા, સંખેડાથી ભીલ ધીરુ, સયાજીગંજથી અમીબેન રાવત,અકોટાથી ઋત્વિક જોશી, રાવપુરાથી સંજય પટેલ, માંજલપુરથી ડોક્ટર અશ્વિન સિંહ, ઓલપાડથી દર્શનકુમાર અમૃતલાલ નાયક, કામરેજથી નિલેશકુમાર મનસુખ ખંભા, વરાછા રોડથી પ્રફુલ છગન તોગાડીયા, કટારગામથી કલ્પેશ હરજીવન વારીયા, સુરત વેસ્ટથી સંજય રમેશચંદ્ર પાટવા, બારડોલીથી પન્નાબેન અનિલ પટેલ, મહુવાથી હેમાંગીની વિપકકુમાર ગરાસીયા, ડાંગથી મુકેશ પટેલ, જલાલપુરથી રણજીતભાઈ પંચાલ, ગનદેવીથી શકુર પટેલ, પારડીથી જયશ્રી પટેલ, કપારડાથી વસંત પટેલ, ઉમરગામથી નરેશભાઈ વલવીને ટિકિટ આપવામાં આવી છે.

કોંગ્રેસે 43 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર : છેલ્લા ત્રણ દિવસથી દિલ્હી ખાતે સ્ત્રીની કમિટીની બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારોને આખરી ઓપાઈ રહ્યો હતો. ત્યારે થોડા દિવસોમાં જ કોંગ્રેસ પોતાની યાદી જાહેર કરશે એવી અટકણો લગાવવામાં આવી હતી, પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા જ મુખ્યપ્રધાન પદનો ચહેરો જાહેર કરવામાં આવતા અને ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસમાં ઘર વાપસી કરતા અનેક રાજકારણીઓના સરવાળા બદલાઈ ચૂક્યા છે. કોંગ્રેસે પોતાની પ્રથમ યાદી 43 ઉમેદવારોના નામ સાથે જાહેર કરી દીધી છે.
